IndiaPolitics

રાહુલના મેનીફેસ્ટોની મોટી જાહેરાત ‘ડીજીટલ અધિકાર’! જાણો શું છે ડીજીટલ અધિકાર!

લોકસભા ચુંટણીઓ માટે જોરો શોરથી ચુંટણી પ્રચાર શરૂ થઈ ગયા છે ભાજપ કોંગ્રેસની સાથે સાથે અન્ય ક્ષેત્રીય પાર્ટીઓ દ્વારા પણ ઉમેદવારો જાહેર થવા લાગ્યા છે. અને પાર્ટીઓનો મેનિફેસ્ટો પણ તૈયાર થવા લાગ્યો છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લોકસભા ચુંટણીને ધ્યાને લઈને ઘોષણા પત્ર એટલે કે વચન પત્ર બહાર પાડવા જઇ રહયા છે. મતલબ કોંગ્રેસ સત્તામાં આવશે તો આપવામાં આવેલા તમામ વચન પુરા કરશે તેવું સંકલ્પ પત્ર.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસ મેનિફેસ્ટો માં મુખ્ય અને મહત્વનું રોજગાર છે જેની પર ખુદ રાહુલ ગાંધી દ્વારા બહાર મુકવામાં આવ્યો છે. રાહુલ ગાંધી દ્વારા તે પહેલાં જ જાહેર કરી દેવામાં આવ્યું છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો દેશમાં 22 લાખ જેટલી ખાલી રહેલી સરકારી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે.

આ સિવાય કોંગ્રેસ મેનીફેસ્ટો માં ન્યાય યોજના દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને સીધા તેમના ખાતામાં વાર્ષિક 72000 સુંધી આપવામાં આવશે. જેમાં લગભગ 20% જેટલા લોકોને આવરી લેવામાં આવશે. ખેડૂતોનું અલગ બજેટ પસાર કરવામાં આવશે.મહિલાઓ માટે ૩૩% આરક્ષણ બીલ પાસ કરવામાં આવશે. વગેરે જેવી જાહેરાતો કરવામાં આવી છે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ કોંગ્રેસ મેનીફેસ્ટો માં સૌથી અગત્યની અને મહત્વની જાહેરાત છે “ડીજીટલ રાઈટ્સ” કોંગ્રેસ મેનીફેસ્ટો માં ૫૧ નંબરના સંકલ્પમાં જણાવવામાં આવ્યું છે કે દરેક નાગરિકને ડીજીટલ અધિકાર આપવામાં આવશે. હવે થશે કે ડીજીટલ અધિકાર એટલે શું? આવો જાણીએ કે શું કહ્યું છે ડીજીટલ અધિકાર વિષે!

કોંગ્રેસે તેના મેનીફેસ્ટોમાં જણાવ્યું છે કે તેઓ માને છે કે દરેક ભારતીયને ડિજિટલ અધિકારનો ફાયદો મળે અને દરેક વ્યક્તિ સ્વતંત્ર રીતે ડિજિટલ દુનિયામાં પ્રવેશ કરે અને સરળતાથી ડીજીટલ દુનિયામાં તેની પહોંચ બને. કોંગ્રેસ વચન આપે છે કે

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

૦૧. દરેક વ્યક્તિને સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તા સાથેના ઇન્ટરનેટની સુવિધાપૂરી પાડવામાં આવશે.

૦૨. ઇન્ટરનેટ દરેક વ્યક્તિ માટે સમાન રૂપે ઉપલબ્ધ બને તેના માટે ‘નેટ નિષ્પક્ષ’ નો સિદ્ધાંત જાળવવામાં આવશે.

૦૩. ઇન્ટરનેટને બંધ કરવા અને મનસ્વી ઇન્ટરનેટ સેવાઓને અટકાવવાની સત્તાને નિયંત્રિત કરવામાં આવશે. ઉપભોક્તા અધિકારો સુરક્ષિત કરવામાં આવશે.

૦૪. માલિકીના સૉફ્ટવેર પર આધાર રાખવાની ફરજ પાડવામાં આવ્યા સિવાય સરકારી સેવાઓનો લાભ ઉઠાવવા અને સરકારી માહિતીનો ઉપયોગ કરવામાં સક્ષમ બનાવવા માટે ખુલ્લા ધોરણો અને મફત અને ખુલ્લા સ્ત્રોત સૉફ્ટવેરના વિકાસ અને ઉપયોગને પ્રોત્સાહિત કરવામાં આવશે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

૦૫. તમામ વ્યક્તિઓના વ્યક્તિગત ડેટાના રક્ષણ માટે કાયદો બનવવામાં આવશે અને
ગોપનીયતાના અધિકારને જાળવી રાખવામાં આવશે.

૦૬. ગેરકાયદેસર અથવા અતિરિક્ત દેખરેખ અને દેખરેખ સામે પૂરતી સુરક્ષા ઉપાય પૂરો પાડવા માટે કાયદો પસાર કરવામાં આવશે અને સ્વતંત્ર અને સંસદીય બંને રીતે નિરીક્ષણ કરવામાં આવશે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

૦૭. બધા સરકારી વિભાગોમાંથી બધા બિન-ખાનગી ડેટા સેટ જાહેરમાં પ્રકાશિત કરવામાં આવશે, જેથી નાગરિકોને આરટીઆઈ એપ્લિકેશન કર્યા વિના ડેટાનો ઉપયોગ કરવાની પરવાનગી મળશે.

૦૮. દ્વેષયુક્ત ભાષણ અને બનાવટી સમાચારના પ્રસારને રોકવા માટે નિયમો પસાર કરવામાં આવશે અને ડિજિટલ તથા સોશિયલ મીડિયાનો દુરુપયોગ કરવાવાળાઓને સજા કરવામાં આવશે.

આસાથે સાથે અન્ય મહત્વની એ જાહેરાત પણ કરવામાં આવી છે કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો મફત દવા અને મફત સરકારી તથા પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પેટ્રોલ ડીઝલને GST માં લાવામાં આવશે. તેમજ GST માં સુધારા કરીને ઓછો અને એક જ ટેક્ષ સ્લેબ કરવામાં આવશે. RBI, CBI, CAG સંસદને રીપોર્ટ કરશે જેથી કોઈ તેનો દુરુપયોગ ના કરી શકે.

કોંગ્રેસ મેનીફેસ્ટો
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા આ મેનીફેસ્ટોને ઐતિહાસિક ગણાવવામાં આવી રહ્યું છે અને અંદર જે પ્રમાણે તમામ લોકોને આવરી લેવામાં આવ્યા છે તે પ્રમાણે કોંગ્રેસ માટે આ મેનીફેસ્ટો ૨૦૧૯ની લોકસભા ચુંટણી માં માસ્ટરસ્ટ્રોક સાબિત થશે એવું લાગે છે.

તમામ ફોટો સોસીયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલ છે તમામ ફોટોની મળી જેતે માલિકની રહેશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!