IndiaPolitics
Trending

તો હાર્દિક પટેલ ની માંગણી પૂરી કરશે રાહુલ ગાંધી! જાણો શું!

૧૪ મી ફેબ્રુઆરીનો દિવસ ભારત માટે અને ભારતની જનતા માટે દુખનો દિવસ બનીને રહી ગયો. વેલેન્ટાઇન ડે ના દિવસે આતંકવાદીઓ દ્વારા ભારતની સીમા સુરક્ષા કરતા સિઆરપીએફ જવાનોના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ૪૪ જેટલા જવાનો શહીદ થયા હતા. આ ઘટનાની તમામા રાજકીય પક્ષોએ નિંદા કરી હતી જેમાં સૌથી પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે આવ્યા હતા અને સરકારના દરેક નિર્ણયમાં અમે સાથે છીએ તેવું જાહેર કર્યું હતું.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પાકીસ્તાનની આ નાપાક હરકતને કારણે આપણા દેશના જવાનો શહીદી વહોરી અને તેમનો પરિવાર પારાવાર દુખમાં ગરકાવ થઇ ગયો છે. પાકિસ્તાન આતંકી સરગણાઓનું એપી સેન્ટર બની ચુક્યું છે. તેને કડકમાં કડક સજા આપવી જોઈએ તેવી લોકલાગણી એ જન્મ લીધો હતો.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

પરંતુ બદલો લેવાની આ જ્વાળામાં ખુબજ ઓછા લોકોને જવાનો ના પરિવારની ચિંતા અને તેમના પારાવાર દુઃખનો અનુભવ હતો! વાટ એમ છેકે સીઆરપીએફના જે ૪૪ જવાનો શહીદ થયા છે તેઓને ક્યારેય શહીદનો દરજ્જો નહિ મળે! હા જેના કારણે પરિવાર અને શહીદ જવાનોના સંબંધીઓમાં વધારે દુઃખન લાગણી હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

આવું એટલા માટે કે, CRPF, BSF, ITBP અથવા આમના જેવા અન્ય કોઈ અર્ધસૈનિક દળ જેને આપણે પેરમીલીટ્રી ફોર્સ તરીકે ઓળખીએ છીએ એના જવાનો જો તેમની ડ્યુટીના સમયે આવા કોઈ આતંકી હુમલામાં મૃત્યુ પામે તો તેમને શહીદનો દરજ્જો નથી મળતો.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

વિચારવા જેવું છે કે, સીમા ઉપર સીમા શુરક્ષા કરતા આપણા જવાન દેશની રક્ષા માટે ગોળી ખાય છે તો CRPF, BSF, ITBP અથવા આમના જેવા અન્ય કોઈ અર્ધસૈનિક દળના જવાનો પણ દેશની સુરક્ષા માટેજ કામ કરે છે તેમને પણ ગોળી વાગે છે જાન એમની પણ જાય છે. તોય તેમને શહીદનો દરજ્જો નહિ!

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

આ બાબતે ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના ક્રાંતિકારી યુવાન નેતા હાર્દિક પટેલ દ્વારા સૌથી પ્રથમ સરકાર પાસે સીઆરપીએફ જવાનો માટે એક માંગણી કરવામાં આવી હતી. હાર્દિકે જણાવ્યું કે, સીઆરપીએફ જવાનોને અર્ધ સૈનિક દળની જગ્યાએ પૂર્ણ સૈનિક દળ બનાવવામાં આવે તેમજ આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને સરકારી રેકર્ડ પર પણ શહીદનો દરજ્જો મળવો જોઈએ.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

હાર્દિક પટેલની આ માંગણી હવે માત્ર એક માંગણી નથી રહી પરંતુ તે હવે લોકલાગણી બની ગઈ છે. દરેક રાજકીય પક્ષ દ્વારા આ માંગ ઉઠાવવામાં આવી છે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ આ માંગણી કરવામાં આવી છે.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે દિલ્લી યુનીવર્સીટીના વિદ્યાર્થીઓ સાથે “શિક્ષા, દશા અને દિશા” વિષય પર ચર્ચા કરતા હતા. આ પ્રોગ્રામ શરુ થાય તેના પહેલા રાહુલ ગાંધી તેમજ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિઆપવામાં આવી હતી.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

આજ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, જો આ ૨૦૧૯ ની લોકસભા ચુંટણી બાદ દેશમાં કોંગ્રેસ સરકાર બનશે તો અર્ધસૈનિક સુરક્ષા દળોને પૂર્ણ સૈનિક દળનો દરજ્જો આપવામાં આવશે તેવું વચન આપ્યું કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

જોકે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ની છબી ત્રણ રાજ્યોમાં પોતાના વાયદાઓ પૂર્ણ કાર્ય બાદ એવી બની ગઈ છે કે તેઓ જે વચન આપે છે તે પાળે છે. જેમકે તેમણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ માં ખેડૂતોને વચન આપ્યું હતું કે તેમના દેવા કોંગ્રેસ સરકાર બનતા જ ૧૦ દિવસમાં માફ કરી દેવામાં આવશે. જે રાહુલ ગાંધી દ્વારા માત્રને માત્ર ૨૪ કલાકમાં માફ કરવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી
ફોટો: સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા કરવામાં આવેલી શહીદ જવાનો માટેની માંગણી હવે લોક જુવાળ બનીને ઉઠી રહી છે જે અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ આ માંગણી સરકાર સમક્ષ દોહરાવવામાં આવી છે અને કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા વચન આપવામાં આવ્યું છે કે તેમની પાર્ટી સત્તામાં આવશે તો તેઓ આ વચન પાળશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!