તો આ છે ભારતીય જનતા પાર્ટીની સફળતાનો રાઝ, ભાજપ સૌથી આગળ

તમને લાગતું હશે કે વિમલ ટીવી ચેનલ પર એડ કેમ્પઈનમાં સૌથી આગળ છે. પણ એવું નથી વિમલ પાનમસાલા અત્યાર સુંધીની સૌથી વધારે એડ આપનાર કંપની છે એવું પણ નથી અને તેની સામે કોઈ પણ ટકી શક્યું નથી એ પણ સાચું નથી સાચું તો એ છે કે વિમલ એક થી દસમાં પણ નથી. હવે હકીકત તો એ છે કે મોટી મોટી બ્રાન્ડ અને પ્રોડક્ટને ટક્કર આપનાર એક જ છે એ છે ભાજપ. હા તમે સાચું વાંચ્યું ભાજપ બધીય કંપની અને પ્રોડક્ટને એડ કેમ્પઈનમાં ટક્કર આપી રહી છે.
BARC ના સર્વે મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ટીવી પર સૌથી વધુ જાહેરાત આપવામાં દેશભરના ઉત્પાદકો કરતાં રાજકીય પક્ષ ભાજપ 22099 વખત જાહેરાત આપી પહેલાં નંબર પર છે.
વિમલ અને અન્ય કંપની માટે ચિંતા જનક સમાચાર તો નથી જ કારણકે ભાજપ પાનમસાલા, સાબુ કે શેમ્પુ વેચવાની નથી એટલે કંપનીઓ ટેનશન ફ્રી છે. પણ સવાલ એ છે કે ભાજપ પાસે આટલા પૈસા અને આટલું ફંડ આવ્યું ક્યાંથી? તો એનો જવાબ પણ એ છે કે ભાજપ સત્તામાં આવ્યા બાદ તેને સૌથી વધારે દાન મળ્યું છે. અને દાનનો ઉપયોગ ભાજપ પોતાની પાર્ટીની પબ્લિસિટી માટે કરી રહ્યું છે.
એક વાત જાણવા જેવી છે કે, ઉત્પાદન કરતી કંપનીઓ તો જાહેરાત થકી વધુ વેચાણ કરી જાહેરાત પાછળ થતો ખર્ચ કાઢી લે છે પણ ભાજપ આટલા નાણાં ક્યાંથી લાવે છે અને જાહેરાત પાછળ થતો ખર્ચ કયા નફામાંથી પરત મેળવે છે?
ચલો એ આપણો વિષય નથી હવે જણાવી દઈએ કે આ લિસ્ટમાં કોંગ્રેસ ક્યાંય એક થી દસ માં પણ દેખાતી નથી. એટલે કે કોંગ્રેસ દ્વારા આવા કોઈ પ્રચાર પ્રસાર કરવામાં આવતા નથી. 10 વર્ષમાં કોંગ્રેસે દેશને આર્થિક અને સામાજિક રીતે મજબૂત કરવા માટે ઘણી બધી યોજનાઓ આપી અને દેશનો આર્થિક અને સામાજિક વિકાસ કર્યો પણ ક્યારેય આવા ખોટા ખર્ચ કરીને પાર્ટીની ઇમેજ બનાવવાની કોશિશ કરી નહોતી પણ જો આવી કોશિશ કરી હોત તો અત્યારે મોદી યુગ જોવા ના મળેત અત્યારે કોંગ્રેસના જમાના હોત હાલો જે થયું એ હવે આપણે શું કરી શકીએ.
હવે જાણીએ કે ટોપ ટેનમાં કોણ કોણ છે.
