IndiaPoliticsWorld

પાકિસ્તાનની ધમકીની ઐસી કી તૈસી કરીને ભારતે જમ્મુ કાશ્મીર માં આ મોટા પગલાં ભર્યા! જાણો શું!

જમ્મુ કાશ્મીર વર્ષોથી ભારતનું અભિન્ન અંગ હતું છે અને રહેશે એમ કોઈ શક નથી. પરંતુ પાકિસ્તાન કાશ્મીર પાર પોતાની નજર બગાડીને પાક ભૂમિમાં નાપાક હરકતોને અંજામ આપી રહ્યું હતું. સમય સમયે પાકિસ્તાનને ભારત તરફથી જડબાતોડ જવાબ મળતો આવ્યો છે. 4 ઓગસ્ટના રોજ ભારતના ઇતિહાસમાં એક નવું ચેપટર ઉમેરાઈ ગયું છે જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 ની નાબુદી અને જમ્મુ કાશ્મીરને ભારતના અન્ય રાજ્યો જેટલાજ હક અધિકાર. આ બાબતે પાકિસ્તાન બેબાકળું બનીને ગુસ્સે ભરાયું છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પકીસ્તાને ભારતને દબાબવવા માટે પોતાનું એસ્પેસ બંધ કરવાની ધમકી આપી, પાકિસ્તાન દ્વાર ભારત સાથેની તમામ બોર્ડરને શીલ કરવાની પણ ચેતવણી આપવામાં આવી તેમજ પાકિસ્તાન દ્વાર વઘાબોર્ડર પણ શીલ કરવાની ચેતવણી આપવામાં આવી. સાથે સાથે પાકિસ્તાન વિદેશ મંત્રાલય દ્વારા ભારત સાથે તમામ રાજનૈતિક સંબંધો પણ ખતમ કરવાની વાત ઉચ્ચારવામા આવી અને દ્વીપક્ષી મંત્રના પણ બંધ કારીદેવામાં આવશે તેવી જાહેરાતો કરવામાં આવી હતી. તેમજ અતિ મહત્વની એવી સમજોતા એકપ્રેસ પણ બંધ કરી દેવામાં આવી જેને ગઈકાલે ભારતીય રેલવે સ્ટાફ દ્વારા ભારત લાવવામાં આવી હતી. મતલબ ક્યાંકને ક્યાંક ભારત પર પ્રેશર બનાવવાની વાત હતી.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

આ તમામ ધમકીઓની ઐસી કી તૈસી કરીને ભારત દ્વારા જમ્મુ કાશ્મીર માં ખુબજ મહત્વના પગલાં ભરવામાં આવ્યા. એનએસએ અજિત ડોભાલ દ્વારા કાશ્મીર પહોંચીને જમ્મુ કાશ્મીરના લોકો સાથે વાતચીત કરી તેમજ તેમની સાથે નાસ્તો પણ કર્યો અને જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવાના સરકારના નિર્ણય અંગે અભિપ્રાયો જાણ્યા. સાથે સાથે જમ્મુ કાશ્મીરના ડિસ્ટ્રીકટ કલેક્ટર દ્વારા પણ જનતા સાથે વાતચીત કરીને હાલત સામાન્ય બને તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ આર્ટિકલ 370 રદ કરવામાં આવતાજ જમ્મુ કાશ્મીર ના દરેક સરકારી અર્ધ સરકારી સંસ્થાનો પરથી જમ્મુ કાશ્મીર નો અલગ ઝંડો હટાવી લેવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ ભારતીય ઝંડો ફરકાવવામાં આવ્યો છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ભારત સરકાર દ્વારા એક અતિ મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે જમ્મુ કાશ્મીરની જેલમાં લગભગ 70 જેટલા ખુંખાર આતંકવાદી અને અલગાવવાદીઓને ભારતીય વાયુસેના દ્વારા સ્પેશિયલ ચોપર દ્વારા આગ્રા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે જેથી કરીને કાશ્મીરમાં શાંતિનો માહોલ બન્યો રહે. આ સાથે જ કાશ્મીરમાં ભારતના દરેક રાજ્યોમાં જે યોજનાઓ સ્કીમો ચાલે છે તેનું આંકલન કરીને કાશ્મીરમાં પણ તે તમામ યોજનો સ્કીમો જનતાના લાભર્થે શરુ કરવામાં આવશે તેવી ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના દેશને નામ સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાન દ્વારા ભારતના તમામ પગલાં પર દબાણ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન દ્વારા અમેરિકાને પત્ર લખીને ભારતના આ પગલાંનો વિરોધ કરીને મધ્યસ્થી બનવા માટે પણ અરજ કરવામાં આવી હતી પરંતુ આજે વહેલી સવારે અમેરિકા દ્વારા હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી. આટલુંજ નહીં પાકિસ્તાન દ્વારા ભારત પર અમેરિકાથી દબાણ ના થતાં હવે પાકિસ્તાની વિદેશમંત્રી આજે ચાઇના પહોંચીને ચાઈનીઝ વિદેશમંત્રી તથા અન્ય નેતાઓ સાથે મિટિંગ કરશે અને કાશ્મીર મુદ્દે પણ હસ્તક્ષેપ કરવાની માંગણી કરશે.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ ભારત દ્વારા પાકિસ્તાનની તમામ ધમકીઓની ઐસી કી તૈસી કરીને પાકિસ્તાનને ફાવવા દેવામા આવશે નહીં અને કાશ્મીરમાં શાંતિની સ્થપના કરવામાં આવશે તેવું ભારતનું સ્પષ્ટ વલણ છે. ભારતે જબરદસ્ત સ્ટ્રેટેજી વાપરીને જમ્મુ કાશ્મીરના બે ભાગ પાડી દીધા અને બંને ને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવામાં આવ્યા. પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ પહેલા જ જાણીને જમ્મુ કાશ્મીરમાં સૈન્ય સુરક્ષાબળ નો ખડકલો કરી દેવામાં આવ્યો હતો તેમજ પાકિસ્તાન સાથેની તમામ બોર્ડરો પર ભારત દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો, સૈન્યબળમાં વધારો તેમજ દેશની સુરક્ષાબળના તમામ વિંગને એલર્ટ પર મુકવામાં આવી દીધું છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

હાલ ભારત દ્વારા કાશ્મીરના લોકો કાશ્મીરની જનતાની ફિકર વધારે કરવામાં આવી રહી છે કલમ 144 હટાવ્યા બદની પરિસ્થિતિ શું હોઈ શકે અને હાલ લોકોમાં આ મુદ્દે શુ ચાલી રહ્યું છે તે બાબતે તંત્ર ખડે પગે છે અને કાશ્મીરીઓના જીવનજરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. આ સાથેજ કાશ્મીરીઓને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કાશ્મીરને વિશ્વનું સૌથી મોટું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પણ વાત કરવામાં આવી છે અને દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કાશ્મીર જઈને ફિલ્મ નિર્માણ કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું. જે તમામ વાતો પ્રધાનમંત્રી મોદી દ્વારા ગઈકાલે તેમના દેશને નામ સંબોધનમાં જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!