
છેલ્લા કેટલાક દિવસોથી દેશભરમાં નાગરિકતા સુધારણા કાયદાને લઈને વાતાવરણ ગરમ છે. ત્યારે સોશિયલ મીડિયાથી લઈને શેરી સુધી ઘણા લોકો આ કાયદા સામે અવાજ ઉઠાવી રહ્યા છે. આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભ અને ભાજપના સંબિત પાત્રા વચ્ચે સીએએ અંગે યોજાયેલી એક ટીવી ડિબેટમાં જબરદસ્ત ટક્કર થઈ હતી. સંબિત પાત્રા અને ગૌરવ વલ્લભને હાલ લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જ્યારે તેઓ આમનેસમને હોય ત્યારે. પરંતુ આ વખતે ડિબેટ ડિબેટમાં વાત એટલી બધી વધી ગઈ કે ભાજપના પ્રવક્તાએ કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભને તેમના પેન્ટનું માપ અને તેમના દરજીનું નામ પણ પૂછી લીધું હતું!

હકીકતમાં થયું એવું કે એક ખાનગી હિન્દી ન્યૂઝ ચેનલ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા પર ડિબેટનું આયોજન કર્યું હતું તેમાં ભાજપ તરફથી રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને કોંગ્રેસ તરફથી રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભ હાજર હતા. આ ડિબેટમાં સીએએ પર ચર્ચા ચાલી રહી હતી. આ ચર્ચામાં બંને વચ્ચે ઘણી નોક્ઝોક થઈ હતી. ચર્ચાના એક તબક્કે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભને કાંકરીચાળો કરતાં કહ્યું કે ગૌરવ વલ્લભે આ નાગરિકતાનો કાયદો વાંચ્યો જ નથી અને એમનેમ ચર્ચામાં આવી ગયા છે. બસ પછી શું સંબિત પાત્રાની ફરી બોલતી બંધ કરવા માટે ગૌરવ વલ્લભને જે જોઈતું હતું એ મળી ગયું!

ગૌરવ વલ્લભે સંબિત પાત્રાની વાત સાંભળીને શાંતિથી કહ્યું, “સારું, માની લઈએ કે મેં તે વાંચ્યું નથી… ચાલો તમે તો વાંચ્યું છે ને? તમે જ જણાવો કે નાગરિકતા સંશોધન કાયદાના સત્તાવાર ગેજેટમાં કેટલા પાના છે?” ગૌરવ વલ્લભનો આ સવાલ સાંભળતાં જ સંબિત પાત્રા નાના બાળકની જેમ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે હું નહીં કહું. વારંવાર વાર સંબિત દ્વારા આ જણાવવામાં આવ્યું કે હું નહીં કહું. સંબિતે કહ્યું કે ગૌરવ વલ્લભે શાળાના શિક્ષક જેવા પ્રશ્નો પૂછવાનું બંધ કરવું જોઈએ. તેમ છતાં, ગૌરવ વલ્લભ અડગ રહ્યા અને કહ્યું કે એકવાર સંબિત પાત્રા જણાવી દે કે નાગરિકતા સંશોધન કાયદાના સત્તાવાર ગેજેટમાં કેટલા પાના છે તો હું તેમને માની જઈશ.

સંબિત પાત્રાએ પહેલા ઘણી વખત ના પાડી કે હું કહીશ નહીં પણ ગૌરવ વલ્લભ અડગ રહ્યા હતાં અને વારંવાર આ સવાલ પૂછતાં અંતે સંબિત પાત્રાએ અચાનક કહ્યું કે નાગરિકતા સંશોધન કાયદાના સત્તાવાર ગેજેટમાં 4 પાના છે. બસ કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે સંબિત પાત્રાને અહીં પકડી પડ્યા અને કહ્યું કે તમારું જુઠ સામે આવી ગયું છે. સત્તાવાર ગેજેટમાં 4 પાના નથી. ગૌરવ વલ્લભ વધારે આક્રમક બન્યા અને શબ્દ બાણથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું અને કહ્યું કે દેશ તમને જોઈ રહ્યો છે, તમને સત્તાવાર ગેજેટમાં કેટલા પેજ છે તે પણ તમે જાણતા નથી અને તમે ડિબિટ કરી રહ્યા છો!? સામે બેઠેલી જનતા માંથી ચિચિયારીઓ અને તાળીઓના ગડગડાટ થવા લાગ્યા. સંબિત પાત્રા સાથે ભાજપ ખેમો એકદમ શાંત થઈ ગયો હતો.

