IndiaPolitics

પુષ્પમ પ્રિયા ચૌધરી એ CMને ફેંક્યો પડકાર! કહ્યું 2025-30 માટે વિકાસની બ્લુપ્રિન્ટ તૈયાર! ફરી CM નહીં બનવા દઉં!

બિહારમાં વિધાનસભાની ચૂંટણીની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અને હાલના સમયમાં બિહારમાં મોટી મોટી પાર્ટીઓમાં પણ સીટોનું ગણિત ચકડોળે ચડેલું છે, બિહારમાં હજુ સુધી ભાજપ, કોંગ્રેસ, રાજદ જેવી અડીખમ પાર્ટીઓએ પણ તેમના ઉમેદવારોના નામ જાહેર કર્યાં નથી. પરંતુ હાલ બિહારમાં જોરશોરથી ચાલી રહેલી ચૂંટણીની તૈયારીઓ દરમિયાન એક પુષ્પમ પ્રિયા ચૌધરી નામની યુવતી એકાએક આકર્ષણનું કેન્દ્ર બની છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી, Pushpam Priya Chaudhary
ફોટો સોશિયલ મીડિયા

હા! આ યુવતીનું નામ છે પુષ્પમ પ્રિયા ચૌધરી. આ યુવતીએ એક ચોંકાવનારી જાહેરાત કરી છે. તેણીએ બિહારમાં ધારાસભ્ય નહીં, મંત્રી પણ નહીં, પરંતુ ડાયરેક્ટ મુખ્યમંત્રી બનવાની જાહેરાત કરી છે. તેણીએ આ હેતુથી પોતાની એક પાર્ટી પણ બનાવી છે જેનું નામ પ્લુરલ્સ પાર્ટી રાખ્યું છે, તેણી પોતે જ આ પાર્ટીની અધ્યક્ષ છે. જેના એક્ટીવ કાર્યકરો પણ છે. આગામી સમય માં બિહાર વિધાનસભા ચુંટણી માં ઝંપલાવશે પણ.

પુષ્પમ પ્રિયા ચૌધરી, Pushpam Priya Chaudhary
ફોટો સોશિયલ મીડિયા

પુષ્પમ પ્રિયા ચૌધરી આ વર્ષની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 2 સીટો પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે. જેમાંથી એક સીટ પટનાના બાંકીપુર વિધાનસભા છે, અને બીજી છે ઉત્તર બિહારની બીસ્ફી વિધાનસભા સીટ છે. ગુરૂવારના દિવસે તેણીએ આ અંગે જાહેરાત કરી હતી કે, તેણી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. જેમાંથી એક મગધમાંથી હશે અને બીજી મીથિલાથી બીસ્ફી વિધાનસભા છે. આ પુષ્પમ પ્રિયા ચૌધરી એ આબાબતે સત્ત્વર જાહેરાત પણ કરી દીધી છે. પુષ્પમ પ્રિયા ચૌધરી માત્ર જાહેરાતથી ના અટકી તેણીની એ ત્યાં પ્રચાર પણ શરુ કરી ધીધો છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી, Pushpam Priya Chaudhary
ફોટો સોશિયલ મીડિયા

સોશિયલ મીડિયાના સહારે, લોકોનું ધ્યાન ખેંચનારી આ યુવતી પોતાના વિશે માહિતી આપતા લખે છે કે, મેં ઈસ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ સસેક્સ, ડેવલપમેન્ટ સ્ટડીઝમાં અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યુ છે. તથા ચાણક્યના જણાવ્યા મુજબ, ઉપયોગી વિષયો જેવા કે પોલિટિક્સ, ફિલોસોફી અને ઈકોનોમિક્સનું મેં ઉંડાણપૂર્વક સ્ટડી કર્યું છે. સાથે જ મેં વિકસીત સમાજમાં પોલિસીમેકિંગનું પણ કામ કર્યુ છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી
ફોટો સોશિયલ મીડિયા

પુષ્પમ પ્રિયા ચૌધરી થોડાક સમય અગાઉ જ દરભંગામાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે, હવે તે નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી નહી બનવા દે. ન તો હવે બિહારમાં એનડીએની સરકાર બનશે. કેમ કે, પ્લૂરલ્સ પાર્ટી તેમને આમ કરવા નહિ દે. અહીંની જનતા તેમને સરકાર બનાવવા દેશે નહીં. સાથો સાથ તેણીએ જણાવ્યું હતું કે, તે પોતે બિહારની મુખ્યમંત્રી બનીને ત્યાંના શાસનમાં સુધારો કરશે.

પુષ્પમ પ્રિયા ચૌધરી, Pushpam Priya Chaudhary
ફોટો સોશિયલ મીડિયા

પોતાને બિહારના મુખ્યમંત્રી પદની ઉમેદવાર તરીકે જાહેરાત કરી ચુકેલી પુષ્પમ અસલમાં જનતા દળના નેતા વિનોદ ચૌધરીની દિકરી છે અને લંડનમાં રહે છે. પોતાની પોલિટિકલ પાર્ટી પ્લૂરલ્સની જાહેરાત કરતા પુષ્પમ લખે છે કે, જે લોકો બિહારને પ્રત્યે પ્રેમ છે અને પોલિટિક પ્રત્યે નફરત, તેમના માટે આ એક પ્લેટફોર્મ છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી, Pushpam Priya Chaudhary
ફોટો સોશિયલ મીડિયા

બિહારને સુધારવાની જરૂર છે અને તે થઈ શકે તેમ છે. પુષ્પમ સત્તામાં રહેલા નેતાઓની તાકાત છીનવી, તેમની જોડેથી અધિકારી છીનવવાની વાત પણ કરી રહી છે. તેણીએ ફેસબુક અને ટ્વીટર પર પણ આ વિશે માહિતી આપતા કહ્યું છે કે, અમારી પાર્ટીએ 2025 અને 2030 ના સમયગાળા સુધી બિહારનો સારામાં સારો વિકાસ થાય તેનો રોડમેપ નક્કી કરી તેની બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે.

પુષ્પમ પ્રિયા ચૌધરી, Pushpam Priya Chaudhary
ફોટો સોશિયલ મીડિયા

જાહેરાતમાં કહ્યા મુજબ, પુષ્પમ પ્લૂરલ્સ પાર્ટીની અધ્યક્ષ છે અને તેણીએ ટ્વીટર પર આપેલી વિગતો મુજબ તેણીએ ઈંગ્લેન્ડમાં ઈસ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ સ્ટડીઝ યુનિવર્સિટી ઓફ સસેક્સ, ડેવલપમેન્ટ સ્ટડીઝમાં અને લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર્સ કર્યુ છે. અને ચાણક્યના જણાવ્યા મુજબ, જીવન ઉપયોગી વિષયો પોલિટિક્સ, ફિલોસોફી તથા ઈકોનોમિક્સનો મેં ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. અને સાથો સાથ મેં વિકસીત સમાજમાં પોલિસીમેકિંગનું પણ કામ કરેલું છે.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!