India

નિર્ભયા કેસમાં મહત્વનો રોલ ભજવનાર યોગીતા ભયાના એ કહ્યું કસમ ખઉ છું હાથરસના આરોપીઓને…

યુપીના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી સાથે ગેંગરેપ અને મર્ડરને લઈને સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને આક્રોશનો માહોલ છે. અને તેમાં પણ ઉત્તર પ્રદેશ પોલીસ અને વહીવટીતંત્ર શંકાના ઘેરામાં છે. કારણ કે, વહીવટી તંત્ર પોલીસ સાથે મળીને પરિવારની મરજીની વિરુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ વિરુદ્ધ અડધી રાત્રે જ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતાં. પીડિત પરિવારની મદદે નિર્ભયા કેસના વકીલ સીમા કુસવાહ પહોંચ્યા હતા તેમને પણ મળવા દેવામાં આવ્યા નોહતા. અનેક સામાજિક સંસ્થાઓ પીડિત પરિવારની મદદે આવી છે. સામાજિક આગેવાન યોગીતા ભયાના પણ હાથરસ પહોંચ્યા હતાં.

યોગીતા ભયાના, Yogita Bhayana, hathras

નિર્ભયા કેસમાં મહત્વનો રોલ ભજવનાર સામાજિક કાર્યકર યોગીતા ભયાના હાથરસ પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે એક મહાપાપ ત્યારે થયું જ્યારે યુવતી સાથે દુષ્કર્મ થયું અને બીજું મહાપાપ ત્યારે થયું જ્યારે વહીવટી તંત્ર દ્વારા દીકરીના પરિવારને તેમની દીકરીના અંતિમ સંસ્કારના હક પણ છીનવી લીધા. હું અત્યારે પીડિતાના ભાઈ સાથે પીડિતાના અસ્થિઓ લેવા આવી છું અને કસમ ખઉ છું કે, આરોપીઓને ફાંસીના માંચડે ચડાવીને રહીશ. યોગીતા ભયાના એ કહ્યું કે દીકરી 8 વર્ષની હોય કે 18+ની હોય, દીકરી હિંદુની હોય કે મુસલમાનની, દીકરી ભારતના કોઈપણ રાજ્યની હોય બળાત્કારની સજા ફાંસી જ હોવી જોઈએ.

જણાવી દઈએ કે, યોગીતા ભયાના સામાજિક કાર્યકર છે અને તેઓ રેપ અને ગેંગરેપ પીડિતાઓના કેસમાં પીડિતા અને તેના પરિવારનો સાથ આપે છે તેમને કાયદાકીય સહાયતા કરે છે. યોગીતા ભયાનાએ બળાત્કાર પીડિતાઓની સહાયતા કરવા માટે પીપલ્સ અગેન્સ્ટ રેપ ઇન ઇન્ડિયા (પરી)ની સ્થાપન કરી છે અને આ માધ્યમ દ્વારા યોગીતા બળાત્કાર પીડિત પરિવારોને કાયદાકીય મદદ અને અન્ય સહાય આપે છે. તેમણે નિર્ભયા કેસમાં પણ પીડિતાના પરિવારને કાયદાકીય માર્ગદર્શન અને અન્ય સહાયતા પુરી પાડી હતી.

હાથરસ પહોંચેલા યોગીતા ભયાનાએ મહિલા આયોગને પણ ખરી ખોટી સંભળાવી હતી. તેઓ હાથરસ કેસમાં રાષ્ટ્રીય મહિલા આયોગના વલણથી નારાજ છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા આયોગ આવા મોટા કેસમાં ક્યાંય દેખાયું નથી. ભારતમાં મહિલાઓ માટે બંધારણીય સંસ્થાઓ બનાવવામાં આવી છે. જેથી મહિલાઓ પર અત્યાચાર દરમિયાન તેમના માટે ન્યાયનો અવાજ બની શકે. પરંતુ જ્યારે જ્યારે દેશમાં મોટો કેસ બને છે ત્યારે મહિલા આયોગ સૌથી મોડી એક્શનમાં આવે છે.

યોગીતા ભયાના એ બળાત્કારના કેસોમાં રાષ્ટ્રીય મહિલા આયોગની ચુપ્પીને લઈને તેમને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, હાથરસ, બારાં, બુલંદશહર, બલરામપુર જેવી ઘટનાઓ થાય છે પરંતુ રાષ્ટ્રીય મહિલા આયોગ મુશ્કિલથી સરકારને સવાલ કરી શકે છે. આમ કોઈ મહિલા વિરોધી નિવેદન આપે તો તરત જ નોટિસ મોકલી આપે છે પણ આવા કેસોમાં તેઓ ચૂપ રહે છે. આવી બંધારણીય સંસ્થા દ્વારા પીડિતાનો અવાજ બનવો જોઈએ પરંતુ આવું થતું નથી. આવી સંસ્થાઓ રાજકીય કઠપૂતળી બનીને રહી ગઈ છે. હાથરસમાં રાષ્ટ્રીય મહિલા આયોગનું વલણ પણ આવું જ છે.

યોગીતા ભયાના, Yogita Bhayana, hathras
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, હાથરસનો મામલો વધારે ઉગ્ર બની જતાં લોકોમાં આક્રોશ વધતાં અને રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સમેત કોંગ્રેસ ડેલીગેશન પીડિતાના પરિવારને મળ્યા બાદ યોગી સરકારને લાગ્યું લાગ્યું કે મેટર ધીમે ધીમે પોતાના હાથમાંથી નીકળીરહી છે ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે હાથરસ દુષ્કર્મ કેસની તપાસ CBIને સોંપવાનો આદેશ આપી દીધો હતો. તેમજ આ પહેલા કેટલાક પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરંતુ વિપક્ષી પાર્ટીઓ દ્વારા ડીએમને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી હતી પરંતુ હજુ સુંધી ડીએમ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!