
ગુજરાતમાં ગત રાજ્યસભા યોજાવાની હતી ત્યારથી આજ સુંધી રાજકીય ગરમાંગરમી વાળું વતાવરણ રહ્યું છે. એમાં ઘી પુર્યુ પેટા ચૂંટણી ની જાહેરાતે. હવે જેમ જેમ પેટા ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધારે ઘેરો બનતો જાય છે. ભાજપ દ્વારા આઠ માંથી સાત બેઠકો પર ઉમેદવાર જાહેર કરી નાખ્યા છે એક લીમડી બેઠક માટે ભાજપમાં ઘમાસાણ થઈ રહ્યું છે જેનું પરિણામ એટલે કે ઉમેદવાર આજે અથવા કાલ સુંધી જાહેર થઈ જશે. બીજી તરફ કોંગ્રેસ એક સ્ટ્રેટેજી સાથે મેદાને ઉતરી રહી છે. કોંગ્રેસ દ્વારા પાંચ બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે. બાકીની બેઠકો પર પણ આગામી 24 કલાકમાં ઉમેદવારો જાહેર થઈ જશે.

આગામી 3જી નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસે કમર કસી છે. ભાજપ માટે બખ્ખા છે પરંતુ કોંગ્રેસ માટે શાખની લડાઈ છે એટલે કોંગ્રેસ એક સ્ટ્રેટેજી સાથે મેદાન એ જંગ માં ઉતરી રહી છે. અને આજ સ્ટ્રેટેજી એ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. ભાજપે કોંગ્રેસ માંથી આવેલા આયાતી નેતાઓને ટિકિટ આપીને પોતાના જ કાર્યકરોની અવગણના કરી અને પાર્ટીમાં હતાશા વધારી બસ કોંગ્રેસ દ્વારા ભાજપના આજ પગલાંને પોતાની તરફ એનકેશ કરવાની સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે.

આ વચ્ચે રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. અને એ પણ એવો સમય છે કે જ્યારે ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. અને આવા રાજકીય ગરમાંગરમી વાળા સમય વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી શકે છે. જો રાહુલ ગાંધી પેટા ચૂંટણી ના સમયે ગુજરાત આવે તો ગુજરાતનું રાજકારણ વધારે ગરમાઈ જશે. ખેડૂતોના મુદ્દે ખેડૂતોમાં રોષ છે જ અને આ જ રોષને કોંગ્રેસ પેટા ચૂંટણીમાં મુદ્દો બનાવવા ઈચ્છે છે. જો કે રાહુલ ગાંધી ના આ કાર્યક્રમ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ખેડૂતો માટે અને ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા કાળા કાયદા સામે રાહુલ ગાંધી ગુજરાતમાં ટ્રેકટર રેલી કરી શકે છે. અને આ રેલીનો લગભગ 50 કી.મી.નો રૂટ બનવવામાં આવ્યો છે. આ રેલીમાં પણ રાહુલ ગાંધી પંજાબ હરિયાણાની જેમ ટ્રેકટર પર બેસીને રેલી કરશે. જો કે હજુ સુંધી ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના આ પ્રવાસ આયોજન બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઓક્ટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના પ્રવાસનું આયોજન લગભગ લગભગ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સમગ્ર પ્રવાસનું આયોજન અને રૂટ નક્કી થઈ ગયો છે. પરંતુ હજુ સત્તાવાર જાહેરાત બાકી છે એ પણ ટૂંક સમયમાં પ્રદેશ કાર્યાલય તરફથી કરવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આગામી 8 વિધાનસભાની બેઠકો માટેની પેટા ચૂંટણીની પણ સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ઓનલાઈન પ્રચારમાં પણ કોંગ્રેસ રાહુલ ગાંધી દ્વારા સભા કરવી શકે છે. આ સ્ટેહે જ કોંગ્રેસ 8 બેઠકો પર ગદાર વર્સીસ વફાદાર નામે અભિયાન ચલાવશે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોમ્બર માસના અંત સુધીમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે અને આ માટે કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીની ટ્રેકટર યાત્રા યોજવામાં આવવાની વાત વહેતી થયા બાદ ભાજપમાં ગભરામણ થવા લાગી હોય તેમ છે કારણ કે રાહુલ ગાંધી ભાજપની દુઃખતી રાગ દબાવશે એ મુખ્યમંત્રી રૂપાણી જાણે હાલમાં ગુજરાત આંદોલનની ધરતી બનતું જાય છે. રોજગારી, બેરોજગારી, ખેતી, ભરતી, પરીક્ષા વગેરે મુદ્દે અનેક આંદોલનો થઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી આ તમામ મુદ્દે રૂપાણી સરકારને ઘેરસે એ નક્કી છે.