
ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરમાં ભારત સરકાર દ્વારા આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાન જમીન ખોઈ બેઠું હોય એવા ધતિંગ શરૂ કરીને આખાય વિશ્વના દેશો પાસે ભારત વિરુદ્ધ કાર્યવાહીની ભીખ માંગી રહ્યું છે. અંતે પાકિસ્તાન દ્વારા જમ્મૂ-કશ્મીર બાબતે દુનિયાના તમામ દેશો પાસેથી કોઈ પણ મદદ આ મળતાં વિલા મોંએ પાછા ફરવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો. પરંતુ પાકિસ્તાન વિશ્વનું ધ્યાન ભટકાવવા અને પોતાની તરફ આકર્ષિત કરવાના અવનવા પ્રયત્ન કરી રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન અને મંત્રીઓ દ્વારા રોજ બરોજ ભારતને ધમકીઓ આપવામાં આવી રહી છે. જ્યારે હવે ભારતમાં પણ અખંડ ભારત અંગે એક સુર રેલાયો છે.

પરંતુ હવે ભારતના નેતાઓ પણ અખંડ ભારત ના નામે પાકિસ્તાનને ધમકીઓ આપી રહ્યા છે જેના કારણે પાકિસ્તાન પાણીમાં બેસી ગયું છે. કોંગ્રેસનેતા શશી થરૂરે કહ્યું હતું કે અમે અંદર ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિટીરીતિનો વિરોધ કરીએ પરંતુ બહાર અમે એક જ છીએ. પાકિસ્તાનને એક ઇંચ પણ કાશ્મીર નહીં આપીએ. કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ત્યારે કોંગ્રેસનેતા અને સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પણ પાકિસ્તાનને શાનમાં સમજી જવાની ચેતવણી આપી હતી. હવે શિવસેના એ પણ પાકિસ્તાનને ધમકી આપી છે.

શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કાશ્મીર અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. સંજય રાઉતે પ્રેસ કરીને કહ્યું હતું કે, આખુ કાશ્મીર હિન્દુસ્તાનનું છે અને 2022 સુધી પાક અધિકૃત કાશ્મીર (POK) પણ ભારતમાં સામેલ થઇ જશે. અખંડ ભારત નો ટાર્ગેટ પૂર્ણ કરીને જ રહીશું. સંજય રાઉતે વધુમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીએ અમરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે અને કહ્યું હતું કે આ અમારો આંતરિક મામલો છે. જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 દુર કર્યા બાદ પાકિસ્તાન પણ આ વાત બરોબર માનવા લાગ્યું છે.

વધુમાં સંજય રાઉતે જણાવ્યું હતું કે, હિન્દુસ્તાને કાશ્મીર પર કબજો કરી લીધો છે. ઇમરાન ખાનની બોડી લેન્ગવેજ જોઇ લો, તેનો રંગ ઉડી ગયો છે. હવે કેટલાક દિવસોમાં પીઓકે પણ આપણું હશે. હવે આ વાત સૌ કોઇ કરવા લાગ્યા છે કે કાશ્મીર હિન્દુસ્તાનનું છે. મને વિશ્વાસ છે કે 2022ના પહેલા પીઓકે પણ ભારતમાં સામેલ થઈ જશે. અખંડ ભારત ટારગેટ પૂર્ણ કરીને રહીશું. અંતે તેમણે કબુલ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા માટે આ પહેલા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. વર્ષ 1994માં નરસિંહ રાવની સરકારમાં પાર્લિયામેન્ટમાં આ બિલ પાસ કરવામાં આવ્યું હતું.

શિવસેના દ્વારા કાશ્મીર અને પીઓકે બાબતે નિવેદન આવતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે પણ પીઓકેને પરત મેળવવાનો અને અખંડ ભારત હવે પછીનો સરકારનો એજન્ડા ગણાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, અમારો (સરકારનો) હવે પછીનો એજન્ડા પીઓકેને પુન: પ્રાપ્ત કરી જમ્મૂ કાશ્મીરના અંતર્ગત લાવવાનો છે. કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવી સરકારનું સૌથી મોટું કામ છે. ભારતીય નેતાઓના નિવેદન બાદ પાકિસ્તાનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હવે દેશની નજર જમ્મુ કાશ્મીર બાદ પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પર છે. જ્યાંથી પાકિસ્તાન આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યું છે. જે પણ ભારતનો અભિન્ન ભાગ છે જેની પર પાકિસ્તાન દ્વારા અનાધિકૃત રીતે કબજો કરવામાં આવ્યો છે. ભારતીય રાજનૈતિક પાર્ટીઓના એક સુર દ્વારા પાકિસ્તાનમાં ફફડાટ છે અને પાકિસ્તાનને સતત દર સતાવી રહ્યો છે કે હવે તેમના કબ્જા માનું પીઓકે પર પણ ભારત કબજો કરી લેશે. કેન્દ્રીય મંત્રીએ પીઓકેને ભારતમાં સામેલ કરવું એ સરકારના એજન્ડામાં છે તેવું જણાવવામાં આવતાં પાકિસ્તાન ફફડી રહ્યું છે.