પાટીદાર અનામત અંદોલન સમિતિના યુવાન ક્રાંતિકારી નેતા હાર્દિક પટેલ પાટીદાર આંદોલનથી ઉભરી આવેલા યુવાન નેતા છે. હાર્દિક પટેલ ગુજરાતના પાટીદાર સમાજ તેમજ યુવાનો પર સારુ એવું પ્રભુત્વ ધરવે છે.
કેન્દ્રની મોદી સરકારે સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાનો પ્રસ્તાવ કેન્દ્રીય કેબિનેટમાં પાસ કર્યો છે ત્યારે પાસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા પ્રથમ પ્રતિક્રિયા આવી છે અને આ બાબતે હાર્દિકે જણાવ્યું કે, સવર્ણોને ૧૦ ટકા અનામત આપવામાં આવે તો એનું હું સ્વાગત કરીશ પણ જો એ દરવખતની જેમ લોલીપોપ હશે તો હું ખુલ્લેઆમ વિરોધ કરીશ. નરેન્દ્ર મોદીની માસ્ટરી છે કે કેવીરીતે જાહેરાત કરવી ક્યારે કરવી અને કેવીરીતે વોટ મેળવવા. કેવીરીતે લોકોને આકર્ષવા અને મુર્ખ બનાવવા એમાં મોદી સાહેબની માસ્ટરી છે.
સવર્ણોમાં અત્યારે વિરોધનો માહોલ છે અને આ વિરોધને ડામવા અને તેમના વોટો અંકે કરવા માટે મોદી સરકાર આ ૧૦ ટકા અનામતની લોલીપોપ લાવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં બ્રાહ્મણો, રજપૂતો અને ગુજરાતમાં પાટીદાર પણ સરકારની વિરુદ્ધમાં છે તેને ડામવાનો પ્રયત્નમાત્ર હોઈ શકે છે આ ૧૦ ટકા અનામતનો પ્રસ્તાવ. પરંતુ હજુ મેં ઠરાવ જોયો નથી જોઈશ પછી જ વધારે ખબર પડશે.
આ પ્રસ્તાવમાં શું છે અને કયા સમાજને સમાવ્યો છે શું જોગવાઈ છે તે બધુજ જોવું પડશે તે બંધારણીય છે કે ગેરબંધારણીય છે તે પણ તપાસવું પડશે. તે સામજિક આધારે આપી છે કે આર્થીક આધારે તેમ ચકાસવું પડશે આ પ્રસ્તાવને સામજિક આર્થિક અને રાજકીય ત્રણેય પાસાઓનો અભ્યાસ કરીને ચકાસવો પડશે.
અને જો સરકાર આ પ્રસ્તાવને પાસ કરાવવામાં નિષ્ફળ જશે અને આ પ્રસ્તાવ માત્ર લોલીપોપ સાબિત થશે તો હું તેનો ખુલ્લેઆમ વિરોધ કરીશ. મોદી સરકાર સારી રીતે જાણે છે કે લોકોને આકર્ષવા શું કરવું અને ક્યારે કરવું. જાહેરાતો કરીને લોકોને આકર્ષીને વોટ મેળવવામાં મોદી સરકારની માસ્ટરી છે.
તમામ ત્રણેય પાસા આર્થિક સામાજીક અને રાજકીય પાસાઓ વિચાર્યા ચકાસ્યા બાદ જો પ્રસ્તાવ સવર્ણ જ્ઞાતિઓને લાભદાયક હશે તો હું મોદી સરકારનો આભાર માનીશ. ઘણા લોકો ચર્ચા કરતા હતા કે સવર્ણોને અનામત ના મળી શકે પરંતુ આ પ્રસ્તાવ લાગુ થશે તો દરેક આર્થીક રીતે પછાત સવર્ણ સમાજને આ અનામતનો લાભ મળશે અને મળવોજ જોઈએ.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અને તેમના સાથી મિત્રો દ્વારા સવર્ણ સમાજને આર્થિક આધાર પર અનામત આધારની માંગ સાથે પાટીદાર અનામત અંદોલનની શરૂઆત કરી હતી.



