Religious

મંગળ બન્યા મહાબલી! ત્રણ રાશીના લોકો પર કરશે છપ્પરફાડ ધનવર્ષા! દરેક સપના થશે પુરા!

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના મંગળ સહિત દરેક ગ્રહ સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

નવગ્રહમાં મંગળને ખૂબ જ શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે.  મંગળને ગ્રહોનો સેનાપતિ હોવા ઉપરાંત હિંમત, ઉર્જા, બહાદુરી, ભાઈ ભૂમિ વગેરેનો કારક પણ માનવામાં આવે છે.

મંગળનું રાશિ પરિવર્તન ચોક્કસ રીતે દરેક રાશિના લોકોના જીવન પર કોઈને કોઈ રીતે અસર કરે છે. તમને જણાવી દઈએ કે મંગળ ઓગસ્ટ મહિનામાં મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે અને ઓક્ટોબર સુધી આ રાશિમાં રહેવાના છે. 

આગામી 16 સપ્ટેમ્બરે મંગળની આંશિક તાકાત 12 ડિગ્રી રહેશે. આ ભાગમાં મંગળ સંપૂર્ણપણે યુવાન હશે. શત્રુ રાશિમાં હોવા છતાં, મંગળની યુવાનીને કારણે કેટલીક રાશિના લોકોને ઘણો લાભ મળી શકે છે.

જો તમારી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત છે, તો મંગળ તમારા જીવનમાં મંગલ દિવસો લાવશે. મિથુન રાશિમાં મંગળની હાજરીથી ત્રણ રાશિના જાતકોને સૌથી વધુ ફાયદો થઈ શકે છે.

વૃષભ રાશિ: મંગળ તમારી કુંડળીમાં સંપત્તિના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે.   બારમા અને સાતમા ઘરનો સ્વામી હોવાથી ધનનું ઘર હોય છે.  આવી સ્થિતિમાં મંગળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

મંગળ તમારા જીવનમાં વધુ સકારાત્મક ઉર્જા આવશે. તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે.  આનાથી તમે પૈસા બચાવવામાં સફળ થઈ શકો છો. આર્થિક સ્થિતિને લઈને તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.

પહેલા કરેલા રોકાણનો લાભ મેળવી શકો છો. પૈતૃક સંપત્તિથી પણ લાભ મળી શકે છે.  આ સમયે મંગળના પ્રભાવથી તમારી મોટી ઈચ્છાઓ અને સપના પૂરા થઈ શકે છે.  તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમારા પરિવાર પર પૈસા ખર્ચ કરશો.

પાંચમા ભાવમાં દ્રષ્ટિ રાખવાથી શિક્ષણ ક્ષેત્રે ઘણો લાભ થઈ શકે છે.  બાળકના સારા ભવિષ્ય વગેરે અંગે કોઈપણ નિર્ણય લઈ શકાય છે.  વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે.  લવ લાઈફ માટે, મંગળની યુવાની આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સિંહઃ સિંહ રાશિના લોકો માટે મંગળ ઘણા બધા બદલાવ લાવશે. આ રાશિમાં મંગળ અગિયારમા ભાવમાં બેઠો છે.  આવી સ્થિતિમાં આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ સારી રહેશે.  પૈસા સંબંધિત ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. 

અત્યારે કરેલા કોઈપણ રોકાણથી તમને ઘણો ફાયદો મળી શકે છે.  સંતાન થવાની સંભાવના છે.  સંતાન તરફથી ખુશી મળી શકે છે.  તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો.  વેપારમાં પણ ઘણો ફાયદો થવાની સંભાવના છે.

આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારા સ્વાસ્થ્યને લઈને થોડી સાવધાની રાખો. આવકના નવા સ્ત્રોત મળશે. જુના કેસો સોલ્વ થશે. ભૂમિ અંતર્ગત કેસોમાં રાહત મળશે.

ધનુ: આ રાશિમાં મંગળ સાતમા ભાવમાં સ્થિત છે.  આવી સ્થિતિમાં મંગળની યુવાની આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ રાશિના લોકોને કરિયરની સાથે બિઝનેસમાં પણ ઘણો ફાયદો થવાનો છે.

લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. આનાથી તમે અપાર ધન પ્રાપ્ત કરી શકો છો.  કાર્યક્ષેત્રમાં પણ તમારો દિવસ સારો જશે.  દસમા ભાવમાં દ્રષ્ટિ હોવાને કારણે આ રાશિના જાતકોને ઘણો ફાયદો થશે.

આ સિવાય ઉચ્ચ સ્તરની સફળતા પ્રાપ્ત કરી શકાય છે.  આનાથી તમે તમારા પરિવાર અને કુળને ગૌરવ અપાવશો. જુના રોકાયેલા નાણા પાંચ મળી શકે છે. શત્રુઓ સામે વિજય મળશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!