
નરેન્દ્ર મોદી સરકાર ઇન્દિરા ગાંધીના નકશે કદમ પર ચાલી રહ્યા છે. ઇન્દિરા ગાંધી પણ મજબૂત નિર્ણયો લેવા માટે જાણીતા હતા. અને નરેન્દ્ર મોદી સરકાર દ્વારા પણ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. વર્ષ 2016માં જમ્મુ કાશ્મીર પર આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની સરજમી પર ઉછરી રહેલા આતંકી કેમ્પઓને નેસ્તોનાબુદ કર્યા હતા અને પોતાના સૈન્યની ત્રણેય પાંખોનો કમાલ દેશ સમક્ષ બતાવ્યો હતો. આવાજ કડક નિર્ણયો પહેલાની સરકારમાં પણ લેવામાં આવ્યા હતાં જે ખુદ ગૃહમંત્રી પણ સદનમાં કબુલી ચુક્યા છે. પાછલી સરકાર અને મોડો સરકાઆ ફેર એટલો કે પાછલી સરકારો બહુમતીમાં નોહતી અને મોદી સરકાર બહુમતી માં છે એટલે મહત્વના નિર્ણયો લેવામાં કોઈ અંતરાયો નડતા નથી.

વિશ્વના દેશોમાં પણ મોદી સરકારના કામની અસર જોવા મળી રહી છે પરંતુ દેશના અર્થતંત્ર બાબતે પણ મોટી ચિંતા છે પાછળના વર્ષો કરતાં જીડીપી ઘટતો જાય છે. બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે. સરકારે તેની તરફ પણ ધ્યાન આપવુ જરૂરી છે. મોદી સરકાર દ્વારા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ અર્થતંત્રને બેઠું કરવાના તમામ પ્રયાસો હાલપુરતાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. સરકાર આ દિશામાં કાર્યરત છે. વિપક્ષ અને મહાન અર્થશાસ્ત્રી મનમોહનસિંહ દેરા પણ મોદી સરકારને આર્થિકનીતિ બાબતે ટકોર લરવામાં આવી છે અને કેટલાક સુઝાવ પણ આપવામાં આવ્યા છે તો પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ દ્વારા પણ આર્થિક મોરચે મોદી સરકારની ટીકા કરવામાં આવી રહી છે.

પરંતુ ઈતિહાસના પનાઓમાં પોતાનું નામ અંકિત કરવાનું જાણે નક્કી કરીને આવેલી મોદી સરકાર ધડાધડ મોટા નિર્ણયો લઈ રહી છે. ગત વર્ષોમાં લએવામાં આવેલા નોટ બંધી હોય કે જીએસટી આ બંને નિર્ણયોએ ભારતની અર્થવ્યવસ્થા ખોઈ નાખી છે એ હકીકત છે. હા દેશ માટે આ બંને મહત્વના નિર્ણયો છે પરંતુ તેને લાગુ કરવાની નીતિ અને સમય ખોટો હતો. નોટ બંધી ની જરૂરિયાત કાળા નાણાંને રોકવાની હતી અને દેશમાં છુપાયેલું કાળુ નાણું બહાર લાવવાનું હતું પરંતુ મહત્તમ નોટ પાછી આવ્યા બાદ આ પ્લાન નિષ્ફળ રહ્યો તેમ કહી શકાય. જીએસટી માં પણ ઉતાવળે આંબા પકવવાની કોશિશ નાકામ રહી. પરંતુ આ નિર્ણયો વર્ષ 2019ના નોહતા.

2019માં મોદી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને કારણે વિશ્વફલક પર તેમને હીરો બનાવી દીધા છે. વઅર્શ 2019માં મોદી સરકાર દ્વારા ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એક છે જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવી. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવીને પાકિસ્તાન સહિત દેશને કડક સંદેશ આપ્યો કે જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને કોઈની તાકાત નથી કે તે ભારતને તેનાથી અલગ કરી શકે. 370 હટાવવા માટે પાછલી સરલરો દ્વારા પણ ઘણી વાર પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ બહુમતનો આંકડો ના હોવાના કારણવા નિષ્ફળ થયા હતા જ્યારે મોદી સરકાર પાસે બહુમત હોવાના કારણે તેઓ આ નિર્ણય લઈ શક્યા જે ગૃહ મંત્રી અમિત શાહ ગૃહમાં 370 બાબતે ચર્ચામાં જણાવવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ પાકિસ્તાન સહિત ભારતના વિરોધી દેશોના પેટમાં તેલ રેડાયું હતું તો બીજી બાજુ મિત્ર દેશો દ્વારા આ ઐતિહાસિક નિર્ણયનું સમર્થન કરવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક નિર્ણયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિશ્વફલક પાર સૌથી વધારે ચર્ચિત નેતા બનાવી દીધા હતા. દેશ વિદેશોમાં ભારતના આ નિર્ણયની ચર્ચા જામી હતી. નરેન્દ્ર મોદી સરકાર બહુમતીના કારણે એક શશક્ત સરકારના રૂપમાં પ્રદર્શિત થઈ રહી છે. તો અમેરિકામાં હાઉડી મોદી જેવો ભવ્ય કાર્યક્રમ વિદેશમાં નેતા માટે આયોજન કરવામાં આવ્યો હોય તેવું અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વાર બન્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4 ઓગસ્ટના રોજ ભારત સરકાર દ્વારા રાજ્યસભા અને 5 ઓગસ્ટના રોજ લોકસભામાં જમ્મુ કાશ્મીર માંથી આર્ટિકલ 370 હટાવવાનો પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો હતો અને જમ્મુ કાશ્મીરને બે રાજ્યોમાં વહેંચવાનો અયોતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમજ બંને રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા જેમાં જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન થશે અને લદાખમાં વિધાનસભાનું ગઠન થશે નહીં તમામ વહીવટ કેન્દ્રાસરકારને હસ્તક રહેશે. જમ્મુ કાશ્મીરમાં 370 હટાવવાનો નિર્ણય મોદી સરકાર માટે એક મહત્વનો અને ઐતિહાસિક નિર્ણય સાબિત થયો અને આજ નિર્ણએ નરેન્દ્ર મોદીને વિશ્વફલક પર શક્તિશાળી નેતાઓની સૂચિમાં શામેલ કરી દીધા છે.