તો નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી નહીં બની શકે! આ છે કારણ.

લોકસભા ચુંટણીને અનુલક્ષીને ટાઈમ્સ નાઉ દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને સર્વેમાં દક્ષિણ ભારતમાં ભાજપને મોટો ઝટકો પડે એમ છે.

દક્ષિણ ભારતની 131 સીટો માંથી ભાજપ એનડીએ ને માત્ર 17 સીટ મળી શકે એમ છે. જ્યારે કોંગ્રેસ યુપીએને ભાજપ કરતા ચાર ગણી વધારે એટલે કે 71 સીટ મળશે. આ સર્વે જાન્યુઆરી મહિનામાં કરવામાં આવ્યો છે એટલે એકદમ ફ્રેશ છે.

ફોટો: સોશિયલ મીડિયા
તમિલનાડું માં કુલ 39 લોકસભા સીટ છે જો આજે જ લોકસભા ચુંટણી યોજાય તો તામિલનાડુમાં ભાજપ એનડીએને કોઈજ સીટ નહીં મળે એટલે કે ભાજપ એનડીએ ખાતું જ નહીં ખુલે. જ્યારે કોંગ્રેસ યુપીએને 39 સીટો માંથી 35 સીટો મળશે જ્યારે એઆઇડીએમકે ને 4 સીટો મળશે. એટલે કે કોંગ્રેસ યુપીએને તામિલનાડુમાં જબરદસ્ત ફાયદો થશે.

તામિલનાડુમાં વર્ષ 2014ની વાત કરીએ તો એઆઇડીએમકે ને 39 માંથી 37 સીટો મળી હતી. ભાજપ એનડીએને 1-1 સીટ મળી હતી. જ્યારે કોંગ્રેસ યુપીએનું ખાતું પણ નોહતું ખુલ્યું.

ફોટો: સોશિયલ મીડિયા
કેરળની વાત કરીએ તો કેરળમાં લોકસભાની 20 સીટો છે. જો આજે કેરળમાં ચુંટણી થાય તો કોંગ્રેસના નેતૃત્વ વળી યુડીએફ 16 સીટો જીતી શકે છે અને એલડીએફ 3 સીટો જીતી શકે છે. વર્ષ 2014ના લોકસભા ચુંટણીમાં યુડીએફને 12 સીટ મળી હતી અને એલડીએફ એ 8 સીટો પર જીત મેળવી હતી.

ફોટો: સોશિયલ મીડિયા
આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં લોકસભાની 25 સીટો છે જો આજે આંધ્રપ્રદેશમાં ચુંટણી યોજાયતો વાયએસઆર કોંગ્રેસ પાર્ટી 23 સીટો જીતી શકે છે. તેલુગુ દેશમ પાર્ટી માત્ર 2 સીટ જીતી શકે છે. ભાજપ અને કોંગ્રેસ ખાતું પણ નઈ ખોલાવી શકે. વર્ષ 2014ની વાત કરીએ તો તેલુગુ દેશમ પાર્ટીએ 15 સીટ જીતી હતી, વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ 8 સીટો જીતી હતી. જ્યારે ભાજપને 25 માંથી માત્ર 2 સીટ મળી હતી.

ફોટો: સોશિયલ મીડિયા
તેલંગાણાની વાત કરીએ તો તેલંગાણામાં લોકસભાની 17 સીટો છે જો આજે ચુંટણી થાય તો ટીઆરએસ 10 સીટ, કોંગ્રેસ 5 સીટ, ભાજપ 1 અને અન્યને 1 સીટ માલી શકે એમ છે. વર્ષ 2014ની વાત કરીએ તો ટીઆરએસ એ 12 સીટો જીતી હતી, કોંગ્રેસે 2 સીટ જીતી હતી અને ભાજપ ગઢબંધનને માત્ર 1 સીટ મળી હતી.

