
8 નવેમ્બર 2016ના રોજ દેશની મોદી સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નોટબંધીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં હાઈ વેલ્યુ નોટ બંધ કરવામાં આવી હતી એટલે કે 500 અને 100ની નોટને રદ્દ કરી દેવામાં આવી હતી જેના પગલે લાખો કરોડો લોકોને આર્થિક તંગિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નોટબંધીનો સરકારને જે ફાયદો જોઈતો હતો તે મળી શક્યો નોહતો એટલે કે લગભગ 99.30 ટકા જેટલી નોટો સરકાર પાસે પરત આવી હતી. જે જોતા કાળા નાણાંને ડામવા સરકારે ઉઠાવેલા પગલાંનો કોઈ મતલબ રહ્યો નોહતો. હવે સરકાર સમક્ષ એક RTI કરવામાં આવી છે.

નોટબંધીમાં 500 અને 1000ની નોટ બેન કર્યા બાદ સરકારે ચલણમાં 500ની અને 2000ની નવી નોટો ચલણમાં મૂકી હતી. જે બાબતે હાલ ચારે બાજુ 2000ની નોટનું ઓછું ચલણ જોતા ધારણાઓ બાંધવા માં આવી રહી છે કે નોટબંધી બાદ ચલણમાં આવેલ 2000 રૂપિયાની નોટ ટૂંક સમયમાં બંધ થઈ જશે. આ એટલે છે કે બજારમાં 2000ની નોટોની તંગી છે અને હાલ ચલણમાં 500ની નોટો વધારે દેખાય છે. આ પહેલા પણ સરકાર પાસે આ અંગે જવાબ માંગવામાં આવ્યો હતો. તો આ બાબતે હવે સરકાર સમક્ષ RTI કરવામાં આવી છે.

માર્કેટમાં 2000ની નોટની ઓછી આવક જોતા ભારતીય રિઝર્વ બેંક(RBI)માં RTI કરવામાં આવી છે અને આજ RTIના જવાબમાં રિઝર્વ બેન્ક દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરબીઆઈએ 2,000 રૂપિયાની નોટ છાપવાનું ઓછું કરી દીધું છે. એટલુંજ નહીં આ વર્ષે તો 2000ની નોટનું છાપ કામ સંપૂર્ણ બંધ કરી દીધું છે. હા RTI માં આપવામાં આવેલા જવાબ મુજબ આરબીઆઇ દ્વાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2000ની એકપણ નોટ છાપી નથી. એટલે માર્કેટમાં 2000ની નોટની તંગી છે. પરંતુ 500 અને 100ની નોટનું પ્રમાણ વધારે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે RBIએ RTI ના જવાબમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન 2,000 રૂપિયાની કુલ 3,542.991 મિલિયન નોટ છપાઈ હતી. નાણાકીય વર્ષ 2017-18માં 111.507 મિલિયન નોટ છાપી હતી. જ્યારે 2018-19માં બેંકે 46,690 મિલિયન નોટ છાપી હતી. એટલે કે 2000ની નોટના છાપકામ માં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. જો કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 2000ની નોટનું છાપકામ કરવામાં આવ્યું જ નથી. આ ઘટાડાનો મતલબ સરકાર 2000ની નોટને ધીમે ધીમે પાછી ખેંચી રહી છે. તેવો થઈ શકે છે.

કેટલાક નિષ્ણાતો મુજબ સરકારનો આમ કરવાનો હેતુ કાળાનાણાં અને કાળા બજારી પર રોક લાવવાનો હોઈ શકે છે. હાઇ વેલ્યૂ નોટોનું ચલણ સમાપ્ત કરવાથી વધુ પ્રમાણમાં કાળા નાણાનું લેન-દેન મુશ્કેલ થઈ જશે. એવો પણ મતલબ વિશેષજ્ઞ કરી રહ્યા છે. પરંતુ સતત ઘટાડો જોતા સરકાર નોટબંધી ફરી લાવવાના બદલે ધીમે ધીમે 2000ની નોટનું છાપકામ ઘટાડીને માર્કેટ માંથી સંપૂર્ણ રીતે 2000ની નોટ પાછી ખેંચી લેશે તેવું લાગી રહ્યું છે.

આરબીઆઈ દ્વારા RTI માં આપવામાં આવેલા જવાબ મુજબ અને જાહેર કરેલા આંકડા પરથી એવું સામે આવી રહ્યું છે કે માર્કેટમાં 2000 રૂપિયાની નોટના સર્ક્યુલેશનમાં ઘટાડો થયો છે. ગત વર્ષના નાણાકીય વર્ષ 2018ની તુલના એ આ વર્ષના નાણાકીય વર્ષ સાથે જોતા સ્પષ્ટ છે કે 2000ની નોટનું સર્ક્યુલેશન ઓછું થઈ ગયું છે. 2018માં 3,363 મિલિયન હાઈ-વેલ્યૂ નોટ સર્ક્યુલેશનમાં હતી. જે વર્ષ 2019મા ઘટીને 3,291 મિલિયન જેટલી થઈ ગઈ હતી.