આ ગરમાં ગરમી અને કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભને પોતાની પર હાવી થઈ જતા જોઈને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા ચિઢાઈ ગયા. અને આજ બળતરામાં સંબિત પાત્રએ કહ્યું કે મુદ્દાની વાત કરો, જો તમને આમ જ પ્રશ્ન પૂછવા હોય તો મને કહો કે તમારું પેન્ટ જે દરજીએ સિવ્યું એનું નામ શુ છે? તમારા બુટનું માપ શુ છે? તમારા શર્ટની કંપની કઈ છે?” સંબિત જેટલા ઝડપથી સવાલ પૂછતાં એટલા ઝડપથી ગૌરવ વલ્લભ જવાબ આપતાં. તેમણે બુટના માપથી લઈને શર્ટની કંપનીનું નામ પણ આપ્યું. જે બાદ સંબિત વધારે ચિઢાઈ ગયા. આ બધા વચ્ચે ચર્ચાની દિશા બદલાતી જોઈને શોના એન્કરે વિક્ષેપ પાડ્યો અને બંનેને પાણી પીવા જણાવ્યું.

સંબિત અને ગૌરવની આ ચર્ચાનો વીડિયો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જબરદસ્ત ધૂમ મચાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો મોજ લઈ રહ્યા છે. આ પહેલા પણ સંબિત 5 ટ્રિલિયનના પ્રશ્ને શૂન્ય શોધવામાં ફજીહત ઝીલી ચુક્યા છે અને ફરીથી સંબિત પાત્રા ફજીહતને સામે ચાલીને આમંત્રણ આપવા ગૌરવ વલ્લભ પાસે પહોંચ્યા. કેટલાક યુઝર દ્વારા મઝા લેવામાં આવી કે સંબિત પાત્રા અને ભાજપના સમર્થકોમાં ગૌરવ વલ્લભના નામની એટલી દહેશત છે કે ગૌરવ વલ્લભનું નામ પડતા ડિબેટમાં નહીં આવવાના કારણો આપવા લાગે છે. કોંગ્રેસ સમર્થકે કોમેન્ટ કરી છે કે, ભાજપ સમર્થકોમાં ગૌરવ વલ્લભ નામની દહેશત છે જે ડિબેટમાં ભાજપ પ્રવક્તાઓ માટે એક ત્રાસદી બનીને આવે છે.

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ પહેલા આવી જ એક ડિબેટ દેશભરમાં ચાલી રહી હતી 5 ટ્રીલિયન ઇકોનોમીની અને એક ડિબેટમાં ગૌરવ વલ્લભ અને સંબિત પાત્રા ફરી આમને સામને હતાં ત્યારે ડિબેટમાં 5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાની ચર્ચા થઈ રહી હતી. એ ચર્ચામાં સંબિત પાત્રા દ્વારા કાંકરીચાળો કરવામાં આવતાં ગૌરવ વલ્લભે સંબિતને પૂછ્યું હતું કે, તમે લોકો 5 ટ્રિલિયનની વાત કરી રહ્યા છો, પણ તમે જાણો છો કે 5 ટ્રીલિયનમાં કેટલા શૂન્ય આવે છે? ગૌરવ વલ્લભના આ સવાલનો જવાબ આપવા માટે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રા અસમર્થ હતાં. જે બાદ લોકો સંબિતને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરતાં હતાં અને શૂન્ય કેટલા આવે તેવા સવાલો કરતાં હતાં.

- આ પણ વાંચો…
- ઝારખંડ માં ભાજપને બહુમતીમાં સરકાર બનાવતાં કોઈ રોકી શક્યું ના હોત જો ભાજપે…
- હારની હારમાળા બાદ પણ ભાજપ માટે ઝારખંડ થી આવ્યા સારા સમાચાર!
- મોદી સરકાર થી જનતાનો મોહભંગ કે પછી મોદી શાહને રાજ્યો જીતવામાં રસ નથી? જાણો!
- પેટાચૂંટણી જીતેલા આ ધારાસભ્ય આવ્યા ખેડૂતોની વહારે! તીડ સંક્રમિત ખેતરોનું જાતે જઈને કર્યું નિરીક્ષણ!