
હજુ થોડા દિવસ પહેલાજ ઉત્તરપ્રદેશની મુલાકાત લઈ પરત ફરેલા હાર્દિક પટેલ ફરીથી ઉત્તરપ્રદેશના વારાણસી પહોંચ્યા છે. વારાણસી પ્રધાનમંત્રી મોદીનું સંસદીય ક્ષેત્ર છે અને હાર્દિક ફરીથી ત્યાં પહોંચ્યા છે અને રાજકીય ગલીયારોમાં આ ખબર તેજ થઈ ગઈ છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ હાર્દિક પટેલ.
પીએમ મોદી ના સંસદીય ક્ષેત્ર પહોંચતા જ સથી મિત્રો દ્વારા હાર્દિકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાબતપુર એરપોર્ટ પર મોટી સંખ્યામાં યુવાનો પહોંચ્યા હતાં અને ત્યાંથી રસ્તામાં દરેક જગ્યાએ હાર્દિક પટેલનો કાફલો રોકીને ફૂલમાળા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વારાણસીમાં પ્રવેશ કરવાની સાથે જ હાર્દિક પટેલ સીધા સરદાર પટેલ સ્મારક પહોંચ્યા અને તેમની પ્રતિમાને મલ્યાર્પણ કર્યું.
વારાણસી પીએમ મોદીનું સંસદીય ક્ષેત્ર છે ત્યાં પહોંચેલા હાર્દિક પટેલે જણાવ્યું કે, વારાણસીમાં કોઈ વિકાસ દેખાતો નથી, દેશની જનતામાં મોદીજી સામે ગુસ્સો છે, લોકો પોતાને ઠગાયેલા અનુભવી રહ્યા છે એટલે સત્તા સામે આવાજ ઉઠાવવો અનિવાર્ય છે. માં ગંગા બધાયની છે તે બધાય લોકોને બોલાવી શકે છે હું અહીંયા મારા પોતાના લોકોને મળવા આવ્યો છું.
વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, હું વારાણસીમાં ગરીબો, ખેડૂતો અને યુવાનોની સમસ્યા જાણવા સમજવા આવ્યો છું અને આ માટે હું દેશના અન્ય ભાગમાં પણ જઈશ. વધુ એક સવાલના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું કે, અમે આ સત્તા વિરુદ્ધ છીએ જેમાં ખેડૂતોને પોતાના પાકના પૈસા મળતાં નથી ખેડૂતોની સમસ્યા સમજવાની જરૂર છે. અમે ખેડૂતો ગરીબો અને યુવાનો માટે કઈંક કરવા માંગીએ છીએ.
એક પત્રકાર દ્વારા હાર્દિક પટેલ કઈ પાર્ટીને સમર્થન આપશે એવું પૂછવામાં આવતા હાર્દિક પટેલે જણાવ્યું કે, દરેક જગ્યા પર અલગ અલગ બાબત છે અને અલગ અલગ સંસ્થાઓ છે એ પ્રમાણે નક્કી થશે.
સપા બસપા ગઢબંધન અને તેમની પ્રેસ કોન્ફરન્સને લઈને હાર્દિક પટેલે જણાવ્યું કે, કોંગ્રેસે 70 વર્ષમાં શું કર્યું તે ભૂલીને મોદી સરકારે સાડાચાર વર્ષમાં શું કર્યું તેના વિશે ચર્ચા કરવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ હજુ થોડા સમય આગાઉજ ઉત્તરપ્રદેશની મુલાકાતે હતા ત્યારે ફરીથી વારાણસી પહોંચતાની સાથે જ રાજકીય ગલીયારોમાં ગરમાંગરમી થઈ જવા પામી છે અને રાજકીય વિશ્લેષકો અનેક જાતના તર્ક વિતર્ક કરવા લાગ્યા છે. હાર્દિક પટેલ લોકસભા ચુંટણી લડશે એ લગભગ નક્કી જ છે અને વરણસીથી ચુંટણી લડવાના સંકેત એ પહેલાં પણ આપી ચુક્યા છે. સાથે સાથેજ ગુજરાત જે તેમનું હોમગ્રાઉન્ડ છે ત્યાંથી પણ કોઈપણ સીટ ઓર ચુંટણી લડી શકે છે.