GujaratIndiaPolitics
Trending

લોકસભા ચુંટણી બાદ કોંગ્રેસ હાર્દિક પટેલ ને આપી શકે છે આ મોટી જવાબદારી !

પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ માર્ચ મહિનામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહની તેમજ કોંગ્રેસ પક્ષના શીર્ષ નેતૃત્વની હાજરીમાં સત્તાવાર રીતે કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થઇ ગયા હતા.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારબાદ કોંગ્રેસ પક્ષ દ્વારા હાર્દિક પટેલને આખાય દેશમાં પ્રચાર કરવા માટેની જવાબદારી સોંપી હતી તેમને હાર્દિક પટેલને કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ સ્થાન આપવામાં આવ્યું હતું તેની સાથે જ પ્રચાર કરવા માટે હેલીકોપ્ટરની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

કોંગ્રેસ પક્ષ દ્વારા ૨૬ વર્ષના યુવાન નેતાને આટલી મોટી જવાબદારી અને માનસમ્માન મળવા બદલ ગુજરાતમાં પાટીદાર સમાજ સાથે સાથે અન્ય સમાજના યુવાનો પણ ગદગદ થઇ ગયા હતા. હાર્દિક પટેલને આટલી મોટી જવાબદારી મળ્યા બાદ હાર્દિક પટેલ પણ સખત પરિશ્રમ કરીને દેશના અનેક રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવા નીકળી પડ્યા છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, છતીસગઢ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વગેરે જેવા રાજ્યોમાં હાર્દિક પટેલે ધુંઆધાર સભાઓ અને રોડ શો કરીને કોંગ્રેસ પક્ષ માટે વોટ માંગ્યા છે. તેમજ ડીબેટ માં પણ તથ્યો સાથે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રાખીને સમાવાળાની બોલતી બંધ કરી દે છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિકની સખત મહેનત અને કામગીરી જોતા વધુ એક મોટી અને ખુબ જ અગત્યની જવાબદારી હાર્દિકને સોંપવામાં આવી શકે એમ છે. આ મહત્વની જવાબદારી એટલે કે કોંગ્રેસ પાર્ટીની યુવા પાંખ એવી ઇન્ડિયન યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકેની જવાબદારી. એટલે કે કોંગ્રેસ હાર્દિક પટેલને રાષ્ટ્રીય કક્ષાએ લઇ જવા માંગે છે અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા વિચારી રહી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હજુ કોંગ્રેસ પાર્ટી દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ અમારા સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકસભા ચુંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પાર્ટી સંગઠનમાં મોટા પ્રમાણમાં બદલાવ કરવા જઈ રહી છે અને તેમાં યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હાર્દિક પટેલને સુકાન સોંપી શકે છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

જો હાર્દિક પટેલ ઇન્ડિયન યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો કોંગ્રેસના ઇતિહાસમાં હાર્દિક પટેલ સૌથી યુવાન વયના રાષ્ટ્રીય પ્રમુખ બનશે. હાર્દિક પટેલ ને યુથ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવે તો યુથ કોંગ્રેસ વધારે અગ્રેસીવ બનશે અને યુવાનોના પ્રશ્નો અને મુદ્દાઓને વાચા મળશે તે ધ્યાને લેતા મોવડી મંડળમાં હાલ આ બાબતે વિચારણા ચાલી રહી છે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલ ગુજરાત સહીત આખાય દેશના યુવાનો પર ખાસ્સું એવું પ્રભુત્વ ધરાવે છે. તેમજ હાર્દિક પટેલને યુથ કોંગ્રેસનું સુકાન સોંપીને આખાય દેશના યુવાનોને કોંગ્રેસ સંદેશ આપવા માંગે છે કે, કોંગ્રેસ યુવાનો માટેની પાર્ટી છે અને યુવાનોના પ્રશ્નો બાબતે સજાગ છે. હાર્દિક પટેલને યુથ કોંગ્રેસના અધ્યક્ષ બનવવામાં આવે તો નવયુવાનોને રાજકારણમાં પ્રવેશવા અને કોંગ્રેસ પાર્ટીમાં જોડાવવા માટેની પ્રેરણા મળશે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

જોકે હજુ હાર્દિક પટેલ દ્વારા પણ આ અંગે કોઈ પણ પ્રકારનું નિવેદન આપવામાં આવેલ નથી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હજુ આ જો અને તો પર આધારીત છે પણ જો અને તો સાચું સાબિત થાય તો કોંગ્રેસ પાર્ટી માં યુવાનોનું કદ વધશે અને યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષિત થશે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

હાર્દિક પટેલ ના નેતૃત્વમાં યુથ કોંગ્રેસ સચેમાં મજબૂત બનશે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી પણ મજબૂત બનશે. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ એ કોંગ્રેસની યુવા પાંખ અને વિદ્યાર્થી પાંખ છે જે મજબૂત બનશે તો પાર્ટી આપોઆપ મજબૂત બનશે.

હાર્દિક પટેલ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન થકી સમગ્ર સવર્ણ સમાજને 10% અનામત અપાવીને હાર્દિક પટેલે યુવાનોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. તેમજ કોંગ્રેસ પાર્ટીમાં પણ હાર્દિક પટેલનું કદ વધી ગયું છે અને તેને માનસમ્માન પણ મળે છે જે જોતા લાગે છે કે લોકસભા ચુંટણી પૂર્ણ થયા બાદ હાર્દિક પટેલને આ અતિ મહત્વની કહી શકાય તેવી જવાબદારી આપવામાં આવી શકે એમ છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!