IndiaSocial Media Buzz
Trending

પાકિસ્તાનમાં હાહાકાર મચાવનાર અભિનંદન વર્ધમાન નો પ્રથમ વિડીયો થયો જાહેર!

ભારતીય વાયુ સેનાના જાંબાઝ સૈનિક વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાન બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં હુમલો કરવા પહોંચી ગયા હતા પરંતુ તેમનું એરક્રાફ્ટ ક્રેશ થતા તેમને તેમના પ્લેન માંથી તાત્કાલિક ઇજેક્ટ થવું પડ્યું હતું.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારબાદ પાકિસ્તાની ધરતી પર તેમનું પેરાશૂટ ખુલતા લેન્ડ થયા હતા. ત્યાં તેમની બહાદુરીના કિસ્સો તો તમે જાણો જ છો. પાકિસ્તાન આર્મીએ અભિનંદન ને પોતાની કસ્ટડીમાં લઇ લીધા હતા.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારબાદ જીનીવા સંધી મુજબ પાકિસ્તાને અભિનંદન વર્ધમાનની કસ્ટડી ભારતને સોંપી હતી અને ત્યારબાદ અભિનંદન વર્ધમાન ને તેમની સાથે થયેલા વર્તન અને તેમને થયેલી ઈજા તેમજ તે ફરીથી પ્લેન ઉડાવી શકશે કે કેમ એ તમામ ના ચેકપ માટે આર્મી મેડીકલ કેમ્પ અને હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ પ્રથમ વખત તેઓ ફરી વાયુ સેનામાં પરત ફરી રહ્યા છે.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

અભિનંદન વર્ધમાન સંપૂર્ણ ફીટ છે અને તેમની ફિટનેસના કારણે તેઓ ફરીથી પ્લેન પણ ઉડાવી શકશે. અભિનંદન વર્ધમાન સાથે તેમના સાથીઓ ફોટો પડાવી રહ્યા હોય અને તેઓ પણ મસ્ત મઝા કરી રહ્યા હોય એવો વિડીયો હાલ સોસીયલ મીડિયામાં વહેતો થયો છે.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

વિડીયોમાં હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો આ પ્રથમ વિડીયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ વિડીયો થોડા દિવસ પહેલાનો છે જેમાં અભિનંદન વર્ધમાન તેમના સાથી મિત્રો સાથે મસ્તી કરતા દેખાઈ રહ્યા છે.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

બે મીનીટના આ વીડીયોમાં અભિનંદન વર્ધમાન સાથે તેમના સાથી મિત્રો સેલ્ફી લેતા નજરે પડી રહ્યા છે અને અભિનંદન જણાવે છે કે આ ફોટોસ તમારા એકલા માટે નથી આ ફોટોસ તમે તમારા પરિવારને પણ મોકલજો તેમને હું રૂબરૂ મળી શક્યો નથી પરંતુ આ તમામ લોકોએ મારા માટે પ્રાથનાઓ કરી છે હું તેઓનો આભારી છું.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

ત્યારબાદ તમામ અભિનંદનને ઘેરીને ઉભેલા તમામ સાથી મિત્રો અભિનંદન વર્ધમાનની આ વાતને તાલીઓના ગડગડાટથી વધાવી લે છે. આ વિડીયોમાં અભિનંદન એકદમ ફીટ દેખાઈ રહ્યા છે અને કેહવામાં આવી રહ્યું છે કે આ વિડીયો જમ્મુ કશ્મીરનો છે.

અભિનંદન વર્ધમાન
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, અભિનંદન વર્ધમાન હવે સંપૂર્ણ ફીટ એન્ડ ફાઈન છે તેમને વાયુસેના ના તમામ ટેસ્ટ પણ પાસ કરી લીધા છે તેવું જણાવવામાં આવી રહ્યું છે અને ટૂંક જ સમયમાં તેઓ ફરીથી પ્લેન ઉડાવી શકશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!