EntertainmentSocial Media Buzz

બીગબોસ કન્ટેન્સ્ટન્ટે બિકીનીમાં પોસ્ટ કર્યા હોટ ફોટોસ, શરીર પરના નિશાન વિષે કહ્યું

હાલના સમયમાં સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. ફિલ્મ હોય કે ટેલિવિઝન સેલિબ્રિટી દરેક લોકો સોશિયલ મીડિયાના મહત્વનો જોતા વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. અભિનેતા અને અભિનેત્રી પોતાના ફેન્સ વધારવા માટે ખાસ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર અને ફેસબુક જેવા મોટા સોશિયલ મીડિયાના માધ્યમ પર વધારે એક્ટિવ રહે છે. અને પોતાના વેકેશનના, પ્રવાસના, નવી ફિલ્મ કે સિરિયલ કે વેબ સીરીઝના ફોટોઝ, પ્રોમો કે ટ્રેલર પોસ્ટ કરતાં હોય છે. અને પોતાની એક્ટિવિટી તેમના ફેન્સ સાથે શેર કરીને કનેક્ટેડ રહે છે. કામ્યા પંજાબી પણ સોશિયલ મીડિયા પાર એક્ટિવ રહે છે.

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

અને ફેન્સ પણ પોતાના ચહિતા સેલિબ્રિટીની એક્ટિવિટી ક્લોથિંગ અને સ્ટાઇલ માટે તેમને સોશિયલ મીડિયામાં ફોલો કરતાં હોય છે. એવીજ રીતે બીગબોસ કન્ટેન્સ્ટન્ટ રહી ચુકેલી હોટ અભિનેત્રી કામ્યા પંજાબી પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. કામ્યા પંજાબી ટેલિવિઝન અભિનેત્રી છે. તે જનરલી હિંદી ટેલિવિઝન સિરિયલ્સમાં નેગેટિવ રોલમાં જોવા મળે છે. અને હાલ તેના અભિનયના ચારે તરફ વખાણ થઈ રહ્યા છે. કામ્યા પંજાબી વર્ષ 2013 માં આવેલા બીગબોસ 7 માં પણ ભાગ લઈ ચુકેલી છે.

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

કામ્યા પંજાબી હાલમાં કલર્સ ચેનલના ધારાવાહિક શક્તિ – અસ્તિત્વ કે અહેસાસ કી માં અભિનય કરી રહી છે. જેમાં તેના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. જે જોતા ધીમે ધીમે તેની પોપ્યુલારીટી અને ફેન ફોલોવિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. અને સોશિયલ મીડિયા પર તે ધૂમ મચાવી રહી છે. ટીવી એક્ટ્રેસ અને બિગ બોસ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાના પર્શનલ ફોટોસ પણ પોસ્ટ કરે છે. હાલમાં કામ્યા પંજાબી એ પોસ્ટ કરેલી તસ્વીરોએ સોશિયલ મીડિયા સાથે બી ટાઉનના પેજ થ્રિ પર પણ ચર્ચા જગાવી છે.

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

કામ્યા એ સોશિયલ મીડિયા સાઇટ પર બિકીનીમાં મુકેલી તસવીરો હાલમાં ચર્ચામાં છે. કામ્યા પંજાબી ના લગ્ન બંટી નેગીએ સાથે થયેલા જેના થકી તેને એક બાળક પણ છે પરંતુ આ લગ્નનો વર્ષ 2013માં અંત આવેલો. હાલ કામ્યા શલભ ડાંગને ડેટ કરી રહી છે. શલભ ડોક્ટર છે. અને તે પણ એક બાળકનો પિતા છે. કામ્યા અને શલભ બન્ને પોતાના સંતાનો સાથે હાલમાં તો દુબઈમાં વેકેશનની મઝા માણી રહ્યા છે. કામ્યા પંજાબી એ પોતાના સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર કેટલીક તસવીર શેર કરી છે જે ભારે ચર્ચામાં છે. એક બાળકની માતા હોવા છતાં પણ આજની અભિનેત્રીઓ કરતાં ફિટ અને હોટ ફિગરની ફોટો પોસ્ટ કરીને ચર્ચા જગાવી છે.

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

કામ્યા પંજાબી એ મુકેલા ફોટોમાં તે બિકીનીમાં દુબઈના સમુદ્ર કિનારે સ્વીમિંગ કરતી જોવા મળી રહી છે. અન્ય એક તસવીરમાં તે સ્વીમિંગ પૂલની પાસે બેઠી છે અને તેની પીઠ દેખાઈ રહી છે. જેમાં તે એકદમ હોટ દેખાઈ રહી છે. આ હોટ તસવીર સાથે સાથે કામ્યા એ ઇમોશનલ અને મોટીવેટેડ કેપશન પણ મૂક્યું છે. જેમાં તેના ફેન્સ અને કેટલાય ચાહકો દ્વારા પણ મોટીવેટેડ કોમેન્ટ કરવામાં આવી હતી કામ્યાના બોયફ્રેન્ડ શલભ દ્વારા પણ આ પોસ્ટ પર કોમેન્ટ કરવામાં આવી છે અને લખ્યું છે કે, “મને તારી પર ગર્વ છે માય લવ”.

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

કામ્યા પંજાબી એ શેર કરેલી તસવીર સાથે પોતાના શરીર પર જોવા મળતી નિશાની વિષે કેપશન મૂક્યું છે. જેમાં તેણે લખ્યું છે કે, મારું શરીર મારું કેનવાસ છે, દરેક ચિહ્ન એક વાર્તા કહે છે અને મને યાદ અપાવે છે કે, હું કેટલી બહાદુર છુ અને તેના માટે મારે કેટલી કિંમત ચુકવવી પડી છે. દરેક બિંદુ જે કોઈ ચોક્કસ જગ્યાએ છે, પહેલા પોતાના પાગલપનમાં છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો અને દરેક વખત બદલાતુ વજન જે ક્યારેક મારા બાળકો અથવા ક્યારેક મારા જમવાના કારણે થયું હતું. મને મારી માલિકીના મારા આ કેનવાસ પર ગર્વ છે, અને આવનારા વર્ષોમાં મારી ઇચ્છાઓના બ્રશથી તેને ભરવાની રાહ જોઇ શક્તી નથી…!!!

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, કામ્યા ટેલીવિઝન ક્ષેત્રે શશશ… કોઈ હૈ, કેહતા હૈ દિલ, કયું હોતા હૈ પ્યાર, પિયા કા ઘર, કમાલ, અસ્તિત્વ, શક્તિ અને બિગબોસ ૧૦, બિગબોસ ૧૨ અને કિચન ચેમ્પિયન વગેરે ધારાવાહિકમાં અને રીયાલીટી શો માં અભિનય કરી ચુકી છે. હાલ માં જ એક ઈન્ટરવ્યૂમાં કામ્યાને પોતાની રિલેશનશિપ વિશે સવાલ કરવામાં આવ્યો હતો અને તેના જવાબમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે ટુંક સમયમાં પોતાના સંબંધને લગ્નમાં બદલશે. મતલબ કામ્યા પંજાબી ટૂંક સમયમાં પોતાના બોયફ્રેન્ડ સાથે લગ્નના બંધનમાં બંધાઇ જાય તો નવાઈ નહીં. પરંતુ હાલતો કામ્યાએ સોશિયલ મીડિયામાં પોતાની હોટ તસવીરો પોસ્ટ કરીને ચર્ચા તો જગાવી જ દીધી છે.

કામ્યા પંજાબી
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!