IndiaPolitics

વિડીયો: મહિલાએ સીએમ વસુંધરા રાજે ને પૂછ્યું બેરોજગાર ઘેર બેઠા છે વોટ કેમ આપીએ? જુઓ સીએમનું રિએક્શન

દેશમાં હાલ ચુંટણીનો રંગ જામ્યો છે દેશમાં પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ માં વિધાનસભા ચુંટણીઓ યોજાઈ રહી છે. રાજસ્થાનમાં ઇતિહાસ છે કે દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે એટલે કે દર પાંચ વર્ષે રાજસ્થાનની જનતા નવી સરકાર આપે છે. રાજસ્થાન માં મુખ્ય બે પાર્ટીઓનું જ વર્ચસ્વ છે ભાજપ અને કોંગ્રેસ. રાજસ્થાનમાં ખરાખરીનો માહોલ છે અને આ ચુંટણીઓ લોકસભા ચુંટણી પહેલાનું રિહલસલ માનવામાં આવે છે. ત્યાંજ રાજસ્થાનમાં સીએમ વસુંધરા રાજે નો એક વિડીયો વાઇરલ થયો છે.

રાજસ્થાન વિધાનસભા ચુંટણી પહેલા જ તાબડતોબ પ્રચારમાં વ્યસ્ત થયેલા મુખ્યમંત્રી વસુંધરા રાજે જનતાને તેમની તરફ આકર્ષિત કરવા માટે સતત રેલી અને સભાઓ કરવામાં લાગી ગયા છે. પરંતુ એક રેલી દરમ્યાન એમને એક મહિલાના વિરોધનો સામનો કરવો પડ્યો.

વસુંધરા રાજે એક સભામાં કાર્યકરો અને જનતા સાથે રૂબરૂ થઈ રહ્યા હતાં ત્યારે એક મહિલાએ એમને તીખો સવાલ કરી નાખ્યો. મહિલાએ સીએમને પૂછ્યું કે એમને કેમ વોટ આપે? આ આખીયે ઘટનાનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. આમ વસુંધરા રાજે સુરક્ષકર્મીઓ સાથે લઈને જનતા સમક્ષ રૂબરૂ થતાં જોવા મળી રહ્યા છે. એ કાર્યક્રમ માં હજાર મહિલાઓ સાથે હાથ મિલાવી રહ્યાં છે આ સમયે જ્યારે સીએમ એક મહિલા સાથે હાથ મિલાવા પહોંચ્યા ત્યારે તે મહિલાએ પૂછ્યું કે, “વોટ કેમ આપીએ? યુવાન ભણીગણીને ઘરે બેઠા છે.”
પરંતુ મહિલા વધારે કંઈ પૂછે કે બોલે તે પહેલાં જ સીએમએ તેમને ટોકતા કહ્યું કે તે કંઈ બીજો સવાલ પૂછે અને તેના તરત બાદ સીએમ આગળ નીકળી જાય છે. હાલતો આ વિડીયો સોસીયલ મીડિયા પાર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં દર પાંચ વર્ષે સરકાર બદલાઈ જાય છે અને આ વર્ષે વસુંધરા સરકાર બદલાઈ જશે એવો ટ્રેન્ડ રાજસ્થાનમાં ચાલી રહ્યો છે. અધૂરામાં પૂરું દરેક મીડિયા હાઉસના સર્વેમાં લન ભાજપ સરકાર જાય છે અને કોંગ્રેસ મેજોરીટી સાથે સરકાર બનાવે છે તેવું બતાવવામાં આવી રહ્યું છે પણ જનતાના દિલમાં અને દિમાગમાં શું છે તે તો હવે રાજસ્થાન વિધાનસભાનું પરિણામ જ બતવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!