
ફ્રાંસમાં રાફેલ સોદામાં ભ્રષ્ટ્રાચારના આરોપમાં ફરિયાદ દાખલ
ફ્રેન્ચ એનજીઓ શેરપાએ ફરિયાદમાં પૂછ્યું છે કે, ક્યા આધાર પર ડસોલ્ટ એવિએશને ભારતીય કંપની રિલાયન્સને રાફેલ સોદામાં ભાગીદાર તરીકે પસંદ કરી છે. આ મુદ્દે ડસોલ્ટ એવિએશને પરિસ્થિતિની સ્પષ્ટતા કરવી જોઈએ.
રાફેલ ડીલ પર ભારત પછી ફ્રાન્સમાં પણ ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. ભારતમાં કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર આરોપ મૂકાયા પછી, હવે ફ્રેન્ચ એનજીઓએ આ સોદામાં ડસોલ્ટ એવિએશન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ મુક્યા છે. ફ્રાન્સના એનજીઓ શેરપાએ રાષ્ટ્રીય જાહેર ફરિયાદ કાર્યાલય ખાતે આ અંગે ફરિયાદ નોંધાવી છે. એનજીઓ શેરપાએ તેમની ફરિયાદમાં જણાવ્યું છે કે, “ભારત સાથે થયેલા ફ્રાંસના 36 રાફેલ ફાઇટર એરક્રાફ્ટ સોદામાં જે નિયમો સ્વીકારવામાં આવ્યા છે તે નિયમો અંગે ડસોલ્ટ એવિએશને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ.”
એનજીઓ શેરપાએ તેની ફરિયાદમાં પૂછ્યું છે કે, ડસોલ્ટ એવિએશનએ ભારતીય કંપની રિલાયન્સને આ સોદામાં ભાગીદાર તરીકે કયા આધારે પસંદ કરી છે, તે સ્થિતિ પણ સ્પષ્ટ કરવી જોઈએ. ફ્રાંસ એનજીઓ શેરપાના સ્થાપક વિલિયમ બોર્ડેને કહ્યું કે, “આ સોદામાં જે કંઈ થયું છે તે ખુબજ ગંભીર છે. અમને આશા છે કે ફ્રાંસનું રાષ્ટ્રીય જાહેર ફરિયાદ કાર્યાલય તમામ હકીકતોની ગંભીરતાથી તપાસ કરશે અને સંભવિત ભ્રષ્ટાચાર અને અયોગ્ય લાભો વિશેની અંત્યંત ગંભીર તપાસ કરશે.”
એનજીઓ શેરપાએ તેમની ફરિયાદમાં જે તથ્યો કહ્યા છે તેજ તથ્યોના આધારે કોંગ્રેસ પણ ભ્રષ્ટ્રાચાર થયાની સતત ફરિયાદ કરી રહી છે. કોંગ્રેસે પૂછ્યું છે કે, રાફેલ સોદાથી અચાનક એચએએલને હટાવીને રિલાયન્સને કેમ પસંદ કરવામાં આવી? કોંગ્રેસનો સવાલ છે કે, જે કંપનીને હવાઈજહાજ કે એરક્રાફ્ટ બનાવવાનો કોઈ અનુભવ નથી તે કંપનીને ડસોલ્ટ એવિએશને ભાગીદાર તરીકે કેમ પસંદ કર્યા? કોંગ્રેસે એ પણ પ્રશ્ન કર્યો છે કે, યુપીએના શાશન વખતે 126 એરક્રાફ્ટની ડીલ કરવામાં આવી હતી. તો મોદી સરકારે અચાનક તે સોદો કેમ બદલ્યો અને 126 એરક્રાફ્ટને બદલે માત્ર 36 એરક્રાફ્ટની ડીલ કેમ કરવામાં આવી? કોંગ્રેસ મોદી સરકારને સવાલ પૂછી રહી છે કે, જયારે વિમાનમાં બધીજ ટેકનોલોજી અને સ્પેસીફીકેશન એના એજ છે જે યુપીએ સરકાર દરમિયાનમાં ફાઈનલ કરવામાં આવેલા સોદામાં હતા તો અત્યારે મોદી સરકાર એરક્રાફ્ટ માટે વધારે પૈસા કેમ ચૂકવી રહી છે?
હાલમાં, રાફેલ સોદાનો કેસ સુપ્રીમ કોર્ટમાં છે. સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કેટલાક તીવ્ર અને તીખા સવાલો પણ પૂછ્યા છે, જેના મોદી સરકાર સીધે સીધા જવાબ આપવા સક્ષમ નહોતી. આ દરમિયાનમાં ફ્રાંસના રાષ્ટ્રીય જાહેર ફરિયાદ કાર્યાલયમાં આ બાબત અંગે ફરિયાદ થવી એ કોંગ્રેસે મોદી સરકાર પર મુકેલા ગંભીર ભ્રષ્ટ્રાચારના આરોપો આક્ષેપો સિદ્ધ કરે છે, મજબૂત કરે છે.
One Comment