IndiaWorld

પાકિસ્તાને હથિયાર હેઠા મુક્યા! ભારત ની આ તૈયારી માત્રથી ડર્યુ પાકિસ્તાન! જાણો!

છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન દ્વારા ભારતને યુદ્ધની પરમાણુ યુદ્ધની ધમકીઓ આપવામાં આવી રહી હતી પરંતુ ભારત પર પાકિસ્તાનની આ કોઈ ધમકીઓ અસર થઈ નથી. ભારતે પાકિસ્તાનને જવાબ આપવા કામ કરીને તેને ઘરભેગુ કરવું વધારે સમજ્યું હતું. પાકિસ્તાનના વડાપ્રધાન સહિત લગભગ તમામ મંત્રીઓ ભારત સાથે અંતિમ યુદ્ધની ધમકીઓ આપતાં હતા તેમાં પાકિસ્તાનના રેલવે મંત્રીએ તો હદ જ વટાવી નાખી હતી તેમણે ભારત ને ધમકી આપતાં કહ્યું કે અમે ભારત સાથે અંતિમ પરમાણું યુદ્ધ કરવા સક્ષમ છીએ.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન પણ આવાજ ભડકાઉ અને બેજવાબદાર નિવેદનો આપીને ભારત અને વિશ્વમાં શાંતિ ડહોળવાના પ્રયત્નો કરી રહ્યા હતાં. તેમાં પણ પાકિસ્તાન દ્વારા ગજનવી મિસાઈલનું પરીક્ષણ સફળતાપૂર્વક થતાં પાકિસ્તાનનો અહંકાર આસમાને પહોંચી ગયો હતો અને જોશમાં આવેલા પાકિસ્તાન સરકારનાં મંત્રી શેખ રશીદે કહ્યું હતું કે, કાશ્મીરની આઝાદીનાં અંતિમ સંઘર્ષનો સમય આવી ગયો છે અને આ વખતે ભારત સાથે થનારૂ યુદ્ધ અંતિમ રહેશે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા રવિશ કુમારે જણાંવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર મામલે પાકિસ્તાનના નેતાઓ તરફથી અપાતા નિવેદનો અમારા આંતરિક મામલામાં દખલગીરી સમાન છે અને આ બાબતે અમારી સુરક્ષા એજન્સીઓ સ્થિતિને સુધારવા માટે સંપૂર્ણ પણે તૈયાર અને સક્ષમ છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનની નફ્ફટાઈ, બદદાનત અને વારંવાર ભારતને આપવામાં આવતી ધમકીઓ પગલે ભારતે પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવાનું નક્કી કર્યું અને મળતી માહિતી મુજબ ભારતીય સેનાએ પાકિસ્તાની સરહદ પર ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ (આઈબીજી), વોર ગ્રુપ તૈનાત કરવાની યોજના બનાવી છે, જેને સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. અને લગભગ લગભગ આ વર્ષના અંત સુધીમાં, ભારતની પશ્ચિમ અને પૂર્વ સરહદો પર સૈન્ય તૈનાત કરી દેવામાં આવશે. ચીફ ઓફ આર્મી સ્ટાફ બિપિન રાવતે કહ્યું હતું કે, વર્ષના અંત સુધીમાં, ભારતીય સેના 3,323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદ પર સેના તરફથી પોતાનો પહેલો આઈબીજી તૈનાત કરશે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સંરક્ષણ મંત્રાલય દ્વારા હિમાચલ પ્રદેશના યોલમાં સ્થિત 11 મી કોર્પ્સની પુનર્રચનાને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, યોલ સ્થિત આર્મીની 11 મી કોર્પ્સમાં આઇબીજીની રચના કરવામાં આવશે અને પશ્ચિમ સરહદ પર તૈનાત કરવામાં આવશે. જેના કારણે પાકિસ્તાન પર દબાવ બનાવવામાં આવશે અને પાકિસ્તાનનાની તમામ ધમકીઓની આ તૈનાતી બાદ હવા નીકળી જશે કારણકે, વર્ષ 2009 માં રચાયેલી આર્મીની 11મી કોર્પ્સ તેની સૌથી યુવા સૈન્યમાંની એક છે અને તેને પાકિસ્તાન અને ચીનની નકારાત્મક હરકતો અને ધમકીઓને લઈને તેની રચના કરવામાં આવી હતી.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાનની વધતી દાદાગીરી અને નફ્ફટાઈ ને ધ્યાને લઈને સંરક્ષણ મંત્રાલય દ્વારા આર્મીમાં ઘણા પરિવર્તનોને મંજૂરી આપી દીધી છે જેમાં પાકિસ્તાન સરહદે આઈબીજી તૈનાત કરવાની યોજના મુખ્ય છે. જે સામાન્ય નથી, ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રુપ્સ (આઈબીજી) સૈન્યનું સૌથી મોટું પુનર્ગઠન છે અને તેના મુખ્ય પ્રસ્તાવક જનરલ બિપિન રાવત છે. આઇબીજીનો મુખ્ય હેતુ યુદ્ધ માટે ગમે ત્યારે કોઈપણ સંજોગોમાં એલર્ટ પર રહેવાનો અને સંપૂર્ણપણે તૈયાર રહેવાનો છે સાથે સાથે સેનાના વિવિધ વિભાગોને નવા જૂથમાં જોડાવાનો છે. અને દેશની કોઈપણ સરહદ પર યુદ્ધ માટે તૈયાર રહેવાનો છે.

ભારત
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, ભારતીય આર્મી દ્વારા તૈયાર કરવાં આવેલા આઈબીજીમાં તમામ પ્રકારના યુદ્ધમાં જરૂરી તમામ શસ્ત્રોનો સમાવેશ કરવામાં આવશે જેમાં તોપ, ટેન્ક, હવાઈ સંરક્ષણ અને અન્ય જરૂરી ઉપકરણોનો સમાવેશ કરવામાં આવશે. મતલબ આઇબીજી લડત માટેના તમામ જરૂરી શસ્ત્રો સાથે અને તમામ પ્રકારના સૈન્યથી સજ્જ હશે. તેને યુદ્ધ માટે કોઈપણ સમયે કોઈપણ સંજોગોમાં સંપૂર્ણ તૈયાર એકમ બનાવવાની ભારતીય આર્મીની યોજના છે. ભારતની આ યોજનાઓની જાણકારી પાકિસ્તાન ને પડતા પાકિસ્તાનની હવા નીકળી ગઈ છે અને ગઈ કાલે પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવ્યું કે પાકિસ્તાન ભારત પર પહેલા પરમાણુ હુમલો નહીં કરે અમે યુદ્ધ નહીં શાંતિ ઇચ્છીએ છીએ. થોડા સમય પહેલા યુદ્ધના હિમાયતી આજે અચાનક શાંતિદૂત બની ગયા!!

Related Articles

Back to top button
આજનું રાશિફળ!