
ઓગસ્ટ એ ક્રાંતિકારી મહિનો છે દેશના ઇતિહાસમાં જે મોટી ક્રાંતિ થઈ છે તે ઓગસ્ટમાં થઈ છે એટલે ઓગસ્ટને ક્રાંતિકારી મહિનો ગણવામાં આવી રહ્યો છે અને આજ ઓગસ્ટ મહિનામાં ભારતે જમ્મુ કાશ્મીર માં લાગુ એવી આર્ટિકલ 370 નાબુદ કરી તેમજ કાશ્મીર પુર્નગઠન બિલ પાસ કરવામાં આવ્યું જેમાં જમ્મુ કાશ્મીર ને બે રાજ્યો મેં વહેંચી દેવામાં આવ્યું જમ્મુ કાશ્મીર અને લદાખ જે બંનેને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો ના આપતાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. જે મુજબ લદાખમાં વિધાનસભા નિરચના નહીં થાય પરંતુ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની રચના થશે.

ભારતના આ ક્રાંતિકારી પગલાંથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને પાકિસ્તાન આ બાબતે કઠોર પગલાં ભરવા જઈ રહ્યું છે. પાકિસ્તાને આ પહેલા કાશ્મીર મુદ્દે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કાશ્મીર મુદ્દો ઉકેલવા મદદ માંગી હતી પરંતુ ભારતે આ મુદ્દે જણાવ્યું હતું કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાનનો અંતર્ગત મુદ્દો છે જેમાં કોઈ પામ દેશ દ્વારા મધ્યસ્થી કરવામાં આવે નહીં અને અમે કાશ્મીર મુદ્દે કોઈની પણ દખલ કે દરમિયાનગીરી ઇચ્છતા નથી. ત્યારબાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી ભારતને આ મુદ્દે વિચારવા કહ્યું હતું અને તેઓ દરમીયાનગીરી કરવા તૈયાર છે તેવું જણાવ્યું હતું પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું હતું કે આ મારો વ્યક્તિગત અંતર્ગત મામલો છે.

આ બાદ ભારતે દેશની સંસદના બંને ગૃહ રાજ્યસભા અને લોકસભામાં કલમ 370 હટાવવા માટેનો પ્રસ્તાવ રાજુ કર્યો જે બંને ગૃહમાંથી પાસ થઈ ગયો હતો. જે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને ભારે માત્રામાં આર્મીને જમ્મુ કાશ્મીર એરલીફ્ટ કરવામાં આવી હતી આ સાથે જ પાકિસ્તાન બોર્ડર પર પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી અને શ્રીનગર માં ધારા 144 નો અમલ કરી દેવામાં આવ્યો હતો. તેમજ જમ્મુ કાશ્મીરના મુખ્ય નેતાઓ અને પૂર્વ મુખ્યમંત્રી મેહબુબા મુફ્તી, ફારૂખ અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા ને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા હતાં.

આ તમામ ઘટના ક્રમ અને ભારતની આક્રમકતા જોતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું પાકિસ્તાન ના પ્રધાનમંત્રી દ્વારા જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાન વિદેશપ્રધાન દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું હતું કે ભારત દ્વારા જોહુકમી કરવામાં આવી રહી છે જમ્મુ કાશ્મીરના લોકો પર અત્યાચાર કરવામાં અવાઈ રહ્યો છે. પાકિસ્તાન દ્વારા અન્ય કશું થઈ શકે તેમ નથી એટલે પાકિસ્તાન દ્વારા માત્ર બયાનો આપીને વિરોધ જાતાવવામાં આવી રહ્યો હતો.

પાકિસ્તાન દ્વાર નિવેદનો આપીને વિરોધ જાતાવ્યાં બાદ ભારત માટે અને ભારતીય એરલાઈનો માટે પોતાનો એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ ભારતની આક્રમકતા જોતા પાકિસ્તાન વાયુદળ અને આર્મી દ્વારા એલર્ટ અને સ્ટેન્ડટુ કરી દેવામાં આવ્યું છે. એટલે કે પાકિસ્તાન દ્વારા પોતાના આર્મી અને વાયુદળને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સાથે સાથે પાકિસ્તાન દ્વારા ભારત સાથે તમામ રાજનૈતિક સંબંધો પણ કાપી નાખ્યા છે અને દ્વીપક્ષી વાતચીત માટેના તમમાં રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે જેની પાકિસ્તાન દ્વાર સત્તાવાર ઘોષણા પણ કરી દેવામાં આવી છે તેમજ પાકિસ્તાન દ્વારા ભારત સાથે જોડાયેલી તમામ બોર્ડર પર સિલ મારી દેવામાં આવશે આ સાથે જ પાકિસ્તાન દ્વારા વાઘા બોર્ડર પણ શીલ કરી દેવામાં આવશે જેની જાહેરાત ટૂંક સમયમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવશે.