EntertainmentSocial Media Buzz

અભિનેત્રી રાધિકા આપ્ટે એ કબુલ્યું શૂટિંગ પહેલા એક્ટરે મારા પગે ગલી કરી પછી…

રાધિકા આપ્ટે એવું નામ જેનાથી ભાગ્યેજ કોઈ અજાણ હશે! બોલીવુડમાં ટૂંક સમયમજ પોતાની આગવી ઓળખાણ બનાવનાર 34 વર્ષીય અભિનેત્રીએ ઘણા મોટા ખુલાસા કર્યા છે. પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી રાધિકા બોલવામાં પણ બેબાક છે અને પોતાની એક્ટિંગની જેમ જ ફિયરલેસ છે. રાધિકા આપ્ટે હિંદી, મરાઠી, તેલુગુ, મલયાલમ, બંગાળી વગેરે જેવી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે. તેના માટે કોઈપણ ભાષા હવે અઘરી નથી. તે દરેક પ્રકારની ફિલ્મ અને રોલ માટે સંપૂર્ણ તૈયાર જ હોય છે.

રાધિકા આપ્ટે
ફોટો: સોસીયલ મીડિયા

રાધિકા આપ્ટેએ બોલીવુડમાં વર્ષ 2005માં ફિલ્મ વાહ! લાઇફ હો તો એસી થી ડેબ્યૂ કર્યું હતું અને પછી તેણે બોલીવુડમાં પાકગુ વાળીને જોયું નથી. લાઈફમાં ઘણા ઉતાર ચડાવ પણ આવ્યા પણ ક્યારેય થાકી નથી. દરેક ફિલ્મ માં હંમેશા બોલ્ડ અને બ્યુટીફૂલ શોટ આપવા માટે તે જાણીતી છે. ફિલ્મ ઉપરાંત રાધિકા આપ્ટે એ હાલમાં ખૂબ જ પ્રચલિત વેબસીરિઝમાં પણ કામ કરી રહી છે. જે અંગે હાલ તે ખૂબ જ ચર્ચામાં છે. રાધિકાએ નેટફ્લિક્સ પર ત્રણ સીરિઝ ‘લસ્ટ સ્ટોરિઝ’, ‘સેક્રેડ ગેમ્સ’ અને ‘ઘોલ’ કરી છે.

રાધિકા આપ્ટે
ફોટો: સોસીયલ મીડિયા

હમણાં રાધિકા આપ્ટે એ નેહા ધૂપિયાને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જે ઇન્ટરવ્યૂ એ ખળભળાટ મચાવી દીધો છે. નેહા ધુપીયા સાથે BFFs with Vogue શો માં રાધિકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. આ ઇન્ટરવ્યૂ દરમિયાન રાધિકાએ કહ્યું હતું કે ‘હું કાસ્ટિંગ કાઉચની ઘણી બધી ઘટનાઓ જાણું છું. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા લોકોએ આ કાસ્ટિંગ કાઉચનો સામનો પણ કર્યો છે. મારી જ વાત કરું તો એક વખત હું કોઈ ફિલ્મ સુટિંગ માટે ગઈ હતી અને તે દરમિયાન એક સાઉથના એક્ટરે મને મારા રૂમમાં ફોન કર્યો અને ફ્લર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. આ બાબતે મેં તે એક્ટરને ખખડાવ્યો હતો અને તેણે મારી સાથે ઝઘડો કર્યો હતો.’

રાધિકા આપ્ટે
ફોટો: સોસીયલ મીડિયા

રાધિકા આપ્ટે એ કોઇપણ જાતના ડર કે બીક વગર અન્ય એક કિસ્સા બાબતે જણાવ્યું હતું કે, કોઈ બૉલીવુડ ફિલ્મ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે મેં ફિલ્મની સ્ક્રીપ્ટ અંગે વાત કરી હતી ત્યારે પ્રોડ્યૂસરે કહ્યું કે અમે એક બોલીવુડ ફિલ્મ કરી રહ્યા છે તમને એક્ટ્રેસ તરીકે લેવાનું વિચારી રહ્યા છીએ આ અંગે તમે ફિલ્મના હીરો સાથે મીટિંગ કરી લો મેં હા પડ્યા બાદ મને કહ્યું કે પરંતુ તમે એની સાથે સૂઇ તો જશો ને!! આ સાંભળતાની સાથે જ મે પ્રોડ્યૂસરને કચકચાઈને ના પાડી દીધી હતી.’

રાધિકા આપ્ટે
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત અન્ય એક કિસ્સા અંગે વાત કરતાં રાધિકાએ જણાવ્યું હતું કે, જ્યારે તે ફિલ્મમાં કામ કરવા માટે આવી હતી ત્યારના અનુભવો જણાવ્યા હતા. તેણે જણાવ્યું હતું કે એક ફિલ્મના સેટ પર તેનો પહેલો દિવસ હતો સાઉથના એ એક્ટર મારી પાસે આવ્યા અને મારા પગ પર ગલી ગલી કરવાનું શરૂ કર્યું. હું તેમની આવી હરકતથી વિચલિત થઈ ગઈ અને અચાનક આવું બનતા હું પરેશાન થઈ ગઈ હતી કારણ કે અમે પહેલા ક્યારેય મળ્યા નહતા. તેમની આવી હરકતથી મેં કશું જ વિચાર્યા વગર મેં તેને થપ્પડ મારી દીધી હતી.

રાધિકા આપ્ટે
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, રાધિકા આપ્ટે ફિલ્મોમાં હોટ અને બોલ્ડ સીન આપવા માટે ખુબજ જાણીતી છે. તેણે ખુબજ થોડા સમયમાં બૉલીવુડ સહિત દેશની તમામ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખાણ બનાવી દીધી છે. તેનો જન્મ 7 સપ્ટેમ્બર 1985માં તમિલનાડુના વેલ્લોરમાં થયો હતો. રાધિકા આપ્ટે વિશે બઉ ઓછા લોકો જાણતા હશે કે તે અર્થશાસ્ત્ર અને ગણિતમાં ગ્રેજ્યુએટ છે અને તેને બાળપણથી એક્ટિંગ અને ડાન્સનો શોખ છે. આ ઉપરાંત તે કથ્થક પણ જાણે છે.

રાધિકા આપ્ટે
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!