IndiaPolitics

વિરપ્પન જેવા ખુંખાર ડાકુને ઠેકાણે પાડીદેનાર IPS ઓફિસરને કેમ સરકાર બનાવશે જમ્મુ કાશ્મીર ના લેફ્ટનન્ટ ગવર્નર! જાણો!

જમ્મુ કાશ્મીર માં આર્ટિકલ 370 હટાવ્યા બાદ રાજ્યની પૂનઃરચનાનું બિલ પણ બંને ગૃહ માંથી પાસ થઈ ગયું છે અને રાષ્ટ્રપતિ દ્વારા સહી પણ કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીર અને લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસે એટલે કે 31 ઓક્ટોબર ના રોજ અમલમાં આવશે અને આવતાં વર્ષે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણી યોજવામાં આવશે તેવું સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. ત્યાં સુંધી રાજ્યપાલ દ્વારા જમ્મુ કાશ્મીર અને લદાખમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ધ્યાન રાખવામાં આવશે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

આ સાથે જ જમ્મુ કાશ્મીર માં લેફ્ટનન્ટ ગવર્નર કોણ બનશે તેની અટકળો ચાલવા લાગી છે અને નામો પણ મીડિયામાં હરતાં ફરતાં થવા લાગ્યા છે. જમ્મુ કાશ્મીર ના વાતાવરણ અને જનતાના મિજાજનને જનતા સમજતા વ્યકતીને સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવી શકે છે. જે જમ્મુ કાશ્મીર નું સુકાન સાંભળી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જી શકે. હાલમાં તામિલનાડુના આઇપીએસ અધિકારીનું નામ ચાલી રહ્યું છે. જેઓને જમ્મુ કાશ્મીરનો સરોએવો અનુભવ છે અને મિશન જમ્મુ કાશ્મીરમાં અજિત ડોવાલની ટીમના સદસ્ય રહી ચૂક્યા છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલના સુરક્ષા સલાહકાર પણ રહી ચૂક્યા છે. તામિલનાડુના વર્ષ 1975ની બેચના કે.વિજયકુમાર ને મોદી સરકાર આગામી સમયમાં કેન્દ્રશાસિત કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવી શકે છે. હાલ આ સત્તાવાર સમાચાર નથી પરંતુ હાલ આવી અટકળો વહેતી થઈ રહી છે. IPS વિજયકુમાર હાલમાં કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકના સુરક્ષા સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. આ ઉપરાંત IPS વિજયકુમાર એનએસએ અજિત દોવાલની ખાસ ટીમમાં સ્થાન ધરાવે છે. તેઓને કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવતાં પૂર્વેની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોંપવામાં આવી હતી.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

હાલમાં પણ જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા સ્થિતિ મહદ અંશે તેમના હાથમાં જ છે. સરકાર પણ તેમના કામથી ખુશ છે તેમજ તેમને જમ્મુ કાશ્મીરમાં કામ કરવાનો અનુભવ છે સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત ડોવાલ સાથે પણ કામ કરવાનો અનુભવ છે તથા કાશ્મીરની સમસ્યાઓથી વાકેફ છે માટે સૌથી પ્રબળ દાવેદાર તરીકે IPS વિજયકુમાર નું નામ સૌથી આગળ છે. જૂન 2018માં કાશ્મીરની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે તેમની નિમણુંક કરવામાં આવી હતી. હવે જ્યારે જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બનવા જઈ રહ્યું છે ત્યારે ત્યાં રાજ્યપાલને બદલે ઉપ રાજ્યપાલની નિમણૂક કરવામાં આવશે જેમાં કે. વિજયકુમારનું નામ સૌથી આગળ છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવતાં કાશ્મીર અંગે સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી અજિત ડોવાલ પણ કે. વિજયકુમાર પાસેથી મેળવતાં હતા. હમણાંજ કાશ્મીરની મુલાકાતે ગયેલા એનએસએ અજિત ડોવાલ પણ ક.વિજયકુમારને મળ્યાં હતા અને કાશ્મીરની પરિસ્થિતિ ઉપર ચર્ચા વિચારણા અને સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. તેથી લાગી રહ્યું છે કે, IPS કે. વિજયકુમારને જમ્મુ કાશ્મીરના ઉપ રાજ્યપાલ બનાવવામાં આવી શકે છે. 1975ની બેચના કે. વિજયકુમાર વર્ષ 2012માં નિવૃત થયા હતા. તેઓ કેન્દ્રિય ગૃહ મંત્રાલયમાં સલાહકાર પણ રહી ચૂક્યા છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

જણાવી દઈએ કે, IPS કે.વિજયકુમાર તમિલનાડુના 1975ની બેચના આઈપીએસ અધિકારી છે. બહાદુર નીડર અને બેદાગ છબી ધરાવે છે તેમજ તેમણે 2004માં ચંદનચોર વિરપ્પનને પણ ઠેકાણે પાડી દીધો હતો. વિરપ્પનને ખતમ કરવામાટે જે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું તે ઓપરેશનના તેઓ વડા હતા. તેમના વડપણ હેઠળ વિરપ્પન જેવા ખુંખાર ડાકુને મારી નાખવામાં આવ્યો હતો અને આજુબાજુના તમામ વિસ્તારમાં ચંદનચોર વિરપ્પનનો આતંક ખતમ કરી નાખ્યો હતો. ડાકુઓ સાથે કેવીરીતે ડિલ કરવી તેમજ નક્સલવાદ અને આંતરીક અશાંતિ જેવી બાબતોમાં તેમની વિશેષ આવડત છે. જે ધ્યાને લેતા કાશ્મીરમાં તેમના આ અનુભવનો ફાયદો ઉઠાવવા માટે સરકાર દ્વારા તેમને જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બનાવવામાં આવી શકે છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

Related Articles

Back to top button
આજનું રાશિફળ!