
જાંબાઝ ભારતીય વાયુ સેના દ્વારા પાકિસ્તાનને એના કરતુત માટે એર સ્ટ્રાઈક કરીને જડબા તોડ જવાબ આપવામાં આવ્યા છે. આપણી સેના ભારતના સૌર્યનું પ્રતિક છે. ભારતની જમીની, દરિયાઈ અને હવાઈ સેના એ વિશ્વની મજબુત સેનાઓ માંથી એક ગણવામાં આવે છે. તેનો પરચો 1971ના યુદ્ધમાં ભારતે વિશ્વને આપી દીધો છે. જનરલ સામ માણેકશા રણનીતિ એ એક જ દિવસમાં પાકિસ્તાન ના 500 યુદ્ધ જહાજો ભંગાર બનાવી દીધા હતા.

જનરલ સામ માણેકશા નો જન્મ ત્રીજી એપ્રિલ, ૧૯૧૪ ના રોજ થયો હતો આજે તેમની પુણ્યતિથી છે. ૨૭મી જુન, ૨૦૦૮ ના રોજ તેમનું અવસાન થયું હતું. જે ભારતની શાન સમાન હતા. જેમના નામથી પાકિસ્તાન થર થર કાંપતુ હતું. જેમની દુરંદેશી નીતિ અને રણનીતિના કારણે આખાય વિશ્વએ ભારતની તાકાત જોઈ લીધી.

તો વાત છે ભારતના સૌર્ય સમાન વર્ષ ૧૯૭૧ના યુદ્ધની, સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા તેઓ જનરલ સામ માણેકશા ના નામથી વધારે ઓળખાય છે (ત્રીજી એપ્રિલ, ૧૯૧૪ – સત્તાવીસ જૂન, ૨૦૦૮) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે વર્ષ ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો.

1971ના યુદ્ધમાં એક દીવસમાં ભારતે પાકિસ્તાનના 500 જેટલા એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા.
પાકિસ્તાન ભારતની બંને બાજુ હતું ઇસ્ટ પાકિસ્તાન અને વેસ્ટ પાકિસ્તાન ભારત આ વચ્ચે સેન્ડવીચ જેવી દશામાં હતું જે ભારત પાકિસ્તાન ભાગલા વખતે મુસ્લિમ લીગ પ્રમુખ અને પાકિસ્તાન બનાવવામાં જેમનો મુખ્ય હાથ હતો તેવા જિન્નાહની કારીગરી હતી ભારતને દબાવવાની.

ભારત પાકિસ્તાનના ભાગલા બાદથી જ પાકિસ્તાનમાં બંને તરફ અંધાધુંધી હતી બીજી તરફ ભારત દેશ વિકાસના માર્ગે અને શાંતિના માર્ગે આગળ વધી રહ્યો હતો. પરંતુ ૧૯૬૯ બાદ ઇસ્ટ અને વેસ્ટ પાકિસ્તાનમાં અંધાધુંધી વધારે પ્રમાણમાં ફેલાવવા લાગી.

પૂર્વ પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં બંગાળી લોકો હતા. તેમની વચ્ચે ઘણી સમસ્યાઓ હતી, જેમાં ભાષાકીય તફાવત એક મોટી સમસ્યા હતી. કારણ કે પાકિસ્તાને ઉર્દુને તેની રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરી હતી. જે બંગાળી જનતા લખી વાંચી શક્તિ નહતી. જે બાબતે પૂર્વ પાકિસ્તાનમાં આ એક મોટા ગુસ્સા સમાન હતું. આ તંગ વાતાવરણમાં, 1970 માં પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી હતી. આ ચુંટણીમાં પૂર્વ પાકિસ્તાનની આવામી લીગએ 313 બેઠકોમાંથી 167 બેઠકો જીતીને બહુમતી હાંસિલ કરી લીધી હતી. બહુમતી હોવા છતાં તેને પાકિસ્તાનમાં સરકાર બનાવવાની મંજૂરી તેમને નહોતી મળતી. તેથી તેમના દ્વારા આ સામે સામે હડતાલ આપવામાં આવી, બિનસાંપ્રદાયિક ચળવળ શરૂ કરવામાં આવી, પરંતુ તે કશુય આવામી લીગને મદદ કરી શકી નહીં. આ પછી પૂર્વ પાકિસ્તાનમાં રહીને કેટલાક પશ્ચિમી પાકિસ્તાનીઓ દ્વારા પૂર્વીય પાકિસ્તાનમાં રહેતા બિહારીઓની હત્યા કરવાનું શરૂ કર્યું. જેના કારણે જોત જોતામાં 300 જેટલા બિહારીઓનું મોતને ભેટ્યા હતા. જેના કારણે પશ્ચિમી પાકિસ્તાને આ તકને ઝડપીને બાંગ્લાદેશમાં સેના મોકલી દીધી હતી.

૨૫ મી માર્ચ ના રોજ બંગાળી નેતાઓની ધરપકડ અને તેમની રાજનૈતિક હત્યાઓ થવા લાગી પાકિસ્તાન જબરદસ્ત અંધકારમાં ગતિ કરવા લાગ્યું. બીજી તરફ બંગાળી શરણાગતિઓ ભારત તરફ આવવા લાગ્યા ભારતના પ્રધાનમંત્રી એ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું અને ભારતની બોર્ડર ખોલી નાખી. ભારતમાં લગભગ એક કરોડ જેટલા બંગાળી બોલતા લોકો આશ્રય માટે આવી ગયા હતા જે ભારતની અર્થવ્યવસ્થાને ખુબજ નુકશાન કરતા હતું તે જોઇને ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનને શાંતિની અપીલ કરી.