ફોટો: સોશિયલ મીડિયા
પોન્ડીચેરી ની વાત કરીએ તો પોન્ડીચેરીમાં લોકસભાની માત્ર 1 સીટ છે. જો આજે ચુંટણી થાય તો કોંગ્રેસ યુપીએ આ એક સીટ જીતી શકે એમ છે. વર્ષ 2014માં ભાજપે આ સીટી જીતી લીધી હતી. આંદામાન નિકોબારમાં પણ લોકસભાની એક સીટ છે જો હાલ ચુંટણી યોજાય તો આ સીટ ભાજપ જીતી શકે એમ છે. વર્ષ 2014માં આ સીટ ભાજપે જીતી લીધી હતી.
વડાપ્રધાન પદની ખુરસી સુંધી પહોંચવાનો રથ યુપી બિહાર થઈને જાય છે જેમનું યુપી બિહાર એમના વડાપ્રધાન.

ફોટો: સોશિયલ મીડિયા
વર્ષ 2014માં ભાજપ ગઢબંધનને બિહાર ઝારખંડમાં જબરદસ્ત સફળતા મળી હતી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. બિહાર ઝારખંડની જો વાત કરીએ તો ભાજપ ગઢબંધનને પારાવાર નુકશાન જઈ શકે એમ છે અને કોંગ્રેસ યુપીએને જબરદસ્ત ફાયદો થઇ શકે છે.

ફોટો: સોશિયલ મીડિયા
ટાઈમ્સ નાઉ અને વીએમઆર એ કરાયેલા સર્વેમાં ચોંકાવનારા પરિણામો આવ્યા છે. આ સર્વે મુજબ જો હાલ બિહાર અને ઝારખંડમાં ચુંટણી યોજાય તો ભાજપ ગઢબંધનને ફટકો પડી શકે છે. બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. બિહારમાં વર્ષ 2014ની લોકસભા ચુંટણીમાં ભાજપ ગઢબંધનને 31 સીટો મળી હતી જ્યારે આ સર્વે પ્રમાણે ભાજપ ગઢબંધનને 25 સીટો મળી શકે છે. આ રીતે એનડીએને બિહારમાં 6 સીટોનું નુકશાન થાય શકે છે. ઝારખંડમાં કુલ 14 લોકસભા સીટો છે. ઝારખંડમાં ભાજપ એનડીએને 6 સીટોનું નુકશાન થાય શકે છે. વર્ષ 2014માં ઝારખંડમાં ભાજપ એનડીએને 12 સીટો મળી હતી.

ફોટો: સોશિયલ મીડિયા
બિહાર અને ઝારખંડને ભેગા કરીને કુલ 54 લોકસભા સીટો થાય છે વર્ષ 2014માં ભાજપ એનડીએને કુલ 43 સીટો મળી હતી. ભાજપ એનડીએ માટે બિહારમાં પ્રચંડ સીટો જીતવી હાલ ખુબજ અઘરું છે બિહારમાં તેજશ્વિ યાદવનું વધતું વર્ચસ્વ અને બિહારીઓ પર તેજશ્વિ યાદવનો વધતો જતો પ્રભાવ અને લોકપ્રિયતા એ ભાજપ ગઢબંધનના વિજયરથ આગળ સ્પીડ બ્રેકર બની શકે છે. વર્ષ 2014માં કોંગ્રેસ ગઢબંધનને 10 સીટો આવી હતી પરંતુ જો હાલ ચુંટણી થાય તો 15 સીટો મળી શકે છે.

ફોટો: સોશિયલ મીડિયા
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં પણ ભાજપ માટે કપરા ચઢાણ છે જો સમાજવાદી પાર્ટી + બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસનું ગઢબંધન થાય તો ભાજપને પારાવાર નુકશાન થાય તેમ છે પરંતુ જો આ ગઢબંધન ના થાય અને ખાલી સમાજવાદી પાર્ટી + બહુજન સમાજ પાર્ટી વિરુદ્ધ કોંગ્રેસ વિરુદ્ધ ભાજપ લડે તો પણ ભાજપને વર્ષ 2014ના મુકાબલે નુકશાન જઇ શકે તેમ છે.

ફોટો: સોશિયલ મીડિયા
જો અને તો પર આખાય ભારતનું ભવિષ્ય ટકેલું છે. જો આ સર્વે પ્રમાણે થાય તો ભાજપ અને નરેન્દ્ર મોદી પાસેથી સત્તા છીનવાઈ શકે તેમ છે અને રાહુલ ગાંધી દેશના ભાવી વડાપ્રધાન બની શકે છે.
નોંધ: તમામ ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવ્યા છે દરેક ઈમેજની માલિકી હક ફોટો પાડનારના છે.