
જમ્મુ કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે સળગતો મુદ્દો રહ્યું છે. પરંતુ ભૂતકાળ જોતા કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે એમાં કોઈ બે મત નથી. હાલ કાશ્મીર માં સરકાર દ્વારા ખુબજ મહત્વના અને ગંભીત પણ કહી શકાય તેવા પગલાં લેવામાં આવી રહ્યા છે. હમણાજ અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરીથી કાશ્મીર મુદ્દે અમેરિકાના હસ્તક્ષેપની માંગણી કરવામાં આવી હતી પરંતુ ભારત દ્વાર તેને નકારી કાઢવામાં આવી હતી. કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો અંગત મુદ્દો છે જેમાં વચ્ચે કોઈએ પડવાની જરૂર નથી.

આઝાદી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે પણ લડાઈ થઈ ચૂકી છે. પાકિસ્તાન દ્વારા આતંકી કેમ્પોને મદદ કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાના કેટલાય પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં ભારત દ્વારા કેટલીય વાર પાકિસ્તાનને પહેલા વાત પછી લાતની ભાષામાં સમજાવવામાં આવેલ હોવા છતાં હજુ સમજવા તૈયાર નથી! ભૂતકાળ જોઈને પણ કઈંક શીખવું જોઈએ. પરંતુ હવે સરકાર વધારે આકરા પગલાં લેવાની દિશામાં છે. સરકાર દ્વારા કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા જોતા અમરનાથ યાત્રીઓને પાછા આવવા જણાવવામાં આવ્યું છે.

કાશ્મીરમાં ફરવા ગયેલા પ્રવાસીઓને પણ પાછા ફરવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સૈન્યબળ પણ વધારે માત્રમાં તૈનાત કરવામાં આવ્યું છે. ગ્રુહ મંત્રી અમિત શાહ આજે પાર્લામેન્ટમાં એક ખાનગી મિટિંગ પણ કરવામાં આવી હતી જેમાં એનએસએ અજિત ડોભાલ પણ શામેલ હતા. અજિત ડોભાલ, ગ્રુહ સચિવ અને ગ્રુહ મંત્રી અમિત શાહ વચ્ચે લગભગ એક કલાક જેટલી લાંબી મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મુખ્ય મુદ્દો દેશની સુરક્ષા સાથે સાથે કાશ્મીર હોઈ શકે છે.

આ સાથે જ ભારતીય આર્મી દ્વારા કાશ્મીરના વિવિધ ભાગોમાં ભારેમાત્રમાં સૈન્યબળ મોકલવામાં આવ્યું છે આજે કાશ્મીરના પુંચ સેક્ટરમાં રેપીડ એક્શન ફોર્સ ને મોકલવામાં આવી છે. સાથે સાથે પાકિસ્તાન બોર્ડર પર પણ સૈન્યબળ તૈનાત કરવામાં આવ્યું છે. તેમજ સુરક્ષા વ્યવસ્થાના કારણે હિંદુઓની સૌથી પવિત્ર અમરનાથ યાત્રાને પણ અધવચ્ચે જ રોકી દેવામાં આવી છે અને તમામ યાત્રીઓને પાછા ફરવાની ગાઈડલાઈન જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે જ કાશ્મીર માં ફરવા ગયેલા તમામ ટુરિસ્ટને પણ કાશ્મીર છોડી દેવાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

કાશ્મીરમાં સરકાર દ્વારા ઝડપી ડેવલોપમેન્ટ કરવામાં આવતાં રાજકારણ પણ ગરમાઈ ગયું છે કાશ્મીરની બે મુખ્ય પાર્ટીઓ પીડીપી જેની સાથે ભાજપ ગઢબંધન સરકારમાં હતી તે અને નેશનલ કોન્ફરન્સ પણ કાશ્મીરમાં શું થઈ રહ્યું છે તે જાણવા રાજ્યપાલને મળ્યા હતા અને જણાવ્યું હતું કે કાશ્મીરમાં સુરક્ષાના નામે કોઈપણ પ્રકારની હિંસા થાય નહીં તે ધ્યાન રાખવામાં આવે રાજ્યપાલ દ્વારા બંને પાર્ટીના વડાને હાલતો સબ સલામત કહીંને પાછા મોકલી આપવામાં આવ્યા છે પરંતુ ત્યાર બાદ રાજ્યપાલ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ તો મને કોઈ જાણકારી આપવામાં આવી નથી અને જે પણ આગળ થશે તેનો મને કોઈ ખ્યાલ હાલ અત્યારે નથી.

બીજીતરફ ગ્રુહ મંત્રી અમિત શાહ અને એનએસએ અજિત ડોભાલ દ્વારા પાર્લામેન્ટ હાઉસમાં ખાનગી મિટિંગ કરવામાં આવી છે ત્યારે રાજકારણ સાથે સાથે દેશનું વાતાવરણ પણ ગરમાઈ ગયું છે. આમ પણ કાશ્મીરમાં ભારે માત્રામાં સૈન્યબળ, હિંદુઓની પવિત્ર ગણવામાં આવતી અમરનાથ યાત્રાને અધવચ્ચે અટકાવવી, પ્રવાસીઓ યાત્રીઓને કાશ્મીર છોડી દેવાની ગાઈડલાઈન વગેરે જેવા રીસેન્ટ ડેવલોપમેન્ટ જોતાં ભારત સાથે સાથે પાકિસ્તાનમાં પણ રાજકારણ સાથે દેશનું વાતાવરણ પણ ગરમાઈ ગયું છે.
