IndiaPolitics

અયોધ્યા માં નવાજુનીના એંધાણ! ભગવાન રામનો વનવાસ પૂર્ણ થવાના આરે!?? જાણો!

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનાવણી ચાલી રહી છે. જે સુનાવણી બંને પક્ષકારોને સાંભળ્યા બાદ 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઇ શકે છે. અને તેના એક મહિના બાદ એટલે કે 18 નવેમ્બરના રોજ આ મામલે ચૂકાદો પણ આવી શકે છે. સાથે સાથે દિવાળીના તહેવારને ધ્યાને લઈને સરકારે સાવચેતીના પગલાં રૂપે અયોધ્યામાં કલમ 144 લાગુ કરી દીધી છે. ઉત્તર પ્રદેશના જિલ્લા અધિકારી અનુજ ઝા એ આ અંગે ગઈકાલે જાહેરાત કરી હતી. જોકે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે દિવાળીના તહેવારને લઈને અયોધ્યા આવી રહેલા ભક્તો પર અને દિવાળી મહોત્સવ પર આની અસર નહીં થાય.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

સુપ્રીમ કોર્ટમાં સોમવારથી એટલે કે આજ તા 14 ઓક્ટોબરથી અયોધ્યામાં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિ વિવાદ મામલે સુનાવણી અંતિમ તબક્કામાં પ્રવેશ કરશે અને ન્યાયાલયની સંવિધાન પીઠ 38માં દિવસે આ મામલે સુનાવણી કરશે. મુખ્ય ન્યાયાધીશની સંવિધાન પીઠે આ મુદ્દે સૌહાદપૂર્ણ ઉકેલ નીકાળવા માટે મધ્યસ્થતાની પ્રક્રિયા અસફળ થયા બાદ કેસમાં 6 ઑગષ્ટથી પ્રતિદિનની કાર્યવાહી શરૂ કરી હતી. જો કે આ બાબતે નવેમ્બરમાં ચુકાદો આવવાનો હોવાથી તેમજ દિવાળી મહોત્સવને ધ્યાને લઈને અયોધ્યામાં અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

બીજી તરફ વિશ્વ હિંદૂ પરિષદે આ વખતે ગર્ભગૃહમાં વિરાજમાન રામલલાની સાથે દીવાળી મનાવવાનો નિર્ણય કર્યો છે. અને આ અંગે વહીવટી તંત્ર પાસે માંગણી કરી છે તો આ માંગણી અને નિર્ણયનો વિરોધ કરતાં બાબરી મસ્જિદના પક્ષકાર હાજી મહબૂબે તેનો સખત વિરોધ કર્યો અને કહ્યું છે કે જો કમિશ્નરે વિવાદિત પરિસરમાં વિહિપને દીવાળી મનાવવાની મંજુરી આપી તો તેઓ પણ ત્યાં નમાજ અદા કરવાની માંગણી કરશે. અયોધ્યામાં આ બાબતે ગરમાગરમીનો માહોલ છે ત્યારે સુરક્ષા વ્યવસ્થા બરકરાર રાખવા ધારા 144 લગાવવી પડી છે.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

આ બાબતે વિહિપના પ્રવક્તા શરદ શર્માએ જણાવ્યું કે, ભગવાન શ્રી રામ જ્યારે લંકા વિજય બાદ અયોધ્યા આવ્યા ત્યારથી લઈને આજ સુધી દરેક જગ્યાએ સાધુ સંતોનો કાર્યક્રમ હોય છે. અને અયોધ્યા તો ભગવાન શ્રી રામની જન્મભૂમી છે તો તેમની જન્મભૂમિ પર પણ દીપોત્સવનો કાર્યક્રમ થવો જ જોઈએ. અને અમે માંગણી કરીએ છીએ કે રામલલા જ્યાં વિરાજમાન છે ત્યાં પણ દીપોત્સવનો કાર્યક્રમ થવો જોઈએ. બીજી તરફ બાબરી મસ્જિદના પક્ષકાર હાજી મહબૂબે આ માંગણીનો વિરોધ કર્યો છે.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

હાલમાં દેશની સર્વોચ્ચ અદલતમાં અયોધ્યા રામ મંદિર બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જોકે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા પહેલા ઇલાહાબાદ હાઈકોર્ટમાં હતો ત્યાં વર્ષ 2010 એક ચુકાદો આપવામાં આવ્યો હતો જેને પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ઇલાહાબાદ હાઇકોર્ટના વર્ષ 2010ના નિર્ણયની વિરુદ્ધ 14 અપીલો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી જે તમામની એક સાથે સુનાવણી સુપ્રીમ કોર્ટમાં હાલ ચાલી રહી છે. જેનો ચુકાદો નવેમ્બર 18 ના રોજ આવી શકે તેમ છે. જે બાબતે અત્યારથી જ અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા જડબેસલાક કરી દેવામાં આવી છે.

મોદી
ફોટો: સોસીયલ મીડિયા

અયોધ્યા વિવાદ બાબતે નીચલી કોર્ટોમાં ટોટલ 5 કેસ દાખલ થયા હતા જેમાંથી એક કેસ પરત ખેંચી લેવામાં આવ્યો હતો જે ચાર કેસ હાઇકોર્ટ સુંધી પડકારવામાં આવ્યા હતા. જેમાં વર્ષ 2010ના ચુકાદામાં ઇલાહાબાદ હાઇકોર્ટે 4 વાર અલગ અલગ સિવિલ કેસ પર નિર્ણય સંભળાવતા વિવાદીત 2.77 એકર જમીનને તમામ 3 પક્ષો સુન્ની વક્ફ બૉર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાનની વચ્ચે સમાન વહેંચણી કરવા કહ્યું હતુ. જે બાબતે તમામ પક્ષકારોએ દેશની સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા.

અયોધ્યા
ફોટો: સોસીયલ મીડિયા

જે મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચ દ્વારા કોર્ટની કાર્યવાહી પુરી કરવાની સમય મર્યાદાની સમીક્ષા કરી હતી અને આ માટે 17 ઑક્ટોબર,2019 ની સમયસીમા નક્કી કરી હતી. અને ત્યારબાદ એક મહિના બાદ એટલે કે નવેમ્બર 18 ના રોજ આ કેસનો ચુકાદો આવી શકે તેમ છે. સર્વોચ્ચ અદાલતની આ બેન્ચનાં સભ્યોમાં ન્યાયમૂર્તિ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ ડી.વાઈ.ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ.નઝીર પણ સામેલ છે. જે તમામ પાસા અને દલીલો અંગે વિચાર વિમર્શ કર્યા બાદ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!