
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિહારની એક રેલીમાં અર્ણવ ગોસ્વામીને એક મહાન પત્રકાર તરીકે વર્ણવ્યા હતા. જ્યારે અર્ણબ ગોસ્વામીએ એક ટીવી શોમાં તેમને અભણ અને પાગલ ગણાવ્યા હતા. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા પવન પાંડેએ એક વીડિયો પોસ્ટ કરતાં લખ્યું હતું કે, ‘ક્યા સે ક્યા હો ગયે દેખતે દેખતે’ આ વીડિયોમાં સીએમ યોગીના ભાષણનો એક નાનો ભાગ પણ છે જેમાં તેઓ કોંગ્રેસ પર લોકતંત્રનું હનન કરવાના આરોપો લગાવી રહ્યા છે, યોગીએ કહ્યું કે ‘કોંગ્રેસે 1975 માં ઇમર્જન્સી લગાવી અને આજે પણ તમે જોયું જ હશે કે પોતાના સ્વાર્થ માટે આજે દેશના ખૂબ મોટા પત્રકારની ધરપકડ કરીને કોંગ્રેસ લોકશાહીના ચોથા સ્તંભ પર હુમલો કરવાની કામગીરી કરી રહી છે.
ફોટો:- સોશિયલ મીડિયા
પાછળથી આ વીડિયોમાં, ટીવી શોનો એક ભાગ પણ મૂકવામાં આવ્યો છે, જેમાં અર્ણબે કહ્યું હતું કે, ‘યોગી આદિત્યનાથ એવા વ્યક્તિ છે, જેમને ધર્મ વિશે કંઈ જ ખબર નથી. એવા અભણ વ્યક્તિ છે કે કોઈએ એમ કહેવું જોઈએ કે તમારે તમારું માનસિક સંતુલન ચેક કરાવવું જોઈએ. ”બુધવારે અર્ણબની અલીબાગ પોલીસે તેના ઘરેથી ધરપકડ કરી હતી. 2018 માં આત્મહત્યા કરવા ઉકસાવવાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે અર્ણબના સમર્થકો કહે છે કે આ કેસ પહેલાથી બંધ થઈ ગયો હતો.
ફોટો:- સોશિયલ મીડિયા
અર્ણબની ધરપકડ બાદ ભાજપ ખુલ્લેઆમ તેમનું સમર્થન કરી રહ્યું છે. બિહારની રેલીઓમાં ભાજપના નેતાઓ તેને લોકશાહી પર હુમલો ગણાવી રહ્યા છે. તે જ સમયે, ગૃહપ્રધાન અમિત શાહે પણ આ ઘટનાની સરખામણી 1975 ની કટોકટી સાથે કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે લોકશાહીને શરમાવે તેવું કામ કર્યુ છે. અર્ણબના વકીલે બોમ્બે હાઇકોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી. અરજીમાં જણાવાયું છે કે આત્મહત્યાના મામલામાં તપાસ સમયે અર્ણબે તમામ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવ્યા હતા અને તપાસમાં સહકાર આપ્યો હતો. અન્વયની કંપનીની બાકી રકમના 90 ટકા રકમ પણ ચૂકવી દેવામાં આવી હતી પરંતુ ખાતાની નિષ્ક્રિયતાને કારણે રકમ પરત આવી હતી.
ફોટો:- સોશિયલ મીડિયા
બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં જામીન અરજી નામંજૂર કરી છે. કોર્ટે તમામ પક્ષોના જવાબો માંગ્યા છે અને કહ્યું છે કે બંને તરફથી દલીલો સાંભળ્યા પછી જ જામીનનો નિર્ણય લેવામાં આવશે. કોર્ટે બંને પક્ષોને જવાબ રજૂ કરવા માટે શુક્રવાર બપોર 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.
ફોટો:- સોશિયલ મીડિયા
હાલમાં અર્ણબને વચગાળાના જામીન મળ્યા નથી. જોકે, અલીબાગ કોર્ટે કહ્યું કે શરૂઆતમાં ધરપકડ ગેરકાયદેસર હોવાનું જણાય છે. ધરપકડ થયા પછી અર્ણબે કોવિડ સેન્ટરમાં પહેલી રાત પસાર કરવી પડી. મહારાષ્ટ્ર સરકારના કર્મચારીઓનું કહેવું છે કે કાયદાથી મોટુ કોઈ નથી અને પોલીસ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી રહી છે. સંજય રાઉતે ભાજપને સલાહ આપી હતી કે તમે મૃતકના પરિવારને મળવા ન ગયાં હતા, તો પછી તમે પત્રકારની સાથે સંવેદના કેમ બતાવી રહ્યા છો?



