
રોજ રોજ પાકિસ્તાન તરફથી થતા સિઝફાયર ઉલ્લંઘન અને ભારતમાં પાકિસ્તાની આતંકવાદીઓના હુમલા બાદ ભારતીય આર્મી હવે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યું છે. હજુ 19-20 ઓક્ટોબરના રોજ ભારતીય સેનાએ POKમાં આતંકિઓના ચાર લોન્ચ પેડ તોડી પાડ્યા હતાં જેમાં 5 જેટલા પાકિસ્તાની સૈનિક પણ ઠાર માર્યા હતા. જે જવાબી કાર્યવાહી હતી. પાકિસ્તાન તરફથી ઉશ્કેરણી વગર ફાયરિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય સૈનિક શાહિદ થયા હતા જેના પગલે ભારતે ફરી સર્જીકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો હતો.

પરંતુ હજુ પણ પાકિસ્તાનની નાપાક હરકતો ચાલુ જ છે. જેના પગલે ભારતે હવે મોટી સર્જીકલ સ્ટ્રાઈક કરવાનું મન બનાવ્યું હોય તેમ ભારત પાક સીમા પર ભારતીય આર્મી ના લગભગ 40,000 થી વધારે સૈન્યને એક્ટિવ કરી દીધા છે અને પાકિસ્તાન સામે જો યુદ્ધ થાય તો 48 કલાકમાં યુદ્ધમાં વિજય મેળવી લેવામાં આવે તેવા યુદ્ધઅભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. ભારતીય આર્મી એ તેની ફાયરપાવર અને જમીની તેમજ વાયુ લડાઇની તૈયારીઓનો અભ્યાસ કર્યો હતો. આ યુદ્ધાઅભ્યાસના પડઘા છેક પાકિસ્તાન સુંધી પહોંચ્યા હતાં પરિણામે પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

સોમવારે ભારત પાક બોર્ડર પર જેસલમેરના પોકરણ ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં સિંધુ સુરક્ષા વ્યાયામ હેઠળ આ તમામ યુદ્ધઅભ્યાસની બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી હતી જેમાં 40,000 કરતાં વધારે સૈન્યએ ભાગ લીધો હતો. જે ભોપાલ સ્થિત સ્ટ્રાઇક કોર્પ્સ સુદર્શન ચક્ર કોર્પ દ્વારા ભારતીય સૈન્યની સધર્ન કમાન્ડ હેઠળ શરૂ કરવામાં આવી છે. ભારતીય સેનાની આ કવાયતમાં ભારતીય આર્મી સાથે સાથે ભારતીય વાયુ સેના પણ શામેલ છે. આ કવાયત વર્ષના અંત સુંધી એટલે કે 5 ડિસેમ્બર સુધી અલગ અલગ તબક્કામાં ચાલશે.

આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ દુશ્મન પર માત્ર 48 કલાકમાં વિજય મેળવવાનો અને તેમની પર હાવી થઈ જવાનો છે. આર્મીના 21 સ્ટ્રાઈક કોર્પ્સે સિંધુ સુદર્શનમાં સોમવારે પોખરણ ફાયરિંગ રેન્જ પર યુદ્ધની જેમ સમગ્ર પરિસ્થિતિનું સર્જન કર્યું હતું. જેમાં ભારતીય આર્મી ના તમામ સાધનો જેવા કે ટેન્કો, બંદૂકો, રોકેટ લોંચર વગેરે શામેલ હતાં અને રિયલમાં જે યુદ્ધ થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના કારણે આ યુદ્ધઅભ્યાસના વિસ્ફોટ અને ધડાકાઓ છેક પાકિસ્તાન સુંધી પહોંચ્યા હતા જેના બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને સરહદ પર હલચલ વધી જવા પામી હતી.

ભારતીય આર્મી દ્વારા જારી કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સમગ્ર વાતાવરણ યુદ્ધની પરિસ્થિતિ જેવું છે જેમાં ધુળના વાદળો અને વિસ્ફોટ બાદ નીકળતા ધુમાળાઓ જોઈ શકાય છે. જેમાં દેખાઈ રહ્યું છે કે, યુદ્ધની જેમ વાયુ સેનાના હેલિકોપ્ટર દ્વારા એક પછી એક બૉમ્બ વિસ્ફોટ અને ફાયરિંગ કરવામાં આવી રહ્યા છે, તો રોકેટ લૉન્ચર દ્વારા રોકેટ ફાયરિંગ થઇ રહ્યા છે. સૈન્યની આ કવાયતમાં હેલિકોપ્ટર ધ્રુવ, બોફોર્સ તોપ, મલ્ટીપલ રોકેટ લોન્ચર, ટી -90 ટેન્ક, બીએમપી પિનાકા રોકેટ લોન્ચર, સાલ્ટમ ગન, 105 એમએમ ગન, ગ્રેનેડ રોકેટ વગેરે જેવા સૈન્ય સાધનો દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભરતીય આર્મી સમયાંતરે પોતાની યુદ્ધ વ્યૂહરચનામાં ફેરફાર કરતી રહે છે. જેના પગલે હાલ આ યુદ્ધઅભ્યાસ ચાલી રહ્યો છે. હાલની વ્યૂહરચનાની વાત કરીએ તો નવી વ્યૂહરચના અંતર્ગત માત્ર 48 કલાકમાં જ દુશ્મન પર જબરદસ્ત પ્રહાર કરી તેના પર હાવી થઈ જઈને યુદ્ધમાં વિજય મેળવવાની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી છે. બસ એજ વ્યૂહરચનાને ચકાસવામાં માટે પોખરણમાં 40 હજારથી વધુ સૈનિકો બે મહિના સુંધી પરસેવો પાડશે. આ કવાયતમાં ભારતીય આર્મીની વિવિધ પાંખ વચ્ચે સંકલન દર્શાવાઈ રહ્યું છે. આ કવાયત બે મહિના સુંધી એટલે કે 5 ડિસેમ્બર સુંધી ચાલશે જે પૂર્ણ થયા બાદ તેની સંભવિતતાનું મૂલ્યાંકન કરવામાં આવશે અને આગળ ભવિષ્યમાં ક્યારેય પણ યુદ્ધની પરિસ્થિતિ સર્જાય તો આ વ્યૂહરચનાનો અમલ કરવામાં આવશે.

- આ પણ વાંચો…
- હરિયાણા માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે! ભાજપ ગુમાવી શકે છે સત્તા! જાણો!
- બીગબોસ કન્ટેન્સ્ટન્ટે બિકીનીમાં પોસ્ટ કર્યા હોટ ફોટોસ, શરીર પરના નિશાન વિષે કહ્યું
- હાર્દિક પટેલ નો લેટર બોંબ! કર્યા મોટા ખુલાસા! રાજકારણ ફરી ગરમાયુ! જાણો!
- મોદી સરકાર ને વધુ એક ઝટકો! વધુ એક ખરાબ સમાચાર! જાણો!
- આ અભિનેત્રીએ પોતેજ શેર કરી નાખ્યો પોતાનો જ ન્યૂડ સીન! પછી શું થયું જાણો!
- આ અભિનેત્રીએ કહ્યું 15 લોકો વચ્ચે મારે કપડાં ઉતારી એક સીન શૂટ કરવાનો હતો અને પછી…
- આ ગુજરાતી અભિનેત્રીએ પોસ્ટ કર્યા હોટ ફોટોસ! સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચા! જાણો!