IndiaPolitics

સત્તા ગુમાવ્યા બાદ ભાજપને છત્રપતિ શિવાજી યાદ આવ્યા! મોદી શાહ થયા હતાશ??

ગત વર્ષે યોજાયેલી ચૂંટણીમાં પરિણામ બાદ હાઈપ્રોફાઈલ ડ્રામાં બાદ મહારાષ્ટ્રમાં ભાજપ અને દેવેન્દ્ર ફાદાનવીસ સરકારની વિદાય થઈ હતી બસ ત્યારથી ભાજપ અને શિવસેના વચ્ચે ચડસભડસ થયાં કરે છે. નાના મોટા મુદ્દે ભાજપ શિવસેના ને તો શિવસેના ભાજપને ટાર્ગેટ કરવાનું ચૂકતા નથી. દરેક મુદ્દે આમને સામને હોય છે ચાહે તે વિધાનસભામાં હોય કે જાહેરમાં ભાજપ શિવસેના એક બીજા સામે બંદૂક તાંકેલી જ રાખતા હોય છે. એક સમયે આ બંનેની જોડી શોલેના જય વિરુ જેવી હતી વર્ષોથી અકબંધ અને સૌથી સલામત ગઢબંધન માનવામાં આવતું હતું. પરંતુ મહારાષ્ટ્ર ચૂંટણી બાદ ભાજપ શિવસેનાએ પોતાના રસ્તા બદલી નાખ્યા. હવે સત્તા ગુમાવ્યા બાદ ભાજપને એકાએક છત્રપતિ શિવાજી યાદ આવી રહ્યા છે.

છત્રપતિ શિવાજી
ફોટો સોશિયલ મીડિયા

મહારાષ્ટ્રમાં જ્યારથી મહાવિકાસ આઘાડી એટલે કે શિવસેના+ એનસીપી+ કોંગ્રેસ ની ગઢબંધન સરકાર બની છે ત્યારથી રોજ નવો વિવાદનો વંટોળ ઉઠી રહ્યો છે. ફરીથી ભાજપ દ્વારા ઉદ્ધવ ઠાકરે સરકાર સમક્ષ એક નવો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓમાં વધારો કરવાના આશયે ભાજપ દ્વારા પાસા ફેંકવામાં આવ્યા છે. પરંતુ ઉદ્ધવ ઠાકરે પણ તેમના પિતા બાલાસાહેબ ઠાકરે પાસેથી રાજકીય આંટીઘૂંટી શીખીને રાજકારણમાં આવ્યા છે. વિવાદ બને તે પહેલાં જ ભાજપને આરોપી બનાવી દીધા. અને જે બાબતે ભાજપ મહાવિકાસ આઘાડી સરકારને ઘેરવાના સપના જોતું હતું તેમાં પોતેજ ઘેરાઈ ગયું છે.

છત્રપતિ શિવાજી
ફોટો સોશિયલ મીડિયા

વાત જાણે એમ છે કે, તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ મહારાષ્ટ્રના ઔરંગાબાદની મુલાકાતે હતા. જ્યાં રાજકીય ભાષણો ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સ્ટાઇલમાં ઉદ્ધવ સરકાર પાસે માંગણી કરી અને આરોપ પણ લગાવ્યા. ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરી નાખવું જોઈએ. નામ બદલવા બાબતે ઉદ્ધવ ઠાકરે સમક્ષ વિવાદનો વંટોળ ઉઠે તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી કારણ કે આ માંગણી આજની નહીં ઘણા સમયથી હતી પરંતુ ભાજપ દ્વારા સત્તામાં રહેતા યેનકેન પ્રકારે પાછળ ઠેલવામાં આવી રહી હતી.

છત્રપતિ શિવાજી
ફોટો સોશિયલ મીડિયા

ઉદ્ધવ ઠાકરે દ્વારા ભાજપના એજન્ડાને સમજીને અને મુદ્દાને લપકી ભાજપને તેના જ મુદ્દે આરોપી બનાવી દેવામાં આવ્યું. શિવસેનાના મુખપત્ર સામનામાં આ વિશે અગ્રલેખમાં જણાવાયું હતું કે, સત્તા ગુમાવ્યા પછી હવે ભાજપને છત્રપતિ શિવાજી અને એમના વારસદારો યાદ આવ્યા છે. ભાજપ પાંચ વર્ષ મહારાષ્ટ્રમાં સત્તા પર હતી ત્યારે એ લોકોને આ વાત યાદ આવી નહોતી!? શિવસેનાએ પોતાન મુખપત્ર સામના દ્વારા ભાજપને તેમની જ રાજરમતમાં ફસાઈ દેવામાં આવ્યું છે અને ભાજપની સ્થિતિ એવી થઈ ગઈ છે કે, સવાલ કરનાર જ જવાબ શોધવા મંડ્યા છે.

છત્રપતિ શિવાજી
ફોટો સોશિયલ મીડિયા

તો શિવસેનાના મુખપત્રક સામનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રશંસા પણ કરવામાં આવી હતી. અને દેવેન્દ્ર ફડનવીસ પર આડકતરું નિશાન સાધતા લખ્યું હતું કે, જુઓ યોગીજી મુખ્યમંત્રી બન્યા બાદ અલાહાબાદનું નામ પ્રયાગરાજ કરી નાખ્યું જે કહ્યું તે કર્યું હતું અને તમે સત્તા પર હતા ત્યારે ઔરંગાબાદનું નામ બદલી દેતાં તો તમને કોણ રોકતું હતું. પરંતુ હવે સત્તા ગુમાવી એટલે તમને છત્રપતિ શિવાજી યાદ આવી રહ્યા છે? તમને છત્રપતિ શિવાજી ના વારસદારો સત્તા છીનવાઇ ગયા બાદ યાદ આવી રહ્યા છે?

છત્રપતિ શિવાજી
ફોટો સોશિયલ મીડિયા

આટલે ના અટકતા ભાજપ અને ભાજપ નેતાઓ પર જબરદાસગ નિશાન સાધતાં સામનામાં શિવસેનાએ જણાવ્યું કે, ભાજપના સત્તાવિહોણા નેતાઓ હવે આડીઅવળી વાતો કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા મથી રહ્યા છે. લોકો તેમની અસલિયત ઓળખી ચૂક્યા છે. હવે લોકો તમારી વાતોમાં આવવાના નથી લોકો તમારી વાતોથી ભરમાવાના નથી. ભાજપે વહેલામાં વહેલી તકે આ બાબત સમજી લેવી જોઈએ. ઉલ્લેખનીય છે કે, શિવસેનાએ ફરિયાદી ભાજપને જ આરોપી બનાવી દીધું છે. જ્યારે ભાજપ પોતે જ કરેલા સવાલનો જવાબ શોધવા મજબૂર બની ગયું છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!