IndiaPolitics

મોદી સરકાર થી જનતાનો મોહભંગ કે પછી મોદી શાહને રાજ્યો જીતવામાં રસ નથી? જાણો!

હાલ દેશની જનતાનો મુડ ભાજપ, મોદી સરકાર વિરોધી લાગી રહ્યો છે કરણ કે છેલ્વલા બે વર્ષમાં ભાજપે ઝારખંડ રૂપે સાતમાંમાં રાજ્યમાં સત્તા ખોઈ છે. ક્યાંક ને ક્યાં જનતાને મંદી, બેરોજગારી, ખેડૂત બદહાલી જેવા મુદ્દાઓ અસર કરી રહ્યા છે તો આ મુદ્દે દેશની જનતા પણ હવે ખુલ્લે આમ આવી રહી છે. સતત હાર અને વિરોધનો સામનો કરી રહેલી ભાજપ સરકારને જોતાં તેના સાથી પક્ષો એટલે કે એનડીએના ઘટક દળો પણ હવે ધીમે ધીમે કરીને ભાજપથી અલગ થવા લાગ્યા છે. તો સાથી પક્ષો સાથે પણ અહંકારી વર્તન એનડીએમાં ફૂટનું એક કારણ છે. વર્ષોથી જે ઘાતક દળો સાથે હાટ તેજ ઘટક દળો ભાજપ સામે માજબૂતાઈથી લડત લડી રહ્યા છે. જેના મુળમાં અહંકારી વર્તન, જનવીરોધી નિર્ણય છે.

ઝારખંડ
ફોટો: સોસીયલ મીડિયા

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ ગઈ કાલે જાહેર થયું જેમાં ભાજપની કારમી હાર થઈ છે. સૌથી મોટી પાર્ટી ગણવામાં આવતી ભાજપ 81 સીટોની વિધાનસભામાં માત્ર 25 સીટોમાં સમેટાઈ ગઈ છે. તો કોંગ્રેસ+ ગઢબંધનને 47 સીટ મળી છે. ત્યાં પણ ભાજપના અહંકારી વર્તનને કારણે તેના સાથી પક્ષોએ ઝટકો આપ્યો હતો. એનડીએ ગઢબંધનના ઘટકદળ એવા આજશું અને કેન્દ્રીય પ્રધાન રામ વિલાસ પાસવાનની પાર્ટી લોજપાએ અલગ અલગ ચૂંટણી લડી હતી. જેના કારણે ક્યાંકને ક્યાંક ભાજપને નુકશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો ખુદ ભાજપના મુખ્યમંત્રી રાઘુવર દાસનો અહંકાર પણ ભાજપને નડ્યો. જેઓ ખુદ ચૂંટણી હાર્યા. હાર્યા એ પણ અપક્ષ કેન્ડીડેટ સામે જે ખુદ રાઘુવર સરકારમાં મંત્રી હતાં પરંતુ રાઘુવરના અહંકારી વર્તનના કારણે રાજીનામુ આપી રાઘુવર સામે લડ્યા અને જંગી મતોથી ચૂંટણી જીત્યા.

મહારાષ્ટ્ર
ફોટો: સોસીયલ મીડિયા

મહારાષ્ટ્રમાં પણ એકદમ મજબૂત સાથીદાર ગણવામાં આવતી શિવસેના દ્વારા ભાજપને મોટો ઝટકો આપવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રનું પરિણામ જોતા ગત વિધાનસભા કરતાં ભાજપને આ વખતે ઘણી ઓછી સીટ મળી છે. આ વખતે વિધાનસભામાં ભાજપને 105 સીટ મળી છે જે ગત વિધાનસભામાં મળેલ 122 સીટ કરતાં 17 સીટ ઓછી છે. તો બીજીતરફ એનસીપી કોંગ્રેસ શિવસેનાની સીટોમાં વધારો થયો છે. જેનો લાભ લઈને શિવસેના દ્વારા ભાજપ સાથે ગઢબંધન શરત મુજબ અઢી વર્ષ માટે પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી બને તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ ભાજપે શિવસેનાની આ માંગનો અસ્વીકાર કરતાં શિવસેના દ્વારા ગઢબંધન તોડીને પોતાની પાર્ટીનો મુખ્યમંત્રી બનાવવા એનસીપી કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા (AFP PHOTO / SAM PANTHAKY)

