
આખાય ભારતમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સૌથી કમજોર પરિસ્થિતિમાં છે ભૂતકાળમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ સૌથી મજબૂત હતી પણ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને આ પરિસ્થિતિ બદલવા માટેપ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પાર્ટી મહાસચિવ બનાવીને ઉત્તરપ્રદેશની જવાબદારી સોંપવામાં આવી છે.

પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં ભાજપ તથા અન્ય વિપક્ષી પાર્ટી માટે સાઇલેન્ટ કિલર બનીને કામ કરે છે. પ્રિયંકા ગાંધીએ અત્યાર સુંધીમાં ભાજપના સંસદ, સપા બાહુબલી નેતા અને બસપાના પૂર્વ સાંસદને કોંગ્રેસનો ખેસ પહેરાવી દીધો છે.

એટલુંજ નહીં ખુબજ પ્રખ્યાત હિન્દી અને ઉર્દુ ભાષાના કવિ જેઓ ઉત્તરપ્રદેશના લોકોના દિલો ઓર રાજ કરે છે તેવા ઇમરાન પ્રતાપગારહી સાથે પણ તેઓ મુલાકાત કરી ચુક્યા છે. તેમના આ પગલાંથી ઉત્તરપ્રદેશ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આજથી પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજના છટનાગથી અસ્સી ઘાટ વારાણસી સુંધી ત્રણ દિવસીય ગંગા યાત્રા કરી રહ્યા છે અને તે પણ બોટ દ્વારા. ગંગા નદીના કિનારા સાથે જોડાયેલા લોકો અને ગામડાના લોકોને મળીને તેમના હાલચાલ તેમની પરિસ્થિતિ તેમના પ્રશ્નો અને જરૂરિયાતો સમજવા જાણવા માટે પ્રિયંકા ગાંધી દ્વારા આ યોજના ઘડી કાઢવમાં આવી છે.

પ્રિયંકા ગાંધી કેમેરા સામે કામ કરવા ટેવાયેલા નથી એ બહુ ઓછી પબ્લિસિટી કરીને વધારે સારું કામ કરવામાં માને છે. ગંગા યાત્રા દ્વારા પ્રિયંકા ગાંધી ભાજપના ગઢમાં સેંધ મારવા તેમજ ભાજપ શાસનમાં ગંગા સફાઈ તેમજ ગંગા કિનારાના લોકોની જરૂરિયાત પૂરી નથી થઈ વગેરે મુદ્દે ભાજપને ઘેરવાની તૈયારીમાં છે.

ભાજપ, સપા, બસપા ત્રણેય પાર્ટીઓ માટે હાલ કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં એક મોટી ચેલેન્જ બનીને ઉભરી રહી છે અને અત્યાર સુંધીમાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીએ જે કેન્ડીડેટ લિસ્ટ બહાર પાડ્યું છે તે મજબૂત અને જીતે એવા ઉમેદવારો છે. તેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રિયંકા ગાંધીનો હાથ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

ઉત્તરપ્રદેશમાં જે પાર્ટીની સીટ વધારે આવે એ પાર્ટીના જ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે એ ગણિતને ધ્યાને લઈને પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયા એડીચોટીનું જોર લગાવીને ભાજપના ગઢમાં ગાબડા પાડવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સૌથી મજબૂત પાર્ટી ગણવામાં આવતી હતી પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી પાર્ટીની હાલત ખુબજ ખરાબ છે કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં જીવિત કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાને આ અઘરી જવાબદારી સોંપવામાં આવી છે.