GujaratIndiaPoliticsSocial Media Buzz

રાફેલ ડીલ મુદ્દે હાર્દિક પટેલનું સ્ફોટક નિવેદન! જાણો શું કહ્યું!

પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ જાહેર કરી ચુક્યા છે કે તે લોકસભા ચુંટણીમાં ઝંપલાવશે અને સક્રિય રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી કરશે અને સમાચાર પણ છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ પક્ષ સાથે સત્તાવાર જોડાશે અને લોકસભા પણ લડશે.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

આગામી ૧૨ મી તારેખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાવા જઈ રહી છે ત્યારે આ મીટીંગ બાદ હાર્દિક પટેલ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વની હાજરીમાં કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાઈ જશે. જોકે આ અંગે હાર્દિક પટેલ કે કોંગ્રેસના કોઈ નેતા દ્વારા મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય કે ના જોડાય પણ તેઓ ભાજપ સરકાર સામે અને ભાજપની જનવિરોધી નીતિ સામે લડશે તેવું એલાન કરી ચુક્યા છે. અને હાર્દિક પટેલ દરેક મુદ્દે ભાજપ સરકારને ઘેરવાનું ચુકતા નથી.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

દેશના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ ગણી શકાય એવ રાફેલ એરક્રાફ્ટ મુદ્દે રાજકારણ ગરમાઈ ગયું છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વરા તેમજ તમામ વિપક્ષી પાર્ટી દ્વારા મોદી સરકાર પર આ રાફેલ ડીલ બાબતે નિશાન સાધવામાં આવી રહ્યું છે. વધુમાં આ કેસની સુનાવણી પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

હજુ હમણાજ સરકારે સુપ્રીમ કોર્ટમાં અસલ કાગળો જમા કરવાના હતા ત્યારે સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાફેલ ડીલના મહત્વના કાગળો તથા ફાઈલ ચોરાઈ ગઈ છે જેના કારણે તેના કાગળો રજુ કરી શકાય તેમ નથી આ બાબતે સરકારનું જુઠ સામે આવી ગયું અને દાળમાં કંઇક કાળું છે એ વાત નક્કી થઇ ગઈ તેવી ચર્ચા કરવામાં આમ જનતા પણ લાગી ગઈ છે. ત્યારે આ બાબતે ચર્ચાઈ જોર પકડતા સરકાર દ્વારા કેહવામાં આવ્યું કે કાગળો ચોરાયા નથી.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

આ બાબતે હવે પાટીદાર અનામત આંદોલનના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલનું પણ નિવેદન આવી ગયું છે અને હાર્દિક પટેલ દ્વારા પણ મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. હાર્દિક પટેલ દ્વારા રાફેલ ડીલ મુદ્દે આ પ્રથમ પ્રતિક્રિયા છે.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે, રાફેલ પર નવો ખુલાસો, યુપીએ કરતા ૧૯ અરબ રૂપિયા જેટલો મોંઘો પડ્યો મોદી સરકારનો સોદો. હાર્દિકે પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

વધુમાં હાર્દિકે જણાવ્યું કે, રાફેલ લડાકુ વિમાનોના સોદાને લઇને એક નવો રિપોર્ટ સામે આવ્યો છે. ફ્રેન્ચ કંપનીથી મોલ-ભાવના કરનાર ભારતીય ટીમ (આઈએનટી) એ અંતિમ અહેવાલમાં જણાવ્યું હતું કે એક સમાંતર સોદાબાજીથી ભારતનો પક્ષ નબળો થયો છે.

રાફેલ ડીલ
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ દ્વારા પહેલા પણ મોદી સરકાર પર દેશ વિરોધી નીતિ અને ખેડૂતોના મુદ્દે હુમલા કરવામાં આવ્યા છે પરંતુ રાફેલ ડીલ પર હાર્દિક પટેલ દ્વારા આ પહેલીવાર મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું છે. હાર્દિક પટેલના ટ્વીટ મુજબ મોદી સરકારે રાફેલ લડાકુ વિમાનનો સોદો યુપીએ એટલે કે કોંગ્રેસ કરતા વધારે ભાવમાં કર્યો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!