India

શું હતી કરુણાનિધિની અંતિમ ઈચ્છા, તેમના પુત્ર સ્ટાલિને જણાવ્યું અને પૂરી કરી પિતાની આખરી ઈચ્છા

પાંચવાર તામીલનાડુના મુખ્યમંત્રી રહેલા ૯૪ વર્ષના કરુણાનિધિ નું મંગળવારે  ચેમ્ન્નાઈ માં એક ખાનગી હોસ્પીટલમાં અવસાન થયું હતું.

કરુણાનિધિના અંતિમ સંસ્કાર ચેન્નાઈના મરીના બીચ પર થશે એ હવે ફાઈનલ થઇ ગયું છેઅને આ વાંચતા હશો ત્યાં સુંધી તેમની અંતિમ ક્રિયાઓ પણ પૂર્ણ થઇ ગઈ હશે. અત્યારે કરુણાનિધિ સાથે જોડાયેલી કેટલીક રોચક બાબતોની સમાચાર ન્યુઝ વેબસાઈટમાં શેર થવા લાગી છે. આ દરમિયાન દ્રાવિડ મુનેત્ર કડગમ (ડીએમકે) નેતા અને કરુણાનિધિ ના પુત્ર સ્ટાલીન ભાવુક બની ગયા અને તેમને પત્ર જાહેર કર્યો.

શું હતી કરુણાનિધિ ની આખરી ઈચ્છા

આ પત્રમાં સ્ટાલીને જણાવ્યું કે તેમના પિતાએ ત્રણ વર્ષ પહેલા તેમની કબર પર એક સંદેશ લખવા માટે જણાવ્યું હતું, સ્ટાલીને જાહેર કરેલા પત્રમાં પોતાના પિતાને સંબોધતા લખ્યું, “ ત્રણ વર્ષ પહેલા તમે કહ્યું હતું કે તમારી કબર પર આ શબ્દો લખવામાં આવે, એક વ્યક્તિ જે હમેશા આરામ કર્યા વગર કામ કરતો રહ્યો, હવે એને આરામ મળ્યો.”

પૂરી થઇ કરુણાનિધિ ની અંતિમ ઈચ્છા

સ્ટાલિને તેમના પિતા કરુણાનિધિની જે છેલ્લી ઈચ્છા વિષે જણાવ્યું હતું તે તેમને પૂરી કરી છે, કરુણાનિધિ ના તાબુદ પર કોતરાવવામાં આવું છે કે, “ એક વ્યક્તિ જે હમેશા આરામ કર્યા વગર કામ કરતો રહ્યો, હવે એને આરામ મળ્યો.”

મારા નેતા શું હું તમને અપ્પા કહીને બોલાવી શકું છું : સ્ટાલિન

પત્રમાં સ્ટાલિને જણાવ્યું હતું કે, “ તમને અપ્પા, અપ્પા, કહીને બોલાવવાની જગ્યાએ મેં ઘણીવાર તમને થાલાઈવરય, થાલાઈવરય કહીને બોલાવ્યા છે. થાલાઈવરય શું હું આપને એકવાર અપ્પા કહીને બોલાવી શકું છું.

અત્રે જણાવી દઈએ કે કરુણાનિધિ ને બધાય લોકો થાલાઈવરય કહીને જાણે  છે અને સંબોધે છે જેથી કરીને તેમના કુટુંબમાં પણ લોકો તેમને થાલાઈવરય કહીને જ બોલાવતા હતા. થાલાઈવરય નો મતલબ મારા નેતા થાય છે.

કરુણાનિધિ સાથે જોડાયેલી કેટલીક વિશેષતા

  • કરુણાનિધિનું પુરુનામ મુથુવલ કરુણાનિધિ હતું.
  • તેમનો જન્મ ૩, જુન, ૧૯૨૪માં તંજાવુર જીલ્લામાં થયો હતો. તે બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.
  • તેમણે પોતાના કરિયરની શરૂઆત પત્રકાર, નાટકકાર અને સ્ક્રીપ્ટ રાઈટર તરીકે કરી હતી.
  • તે સમાજ સુધારક પેરિયાર ઈ.વી. રામાસ્વામી અને અન્ના ના પ્રભાવમાં આવીને દ્રવિડ અભિયાન સાથે જોડાયા હતા.
  • તે દ્રવિડ અભિયાન સાથે જોડાયેલા અંતિમ લોકો માંથી એક હતાં, જે તમિલનાડુમાં પાંચ દશક પહેલા સામાજિક ન્યાય ના આધાર પર રાજનીતિમાં પછાત વર્ગના લોકોના ઉત્થાન અને કોંગ્રસ પાર્ટીના એક વિકલ્પ બનીને ઉભર્યા હતા.
  • તે તેમના પથ દર્શક સી.એન. અન્નાદુરાઈ (અન્ના) ની જગ્યાએ ૧૯૬૯ માં મુખ્યમંત્રી બન્યા હતા, તેમણે પાર્ટી અને સરકાર પર પોતાની મજબુત પકડ જમાવી હતી.
  • તેમણે ૧૯૫૭ માં કુલીથાલાઈ થી સફળતાપૂર્વક તેમની પહેલી ચુંટણી લડી હતી અને તેના પછી તેમણે ૧૩ ચુંટણીમાં એકેયવાર હાર્યા નથી. મતલબ તેમના જીવન દરમિયાન તે એકપણ ચુંટણી હાર્યા નથી.
  • ૯૪ વર્ષના કરુણાનિધિ પાંચવાર તામીલનાડુના મુખ્યમંત્રી રહ્યા હતા.
  • તે લગભગ ૫૦ વર્ષ સુંધી ડીએમકે અધ્યક્ષ રહ્યા.
  • જવાહરલાલ નેહરુ થી લઈને નરેન્દ્ર મોદી સુંધી ના દરેક પ્રધાનમંત્રી સાથે કરુણાનિધીએ કામ કરેલું છે જે ખુદ પણ એક ભવ્યતા છે.
  • કલાઈગનાર ના રૂપે પ્રખ્યાત કરુણાનિધિ ને કલા, સાહિત્ય, ફેશન, રંગમંચ અને સિનેમા માં પણ કુશળતા હાંસિલ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!