11 ડિસેમ્બર પછી દેશ રાહુલ ગાંધી ને ભાવિ પ્રધાનમંત્રીના રૂપમાં જોવા લાગશે… જાણો કોણે કહ્યું

દેશમાં ચુંટણી જંગ ચાલી રહ્યો છે આવામાં કેટલાય નેતાઓના અઢળક નિવેદનો આવે છે અને જે નિવેદન મરીમસાલા વાળું અને ચટપટું હોય તે થોડીક જ ક્ષણોમાં વાઇરલ થઈ જાય છે. હાલમાં કોંગ્રેસના યુવા સાંસદ દીપેન્દ્ર હુડ્ડાનું રાહુલ ગાંધી માટે આપવમાં આવેલું નિવેદન વાયુવેગે ફરી રહ્યું છે. તે વીડિયોમાં દીપેન્દ્ર હુડ્ડા અને ભાજપના પ્રવક્તા સુધાશું ત્રિવેદી આમને સમને છે અને દીપેન્દ્ર સુધાશું ત્રિવેદીને જવાબ આપી રહ્યા છે આ વીડિયો હાલ ચર્ચામાં છે અને આ વિડીયો કલીપ સોસીયલ મીડિયા પર વાયુવેગે વાઇરલ થઈ રહી છે.
ઇન્ડિયા ટીવીના શો ‘ચુનાવ મંચ રાજસ્થાન’ માં ભાજપના પ્રવક્તા સુધાશું ત્રિવેદી અને કોંગ્રેસના યુવા સાંસદ દીપેન્દ્ર હુડ્ડા અમને સમને હતાં તે વખતે સુધાશું ત્રિવેદીને જવાબ આપતાં દીપેન્દ્ર હુડ્ડાએ આ નિવેદન કર્યું હતું કે, 11 ડિસેમ્બરે પાંચ રાજ્યોના પરિણામ આવ્યા બાદ રાહુલ ગાંધી ને દેશની જનતા ભાવિ પ્રધાનમંત્રીના રૂપમાં જોવા લાગશે. કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ રાહુલ ગાંધીને લઈને જેવું નીવેદન આપ્યું કે તેની થોડીજ ક્ષણોમાં એ વિડીયો વાઇરલ થઈ ગયો.
"11 दिसम्बर को पांच राज्यों के नतीजे आने के बाद देश राहुल जी को अपने अगले पीएम के रूप में देखना शुरु कर देगा, तारीख नोट कर लीजिए "- कांग्रेस सांसद दीपेन्द्र हुडा चुनाव मंच में #ChunavManch @DeependerSHooda @indiatvnews @INCIndia pic.twitter.com/o6uOBYtSfZ
— Rajat Sharma (@RajatSharmaLive) November 28, 2018
એક બાજુ દીપેન્દ્ર હુડ્ડાએ આ નિવેદન આપ્યું છે ત્યારે બીજી બાજુ રાહુલ ગાંધી એ પણ પોતે પ્રધાનમંત્રી બનવા તૈયાર છે તેવું જણાવી ચુક્યા છે. આ વાત છે કર્ણાટક ચુંટણી વખતની તે વખતે રાહુલ ગાંધી ને આ અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવશે અને તેમને પાર્ટી દ્વારા પ્રતિનિધિ તરીકે ચુંટવામાં આવશે તો તે પ્રધાનમંત્રી બનવા માટે તૈયાર છે.
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી અને ભાજપ સામે અત્યારે રાહુલ ગાંધી એકલા મેદાનમાં છે ત્યારે રાહુલ ગાંધી ના કોઈ પણ નિવેદન કે ભાજપ સરકાર પર પ્રહાર બાદ દરેક રાજ્યના મુખ્યમંત્રી થી માંડીને કેન્દ્રીય કેબિનેટના મંત્રી સુંધીનાં લોકો રાહુલ ગાંધી ને જવાબ આપવા આવી જાય છે. મતલબ કઈંક તો એવું છે રાહુલ ગાંધીમાં જેનાથી ભાજપને ચિંતા છે.
જણાવી દઈએ કે હાલ દેશમાં તેલંગાણા, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચુંટણીઓ યોજાઈ રહી છે જેમાંથી છત્તીસગઢમાં વોટિંગ થઈ ગયું છે મધ્યપ્રદેશ અને મિઝોરમમાં આજે એટલે કે 28 નવેમ્બરના રોજ મતદાન સંપન્ન થયું છે જ્યારે રાજસ્થાન અને તેલંગાણા માં હજુ મતદાન બાકી છે આ તમામ રાજ્યોમાં થઈ રહેલી ચુંટણીનું પરિણામ 11 ડિસેમ્બરના રોજ આવાનું છે જેને લઈને કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડા દ્વારા આ નિવેદ આપવામાં આવ્યું છે.