
ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાનમાં જાણે આભ તૂટી પડ્યું હોય એવો માહોલ સર્જાઈ ચુક્યો છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી અને મંત્રીઓ તો ભારત સાથે પરમાણું યુદ્ધની ધમકીઓ આપી ચુક્યા છે હવે અના કરતાં પણ વિશેષ પાકિસ્તાની અભિનેત્રીએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તે ધમકી આપતો વિડીયો પબ સોસીયલ મીડિયા સાઇટ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જેમાં અભિનેત્રીએ તમામ હદ વટાવી દીધી છે.

ભારત દ્વારા ભારતના અભિન્ન અંગ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન સ્તબ્ધ છે. અને યેનકેન પ્રકારે ભારતને દબાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. આ બાબતે પાકિસ્તાન દ્વારા તમામ મોરચે ભારતનો વિરોદ્ધ કરવામાં આવ્યો છે. પરંતુ અત્યાર સુંધી પાકિસ્તાન દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ ભારત વિરોધી પગલામાં નુકશાન તો પાકિસ્તાનને જ થયું છે. પાકિસ્તાન દ્વારા યુનાઇટેડ નેશનનો રાગ આલાપ્યો હતો જેમાં પણ ચાઇના સાથે પાકિસ્તાન ભોંઠું પડ્યું હતું અને વીલા મોં એ પાછું આવવું પડ્યું હતું.

અંતે પાકિસ્તાન પોતાની ઓકાદ પર આવ્યું હતું અને ભારત સાથે પરમાણુ યુદ્ધની ધમકીઓ આપી હતી પરંતુ તેની પણ હવા નીકળી ગઈ. હવે પાકિસ્તાની કલાકારો જે આજ સુંધી ભારત માંથી રોજી રોટી મેળવતાં હતાં તે જ લોકો ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યા છે. પાકિસ્તાની સિંગર અને એક્ટ્રેસ દ્વારા માઇક્રોબ્લોગીંગ સાઇટ ટ્વિટર, ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે સાપ અને મગર સાથે દેખાઈ રહી છે અને જણાવી રહી છે કે આ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને મારવા માટે છે.

આ વિડીયોમાં સિંગર રબી પીરઝાદા જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા નો વિરોધ કરે છે અને તે સાંપ, અજગર અને મગર સાથે દેખાઈ રહી છે. તે વિડીયો સ્પષ્ટ કહી રહી છે કે, હું કાશ્મીરની છોકરી છું મારા સાંપો સાથે બિલકુલ તૈયાર છું, આ નરેન્દ્ર મોદી માટે છે. તમે કાશ્મીરીઓને પરેશાન કરી રહ્યા છો. તો હવે નરકમાં મરવા માટે તૈયાર થઈ જાવ, મારા બધા જ દોસ્ત શાંતિ ઈચ્છે છે. બાદમાં રબિ પીરઝાદા એક ગીત ગાય છે. “હમ દર્દ કે મારો સે કાશ્મીર ન છીનો, એ ઝાલિમ જન્નત કી તસ્વીર ન છીનો” પાકિસ્તાની સેલિબ્રિટી દ્વારા ભારતના પ્રધાનમંત્રીને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવ્યું.

આ પહેલી વાર નથી રબી આ પહેલા પણ ભારતનો વિરોધ કરી ચુકી છે. રબી એ વર્ષ 2017માં બોલીવૂડ અને એક્ટર સલમાન ખાનનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ રબી પાકિસ્તાનમાં લાઈમલાઈટ માં આવી હતી અને ફેમસ થઈ હતી. રબી પાકિસ્તાનની પોપ સિંગર છે. તે ઘણા ટેલિવિઝન શોને હોસ્ટ પણ કરી ચૂકી છે. રબીએ વર્ષ 2017માં બૉલીવુડ ઈન્ડસ્ટ્રી માટે ગંભીર નિવેદન આપ્યું હતું જેમાં તેને કહ્યું હતું કે બોલીવુડ ઇન્ડસ્ટ્રી યૂથની સામે ક્રાઈમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે તે પાકિસ્તાનમાં ફેમસ થઈ હતી. હાલમાં રબી પાકિસ્તાનીઓ માં ફેમસ છે કારણ કે તેણે કાશ્મીર વિવાદ પર એક ગીત ગયું છે જે ભારત વિરુદ્ધ છે.