Social Media BuzzTech & GadgetsTechnology

કેન્દ્ર સરકારની ધમકી બાદ વોટ્સએપ શરણે, કહ્યું વોટ્સએપ ફીચર લાવશે

કેન્દ્રની મોદી સરકારે વોટ્સએપને આપેલી ધમકી બાદ વોટ્સએપ શરણે, કહ્યું વોટ્સએપ ફીચર લાવશે તાત્કાલિક પગલા ભરવામાં આવશે વોટ્સએપે આપ્યો સરકારને ભરોષો

કેન્દ્રની મોદી સરકારે વોટ્સએપને ચેતવણી આપી હતી કે ભડકાઉ કન્ટેન્ટને વધારે અને વારંવાર ફરતું રોકે. હાલમાં સોશિયલ મીડિયામાં ખાસ કરીને વોટ્સએપ પર બાળકો ઉપાડી જતી ગેંગ મુદ્દે અફવાઓ ફેલાયાનો દોર ચાલી રહ્યો છે જે મુદ્દે નાગરિકો દ્વારા ભૂલમાં ખોટી રીતે નિર્દોષ નાગરિકોને માર મારવા તેમજ ભીડ દ્વારા તેમની હત્યા થયાની ઘટનાઓ સામે આવી રહી છે. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં બની રહેલી આવી ઘટનાઓને ધ્યાને લઈને કેન્દ્રની મોદી સરકારે વોટ્સએપને દિશા નિર્દેશ જાહેર કર્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું છે કે, બિનજરૂરી અને ઉશ્કેરણીજનક મેસેજીસને પોતાનું પ્લેટફોર્મ બનતા રોકવામાં આવે. ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી મિનિસ્ટ્રીએ વોટ્સએપને ચેતવણી આપતા કહ્યું છે કે, વોટ્સએપ પોતાની જવાબદારીથી મોં ન ફેરવી શકે.

આમમલે હવે વોટ્સએપએ પણ ભારત સરકારે દાખવેલી ચિંતાને ધ્યાને લઇને સરકારને પત્ર લખીને જણાવ્યું છે કે, હિંસાની ખતરનાક ઘટનાઓને અને કૃત્યોથી આઘાતગ્રસ્ત છે અને અમે આ મામલે જરૂરી બનતી તમામ કાર્યવાહી કરશું.

તાત્કાલિક પગલાં ભરવાની આપી હતી સૂચના

વોટ્સએપ પર ઉશ્કેરણીજનક અને નાના બાળકો ઉઠાવી જવાના મેસેજ તેમજ વિડીયો વાઇરલ થતા લોકો આવા મેસેજને સાચા માનીને બેસે છે અને પરિણામે મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ આખા દેશમાં બની રહી છે અને નિર્દોષ લોકોને મારવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ મામલે આઇટી મંત્રાલયે લાલ આંખ કરતા વોટ્સએપને આવા ફેક મેસેજ ફરતા રોકવા તેમજ તાત્કાલિક પગલાં ભરવાની અને આવી મેલિન પ્રવૃત્તિઓ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ ન થાય તેમાટે ખાતરી કરવા સૂચના આપી હતી.

મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજીને મોકલેલા પત્રમાં વોટ્સએપએ જણાવ્યું હતું કે, બીજી જુલાઈએ લખેલા પત્ર બદલ આભાર. ભારત સરકારની જેમ અમે પણ હિંસાના આવા જઘન્ય કૃત્યોથી હચમચી ગયા છીએ અને આપશ્રી દ્વારા ઉઠાવવામાં આવેલા મહત્વના મુદ્દે અમે તત્કાળ પ્રતિસાદ આપવા માંગીએ છીએ. અમે માનીએ છીએ કે આ એક પડકાર છે જેનો સામનો કરવા માટે સરકાર, નાગરિક, સમાજ અને ટેકનોલોજી કંપનીઓએ સાથે મળીને કામ કરવું પડશે.

ભારતમાં 200 મિલિયન જેટલા યુઝર્સ

ઉલ્લેખનીય છે કે ભારત વોટ્સએપ જેવી સોસીયલ મીડિયા પ્લેટફોર્મ માટે ખુબજ મોટું બજાર છે અને ખાલી ભારત માજ વોટ્સએપના 200 મિલિયન જેટલા યુઝર્સ છે આ બાબત ધ્યાને લઇને વોટ્સએપ દ્વારા હવે આવી ઘટનાઓ તેના પ્લેટફોર્મ દ્વારા ના બને તેમાટે અપડેટ દ્વારા નવું ફીચર્સ લાવવાની વિચારણા કરી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!