India

ધારાસભ્યનો મોટો ખુલાસો ભાજપાએ જંગી રકમની ઓફર કરી હતી! નેતાઓએ નાખ્યા હતા ધામા!

દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ અને તેના ગઢબંધનની સરકાર છે. અને આ સાથેજ કેટલાક રાજ્યોમાં ભાજપ તત્કાલીન સરકાર પાડીને સત્તામાં આવ્યું છે. આ માટે ધારાસભ્યોની ખરીદફરોતના આરોપ પણ લાગ્યા છે. તો ક્યાંક કોંગ્રેસના એક નેતા તમામ ધારાસભ્યો લઈને ભાજપમાં જોડાઈને રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે! કોંગ્રેસ માંથી આવેલા નેતાઓ માત્ર મંત્રી જ નહીં પરંતુ રાજ્યના મુખ્યમંત્રી પણ બની ગયા છે. આવા એક નહીં કેટલાય રાજ્યો છે જ્યાં સત્તા પલટ થતાં આવું બન્યું છે. ભાજપ નેતા રાહ જુએ અને કોંગ્રેસ માંથી ભાજપમાં આવેલ નેતાઓ મંત્રી મુખ્યમંત્રી બને.

આવું જ કઈંક દેશના કેન્દ્રશાસિત પ્રદેશ પોન્ડુચેરીમાં બન્યું છે. થોડા દિવસ અગાઉ પોન્ડુચેરીમાં કોંગ્રેસ સરકાર પડી ગઈ છે. એ પહેલાંજ રાષ્ટ્રપતિ દ્વારા પોન્ડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીને હટાવવામાં આવ્યા હતાં અને બીજા દિવસે કોંગ્રેસ સરકાર અલ્પમત માં હોઈ વિધાનસભા માં વિશ્વાસ મત હારી જતાં સરકાર પડી ગઈ હતી. જો કે આજ વર્ષે પોન્ડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ રહી છે. પરંતુ આ સમગ્ર ઘટના બાબતે પોન્ડુચેરીના અપક્ષ ધારાસભ્ય એ મોટો ખુલાસો કર્યો છે જે બાદ ચકચાર મચી જવા પામ્યો છે.

CAA
ફોટો સોશિયલ મીડિયા

કેન્દ્રશાસિત પ્રદેશ પોન્ડુચેરીના માહે વિધાનસભા મત વિસ્તારના અપક્ષ ધારાસભ્ય, ડૉ. વી. રામચંદ્રને ખુલાસો કર્યો છે કે જ્યારે તેમણે પુડુચેરીની કોંગ્રેસ સરકારને પછાડવામાં મદદ કરવા માટે તેમને તેમના મત વિસ્તારના વિકાસ માટે તેમજ વ્યક્તિગત ટેકો આપવા માટે મોટી રકમની ઓફર કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હટાઉ કે, કેન્દ્રની ભાજપ સરકારે પોન્ડુચેરીની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને પાડવા માટે તમામ યુક્તિઓ અપનાવી છે. આ કામગીરીનું નેતૃત્વ કરવા માટે ભાજપના વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓએ પોન્ડુચેરીમાં ધામા નાખ્યા હતાં.

મુખ્યમંત્રી રૂપાણી, પ્રધાનમંત્રી મોદી, PM Modi, CR Patil, Gujarat BJP
ફોટો સોશિયલ મીડિયા

મને મારા મત વિસ્તારના વિકાસ માટે તેમજ મારા માટે વ્યક્તિગત રીતે મોટી ધનરાશી આપવાની ઓફર કરી હતી, પરંતુ મેં સ્પષ્ટ રીતે ‘ના’ કહ્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આવી રીતે પૈસાનો ઉપયોગ કરવો લોકતંત્ર માટે એક અભિશાપ છે. જે સ્વીકાર્ય નથી. ફરીથી વિધાનસભા ચૂંટણી લડવાના સવાલ પર પોન્ડુચેરી ધારાસભ્ય ડૉ. રામચંદ્રને કહ્યું કે, મેં હજી સુધી નિર્ણય લીધો નથી કે હું આગામી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યો છું કે નહીં. પરંતુ પુડુચેરીમાં પાવર ગેમ અને ત્યાં થઈ રહેલા હોર્સટ્રેડિંગથી મારું મન અસ્વસ્થ થઈ ગયું છે.

પેટાચૂંટણી, રાજ્યસભા, રાજ્યસભા ચૂંટણી, ગુજરાત કોંગ્રેસ
ફોટો: સોશિયલ મીડિયા

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવી શકશે કે કેમ ના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જમીન પર જરૂર હોય તેટલું કરી શકશે નહીં. જોકે, ભાજપ સફળતા મેળવવા અને રાજ્ય ચલાવવા માટે કેટલાક શક્તિશાળી સમુદાયોની પીઠ પર સવારી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે મારા મત મુજબ શક્ય નથી. મતલબ કે ભાજપ માટે વિધાનસભામાં બહુમતી લાવવી અને સરકાર બનાવવી એ વધારે કઠણ છે.

જણાવી દઈએ કે, ડૉ. રામચંદ્રન પહેલી વખત પોન્ડુચેરી વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે. અને તેમણે પોન્ડુચેરીના પૂર્વ ગૃહમંત્રી જે છેલ્લા 5 ટર્મથી સતત ચૂંટાતા આવતાં હતાં તેમને હરાવીને વિધાનસભા પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના બાબતે પોન્ડુચેરીના અપક્ષ ધારાસભ્ય ડૉ. રામચંદ્રન દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જે બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામ્યો છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!