
લોકસભા ચુંટણી પૂર્ણ થઈ ગઈ અને નવી સરકાર સાથે મંત્રીઓ એ શપથ પણ લઈ લીધા પરંતુ હજુ ઇવીએમ માં ગોટાળા થયા છે નું ભૂત ધુંણતું જ રહ્યું છે. રોજ સમાચારો માં ઇવીએમનો મુદ્દો છવાયેલો જ રહે છે.

નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન બની ગયા અને તમામ મંત્રીઓએ શપથની સાથે સાથે પિતાનો કાર્યભાર સાંભળ્યાને આજે 3 દિવસ થઈ ગયા તોય ઇવીએમમાં ગોટાળાનો મુદ્દો આજે પણ યથાવત પરિસ્થિતિમાં જીવિત છે. સમગ્ર વિપક્ષ આ મુદ્દે આક્રમક જણાતું નથી પરંતુ ક્યાંક ને ક્યાંક વિપક્ષ ભારતીય જનતા પાર્ટીની આ પ્રચંડ જીતને ઇવીએમ સાથે તો જોડી જ રહ્યું છે.

આમ તો ઇવીએમમાં ગોટાળાનો આરોપ રાજનૈતિક પાર્ટીઓના નેતાઓ પ્રવક્તાઓ લગાવે છે પરંતુ આજે આ મામલો કોઈ પાર્ટીના નેતા એ નહીં પરંતુ સરકારમાં રહેલા મંત્રીએ ઇવીએમ સાથે છેડખાની થયાનો આરોપ લગાવ્યો છે.

મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારમાં મંત્રી રહેલા સજ્જનસિંહ વર્મા એ ઇવીએમમાં મોટા ગોટાળાનો આરોપ લગાવ્યો છે. મધ્યપ્રદેશ સરકારમાં આ મંત્રીએ દાવો કર્યો છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં હાથમાં અમુક એવા લોકો આવી ગયા છે, જે સિફતપૂર્વક આ કામ કરી શકે છે તેઓ ઇવીએમ મશીનનાં જાદુગર છે.

આ દાવો કરનારા મધ્યપ્રદેશની કમલનાથ સરકારનાં પીડબલ્યુડી પ્રધાન સજ્જનસિંહ વર્માએ જણાંવ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદીએ ખોટુ બોલીને દેશમાં સરકાર બનાવી છે. આ મારો સીધો તેમના પર આરોપ છે કે નરેન્દ્ર મોદી અને ભાજપે ઇવીએમ મશીનમાં ગોટાળો કરવાની જબરદસ્ત વ્યવસ્થા કરી છે.

તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી અને ભાજપ અમુક વ્યક્તિઓના સંપર્કમાં ચબે જેઓ ઇવીએમ મશીનનાં જાદુગર છે જેમના માધ્યમથી મોદી ચાલાકીપૂર્વક રાજનીતિનાં આ વરવા ખેલને અંજામ આપી રહ્યા છે. આટલા બધાય લાખો વોટથી જીતવું અશક્ય અસંભવ છે તેમના પિતાજી આવે તો પણ આટલા લાખો વોટથી જીતવું સંભવ નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે, મારી ચાલીસ વર્ષની રાજકિય કારકિર્દીમાં મેં ક્યારેય આટલો મોટો તફાવત નથી જોયો ક્યારેય આટલો મોટો ઉતાર-ચઢાવ નથી જોયો, તેની પાછળ સીધે-સીધી ઇવીએમ મશીન સાથે છેડખાની જ છે.

આ મામલાએ વધારે જોર ત્યારે પકડ્યું જ્યારે કર્ણાટકની સ્થાનીય નગરપાલિકા, મુનિસિપાલિટી અને પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને જબરદસ્ત જીત મળી છે જ્યારે ભાજપને પછડાટ જે ચુંટણી લોકસભા ચૂંટણીના પરિણામ બાદ યોજાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકની આ ચુંટણીમાં કોંગ્રેસને 509, ભાજપને 366, જેડીએસ ને 174 સીટ મળી હતી. જેમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી રહી છે. આ પરિણામ બાદ 2019ના લોકસભા ચૂંટણીમાં ઇવીએમમાં ગોટાળા થયા છે ના આરોપઓ વધારે ઉગ્ર બની રહયા છે.