IndiaPolitics

ભાજપ માટે માઠા સમાચાર! ચારેબાજુ ભાજપની થઈ કિરકિરી…

ભાજપ માટે હાલનો સમય એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ વાળો રહ્યો છે. એક પછી એક ઉપાધિઓ ભાજપનો પીછો છોડી રહ્યું નથી. સમગ્ર દેશ દુનિયાને કોરોના એ ભરખી લીધો છે ત્યારે કોરોના મહામારીને મિસહેન્ડલ કરવાના આરોપ વિપક્ષ દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રવાસી મજૂરો માટે પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નોહતી અને તેઓને પગપાળા કેટલાય કિલોમીટરનો પ્રવાસ કરીને પોતાના માદરે વતન જવું પડ્યુ હતું અને મોડે મોડે જ્યારે વ્યવસ્થા કરવામાં આવી ત્યારે તેમની પાસેથી ભાડું વસુલવામાં આવ્યું હતું. ભાજપ માંડમાંડ આ મુશ્કેલીઓ માંથી બહાર આવ્યા ત્યારે ઉત્તરપ્રદેશમાં ગુંડાગીરીના સમાચાર આવ્યા.

કોંગ્રેસ, પેટા ચૂંટણી, ભાજપ, મોદી સરકાર,
ફોટો સોશિયલ મીડિયા

વિકાસ દુબેનું ચેપટર પૂરું થતાંની સાથે જ ઉત્તર પ્રદેશના હાથરસ માં જઘન્ય ઘટના બની જેમાં ભાજપની અને ભાજપના મુખ્યમંત્રીની છબી ખરડાઈ ગઈ અને ભાજપને જ દિગ્ગજ કહેવાતા નેતા ઉમા ભારતી દ્વારા ભાજપ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ખરીખોટી સંભળાવવામાં આવી હતી. આમ ભાજપ એક મુશ્કેલી માંથી બહાર આવે ત્યારે બીજી દરવાજે આવી ને જ ઉભી હોય એવું આ વર્ષે થયું. ગુજરાતમાં પણ ભાજપ સામે ભાજપના જ કાર્યકરોનો સખત વિરોધ છે. જેનું કારણ ભાજપ મોવડી મંડળ દ્વારા ભાજપના સંનિષ્ટ કાર્યકરોની અવગણના કરીને કોંગ્રેસના આયાતી નેતાઓને ટિકિટ અને મંત્રી પદ આપવાનું છે.

પેટા ચૂંટણી, પાટીલ, જીતું વાઘાણી, ભાજપ

પેટાચૂંટણી માં પણ ભાજપ ને પછડાટ મળી શકે છે. કાર્યકરો અંદરખાને કોંગ્રેસના આયાતી નેતાઓને હરાવવા માટે લાગેલા છે જે બાબતે એક કથિત ઓડીયો પણ વાઈરલ થયો હતો. તો હમણાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યસભા પહેલા રાજીનામુ આપેલા નેતા સોમા ગાંડા પટેલનું સ્ટિંગ પણ જાહેર કર્યું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલનું કથિત રીતે નામ લેવામાં આવ્યું છે. અને દસ દસ કરોડ લઈને રાજીનામુ આપ્યું છે એવું પણ કહેતા સાંભળી શકાય છે. આ સ્ટિંગ બાદ ભાજપની અબરૂના લિરે લિરા ઉડી ગયા હતા.

ભાજપ

બીજી તરફ બિહાર ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને બિહાર બદલાવ તરફ આગળ વધી રહ્યું છે તેવું સ્પષ્ટ પણે એક્ઝિટપોલ માં જોઈ શકાય છે. આ વખતે ભાજપ એક્ઝિટ પોલમાં પણ પાછળ છે એટલે સમજો કે ભાજપ અને નીતીશ કુમારનું ગઢબંધન બિહારમાં હારી રહ્યું છે બિહારમાં કોંગ્રેસ અને તેજસ્વી યાદવની સરકાર બની રહી છે. એક્ઝિટપોલ મુજબ બિહારને યુવા મુખ્યમંત્રી મળવા જઈ રહ્યા છે. બિહારમાં ખુદ પ્રધાનમંત્રી પણ સભાઓ ગજવી ચુક્યા છે પરંતુ પરિણામ ઊંધું આવે તો નવાઈ નહીં. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ને જાણે બિહાર હારવાની ભનક લાગી ગઈ હોય એમ તેમણે બિહાર માં કોઈ સભાઓ કરી નોહતી.

ભાજપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રઘુરામ રાજન
ફોટો સોશિયલ મીડિયા

તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કિરકિરી પણ થઈ છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા અમેરિકા પહોંચીને હાઇડી મોદી જેવા કાર્યક્રમ કરીને ટ્રમ્પ માટે સત્તાવાર પ્રચાર કર્યો હતો અને ભારતીયોને ટ્રમ્પ માટે મતદાન કરવાનું આડકતરી રીતે કહ્યું હતું. તેમજ ગુજરાતમાં પણ ટ્રમ્પ ની આગતા સ્વાગતા માટે નમસ્તે ટ્રમ્પ જેવા મોંઘાદાટ કાર્યક્રમ કર્યા હતાં. પરંતુ આજ વહેલી સવારે અમેરિકામાં પ્રેસિડેન્સીયલ ઇલેક્શન ના પરિણામ આવ્યા જેમાં ટ્રમ્પ ખરાબ રીતે હાર્યા અને જોય બીડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે જાહેર થયાં. જેમાં પ્રધાનમંત્રી મોદીની કિરકિરી થઈ.

રૂપાણી સરકાર, ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

અમેરિકામાં ગુજરાતીઓનો ગઢ ગણવામાં આવતાં ન્યુ જર્સી, ન્યુ યોર્ક માં પણ બીડેન સખત માર્જિનથી જીત્યા અને ડોનાલ્ડ ટ્રમ્પ ને કરારી હાર આપી. ભાજપ માટે હજુ આવા કેટલાય શોક ખાવાના બાકી હોય તેમ લાગી રહ્યું છે. હજુ ગુજરાત, મધ્યપ્રદેશ સાથે દેશના કેટલાય રાજ્યોમાં યોજાયેલી પેટાચૂંટણીના રુઝાન આવવાના બાકી છે તેમજ બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામ પણ બાકી છે વર્ષ 2020 પૂર્ણ થતાં પહેલાં ભાજપને આ શોક પણ આવવાનો બાકી છે.

Show More

Related Articles

Back to top button