ભાજપના સાંસદે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રીને ભારતરત્ન આપવાની માંગણી કરી..

ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદમાં પડ્યા છે સુબ્રમણ્યમ સ્વામી અને કોન્ટ્રવરસી જાણે એક સિક્કાની બે બાજુ જેવું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ફરી વિવાદનો મધપૂડો છેડ્યો છે. અને ભરતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ રામમંદિર અને કોંગ્રેસના નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી પી.વી નરસિમ્હા રાવને ને લઈને ફરી એવું વિવાદિત નિવેદન આપ્યું છે કે ભાજપને શરમજનક સ્થિતિમાં લાવી દીધી છે. સ્વામીએ કહ્યું કે પી.વી નરસિમ્હા રાવને ભારતરત્ન આપવો જોઈએ કહીને વિવાદની આગ લગાડી છે.
Namo Govt must bestow the Bharat Ratna this Republic Day 2019 to PV Narasimha Rao
— Subramanian Swamy (@Swamy39) December 25, 2018
સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ની ૨૬મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદીએ પી.વી.નરસિમ્હા રાવને ભારતરત્ન આપીને નવાજવા જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે ૧૯૯૪મ નરસિમ્હા રાવે સુપ્રીમકોર્ટમાં રામ મંદિર નિર્માણ મુદ્દે એફિડેવિટ ફાઈલ કરી હતી જે પ્રમાણે મોદી સરકારે રામ મંદિરના નિર્માણ માટે આગળ વધવું જોઈએ. સાથે સાથે મોદી સરકાર જો રામ મંદિર ના બનાવે તો તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો મોદી સરકાર પી.વી.નરસિમ્હા રાવના જણાવેલા રસ્તે રામ મંદિર બનાવવાનું શરુ નહિ કરે અને મંદિર બનવવામાં નિષ્ફળ જશે તો હિંદુઓ તેમનાથી અને ભારતીય જનતા પાર્ટીથી નારાજ થઇ જશે આવું જોખમ નરેન્દ્ર મોદી ઉઠાવી શકશે નહિ.
On 14.9.94 PVNR Govt [in which Govt I had Cabinet Rank post] made a statement to SC: " Govt is committed to enforce a solution..if a Hindu temple /structure did exist prior[to masjid]Govt action will support wishes of Hindu community" So Namo do it!
— Subramanian Swamy (@Swamy39) December 25, 2018
ઉલ્લેખનીય છે કે, સુબ્રમણ્યમ સ્વામીએ આ તમામ બાબતની જાણકારી પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આપી છે. સુબ્રમણ્યમ સ્વામીના આ ટ્વીટ થી ભારતીય જનતા પાર્ટી ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે અને ક્યાંકને ક્યાંક સ્વામીના આ નિવેદનને ઇગ્નોર કરવા માંગી રહી છે. બીજી તરફ સુબ્રમણ્યમ સ્વામી રોજ નવા વિવાદનો મધપુડો છેડી રહ્યા છે. ક્યારેક રામમંદિર તો ક્યારેક નોટબંધી તો ક્યારેક આરબીઆઇ, તો ક્યારેક જીએસટી અને અરુણ જેટલી ને ટાર્ગેટ કરીને ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલી વધારી રહ્યા છે. હાલ તેમણે કોંગ્રેસ નેતા અને પૂર્વ પ્રધાનમંત્રી પી.વી. નરસિમ્હા રાવને ભારતરત્ન આપવાની માંગણી સાથે તેમણે રામમંદિર બનાવવા માટે જે પ્રયત્નો કર્યા હતા તેને આગળ ધપાવવાની માંગણી કરી છે.
If Namo does not implement PVNR’s solution and start building the Ram Mandir there could be a national Hindu upprising against BJP. Namo should not risk that.
— Subramanian Swamy (@Swamy39) December 25, 2018
હવે જોવાનું એ રહ્યું કે, સુબ્રમણ્યમ સ્વામીના આ નિવેદન અને માંગણી પર ભારતીય જનતા પાર્ટી કેવીરીતે રીએકટ કરે છે. હજુ ભારતીય જનતા પાર્ટીના કોઈ ઓફિસિયલ પ્રવાક્તોએ આ મુદ્દે કોઈજ નિવેદન જાહેર કરેલું નથી. જોકે રામ મંદિર અને કોંગ્રેસ નેતા અને ભારતના પૂર્વ પ્રધાનમંત્રી પી.વી. નરસિમ્હા રાવને ભારતરત્ન આપવાના મુદ્દાએ દિલ્લીનું રાજકારણ ગરમાવી નાખ્યું છે.