પરંતુ પાકિસ્તાન દ્વારા આ અપીલ ફગાવી દેવામાં આવી ભારતને તેમના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ના કરવા જણાવ્યું અને ક્યાંકને ક્યાંક ભારત સામે પાકિસ્તાનમાં રોષ પેદા કરવામાં આવ્યો અને “ક્રશ ઇન્ડિયા” જેવી ચળવળ ચાલુ કરવામાં આવી આ જોતા સેના પ્રમુખ જનરલ સામ માણેકશા સાથે ચર્ચા વિચારણા બાદ તત્કાલીન પ્રધાનમંત્રીના આદેશ અનુસાર ભારતની તમામ બોર્ડર પર જવાનોની ભારે માત્રામાં તેનાતી કરવામ આવી અને બોર્ડર સિક્યુરીટી વધારી ને બોર્ડર શીલ કરી દેવામાં આવી.

ગુસ્સેલ પાકિસ્તાન દ્વારા ૩ ડીસેમ્બર ૧૯૭૧ના રોજ સાંજે ૫:૪૦ વાગે ભારતના ૧૧ એર બેઝ પર હમલો કરવામ આવ્યો. જેના બાદ ભારતીય પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સાથે યુદ્ધ ડીકલેર કરી દીધાની જાણકારી રેડિયો દ્વારા જનતાને આપી. ભારતે પાકિસ્તાનનાને જડબાતોડ જવાબ આપવા માટે પોતાના વાયુસેનાને આદેશ આપ્યા અને જાંબાજ વાયુ સેના એ એકજ દિવસમાં પાકિસ્તાનના 500 જેટલા એરક્રાફ્ટ તોડી પાડ્યા હતા. જે બાદ પાકિસ્તાનમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

એક જ દિવસમાં ભારતે પાકિસ્તાનના 500 એરક્રાફ્ટ તોડ્યા એ એક વિશ્વ વિક્રમ હતો જેના આંકડા બીજા વિશ્વ યુદ્ધ કરતા પણ મોટા હતા. એક દિવસની આ વાયુસેનાની સિદ્ધિ પર તમે નહિ આખુય વિશ્વ મોઢામાં આંગળા નાખતું થઇ ગયું હતું. એટલેજ ભારતીય આર્મીને વિશ્વની મહા શક્તિઓ માંથી એક માનવામાં આવે છે.

૧૩ દિવસમાં ભારતે પાકિસ્તાન, હાલના બંગલા દેશના ઢાકામાં કબજો કરીને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું હતું. આ યુદ્ધમાં ભારતીય સૈન્ય બંને બાજુ પાકિસ્તાન સાથે લડ્યું હતું પૂર્વી પાકિસ્તાનમાં ઢાકા પર કબજો મેળવ્યો હતો તો પશ્ચિમી પાકિસ્તાન હાલનું પાકિસ્તાન માં ઘૂસીને આઝાદ કાશ્મીર, પંજાબ અને સિંધ પ્રદેશોમાં ત્રિરંગો લહેરાવી ચુક્યું હતું.

પાકિસ્તાન પોતાની હાર ભાળી ગયું અને સરન્ડર કરવા તૈયાર થયું ૯૦,૦૦૦ જેટલા પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સૈન્ય સામે સરન્ડર કર્યું અને મેમોરેન્ડમ સાઈન કર્યું. આ યુદ્ધ માં મુખ્ય ભૂમિકા હતી જનરલ શામ માણેકશોની અને પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ની.

પહેલા તો જનરલ સામ માણેકશા એ આયુદ્ધ લડવાની ના પાડી જેનું મુખ્ય કારણ હતું વરસાદી વાતાવરણ પરંતુ ઇન્દિરા ગાંધીને આશ્વત કર્યા કે અમે કોઈપણ પરિસ્થિતિમાં લડવા તૈયાર છીએ અને યુદ્ધ જીતી શકીએ છીએ. પરંતુ જનરલ શામ માણેકશા એ ઇન્દિરા ગાંધી સમક્ષ એક શરત મૂકી કે અમારા પ્લાન અને અમારા નક્કી કરેલા દીવસે યુદ્ધ થવું જોઈએ ઇન્દિરા ગાંધી એ માથું હલાવ્યું અને સેના ને છુટ્ટો દોર આપ્યો. અને માત્ર ૧૩ દિવસમાં પાકિસ્તાનના બે ટુકડા કરીને આખાય વિશ્વને ભારતની તાકાત બતાવી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૭૧ ના યુદ્ધ બાદ પાકિસ્તાન પોતાની અવળચંડાઈ ઓચ્ચી કરી નાખી હતી અને પોતાની ઓકાદ માં આવી ગયું હતું. આ યુદ્ધ માં ભળેલી ભયંકર હાર બાદ પાકિસ્તાન ભારતીય વાયુ સેના, જનરલ શામ માણેકશા અને ઇન્દિરા ગાંધી ને ક્યારેય ભૂલી નઈ શકે!
તમામ ફોટો સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવ્યા છે તમામ ફોટોની માલિકી ,હક હિત જેતે વ્યક્તિની રહેશે .