બીજી તરફ ગુજરાતમાં પણ યોજાયેલી પેટાચૂંટણી માં 6 બેઠક માંથી કોંગ્રેસ દ્વારા 3 જીતવામાં આવી હતી અને અમરાઈવાડી જેવી ભાજપના ગઢ સમાન ગણાતી બેઠક પર માત્ર પાંચ હજાર જેટલા વોટે કોંગ્રેસના ઉમેદવાર હાર્યા હતાં. જ્યારે થરાદ બેઠક જે 15 વર્ષ જેટલા સમયથી ભાજપ પાસે હતી જે ભાજપનો ગઢ ગણાય છે તે થરાદ બેઠક પર 15 વર્ષ બાદ કોંગ્રેસે વાપસી કરી છે જેમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતે ભવ્ય જીત મેળવી હતી. આ જોતા મોદી શાહનો જાદુ ઓસરી રહ્યો હોય અને ભાજપની દશા બેઠી હોય તેમ લાગી રહ્યું છે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

હરિયાણાની વાત કરીએ તો હમણાંજ ચુંટણી પૂર્ણ થઈ છે અને ભાજપને બહુમત મળી નથી જેમાં ભાજપે નવા નિશાળીયા જેજેપી સાથે ગઢબંધન કરીને સરકાર બનાવવી પડી છે. જેજેપી દ્વારા જે શરત મુકવામાં આવી હતી તે તમામ શરતો ભાજપે માનવી પડી હતી એટલું જ નહીં અમિત શાહ દ્વારા પણ જેજેપીને ઓફર કરવામાં આવેલી તે તેમણે ઠુકરાવી દીધી હતી અને કહ્યું હતું કે જેજેપી જે શરતો અને માંગણી કરે છે તે માન્ય હોય તો જ જેજેપી ભાજપને સમર્થન આપીને સરકાર બનાવશે. જેમાં જેજેપી દ્વારા ચાર પ્રધાન જેમાં કેબિનેટ કક્ષાના બે અને રાજ્ય કક્ષાના બે એમ ચાર પ્રધાનો માગ્યા હતા. જે ભાજપે આપવા પડ્યા હતાં તેમજ ઉપ મુખ્યમંત્રી પદ પણ આપવું પડ્યું હતું.

હરિયાણા
ફોટો: સોસીયલ મીડિયા

તો બિહાર માં પણ ભાજપને જેડીયું એક વાર ઝટકો આપી આપી ચૂક્યું છે અને આ વખતે પણ ભાજપ સાથે જેડીયુંનું ગઢબંધન ટકે છે કે કેમ તે એક ચર્ચાનો વિષય છે. નીતીશ કુમાર મોદી સરકાર ની ઘણી નીતિઓનો ખુલ્લે આમ વિરોધ કરી રહ્યા હોય છે અને બિહાર સરકારમાં પણ નીતીશ કુમાર ભાજપનું કે ભાજપના નેતાઓનું કશું ચાલવા દેતા નથી તે જગ જાહેર છે. આગામી ચૂંટણીમાં જેડીયું ભાજપ સાથે જાય છે કે નહીં તે હવે આગળ જોવું રહ્યું પરંતુ રાજકીય વિશ્લેષકોના મતે જેડીયું ભાજપ સાથે ગઢબંધન કોઈ ચોક્કસ શરતના આધારે જ કરશે.

મોદી સરકાર
ફોટો: સોસીયલ મીડિયા

તો આમ જોવા જઈએ તો દેશમાં ભાજપ મોદી સરકાર માટે હાલ કપરા ચઢાણ છે. તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ અને કોંગ્રેસ મજબૂત થઈ રહી છે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ, પંજાબ જેવા રાજ્યોમાં કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી રહી છે. તો આજ રાજ્યોમાં ભાજપની સ્થિતિ કથળતી જઇ રહી છે. નરેન્દ્ર મોદી અમિત શાહ દેશને કોંગ્રેસ મુક્ત કરવાની વાતો કરતાં હતાં પરંતુ અત્યારે હાલ એવા છે કે ભાજપ મોદી સરકાર ધીમે ધીમે પોતાની જમીન ખોઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે. અથવાતો હવે મોદી શાહને રાજ્યો જીતવામાં રસ નથી તેવું લાગી રહ્યું છે. જેવી રીતે ભાજપ રાજ્યો માંથી સત્તા ખોઈ રહ્યું છે તેમ લાગી રહ્યું છે કે ભાજપને માત્ર કેન્દ્રમાં સત્તા સિવાય બીજે ક્યાંય રસ રહ્યો નથી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!