
લોકસભા ૨૦૧૯ની ચુંટણીમાં પ્રચંડ બહુમતથી જીત્યા બાદ ૩૦મી મે ના રોજ નરેન્દ્ર મોદીએ ફરી પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને સાથે સાથે મંત્રીઓએ પણ ગુપ્તતાના શપથ લીધા. આ વખતનું મંત્રીમંડળ વધારે ચર્ચાસ્પદ રહ્યું છે. અમિત શાહ ને ગૃહમંત્રી બનવતા ચર્ચા વધારે વેગવંતી બની છે.

ગઈ સરકાર કરતા તદ્દન નવું અને કેટલાય નવા સભ્યોનું ફ્રેશ કહી શકાય તેવું મંત્રીમંડળ દેશને મળ્યું છે પરંતુ અનુભવમાં લગભગ તમામ સદસ્યો નવા છે એટલે કદાચ મોદી સરકારને સમય જતા ફટકો પડી શકે છે અથવા મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઇ શકે છે.

આ મંત્રી મંડળમાં સૌથી ચર્ચાસ્પદ કહી શકાય એવું છે ગૃહમંત્રાલય કારણ કે મોદી કેબિનેટમાં અમિત શાહને ગૃહમંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. અમિત શાહ આ પહેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી તરીકે પણ રહી ચુક્યા છે.

અમિત શાહ નું નામ ગૃહમંત્રી તરીકે જાહેર થતાની સાથે જ પાટીદાર આંદોલનના નેતા અને હાલ કોંગ્રેસ પક્ષના યુવાન નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા દ્વારા અમિત શાહ તેમજ મોદી સરકાર પર શાબ્દિક ચાબખા મારીને નિશાન સાધ્યું હતું.

હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અમિત શાહ જી ગૃહમંત્રી બન્યા છે તેથી હું તેમને હાર્દિક શુભકામનાઓ આપી રહ્યો છું. પણ આજે કેટલાક ભક્તોના મારા પર મેસેજ આવી રહ્યા છે કે હવે તારૂ શું થશે હાર્દિક?! મતલબ અમિત શાહ ના ગૃહમંત્રી બન્યા પછી ભક્તો ખુબ ખુશ છે.

વધુમાં હાર્દિકે જણાવ્યું કે, અમિત શાહના ગૃહમંત્રી બન્યા બાદ કેટલાક ભક્તોના મારી પર મેસેજ આવે છે અને ગંદી ભાષામાં મેસેજ કરીને ધમીકી પણ આપે છે. ભાજપ વિરુદ્ધ લડવાવાળા અમારા જેવા યુવાનોને મારીનાખવામાં આવશે? ચાલો ભગવાનની જેવી ઈચ્છા.

હાર્દિક પટેલે અંતે ક્રાંતિકારી લોહિયાના શબ્દો યાદ કરીએન કહ્યું કે, મને આંદોલનકારી લોહિયાજીના શબ્દો યાદ આવી રહ્યા છે, જો રસ્તા શાંત થઇ જશે તો સંસદ બેકાર આવારા થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, અમિત શાહ નું ગૃહમંત્રી બનવું લગભગ લગભગ નક્કી જ હતું. વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૧૯ સુંધી મોદી સરકારમાં નંબર બે એટલે કે ગૃહમંત્રી તરીકે રાજનાથસિંહ હતા અને હવે અમિત શાહ ના આવ્યા બાદ રાજનાથ સિંહની જગ્યા અમિત શાહે લઇ લીધી છે જે લગભગ નક્કી જ હતું.