સુબ્રમણ્યમ સ્વામીએ એવું તો શું કર્યું કે ભારતનું વર્ષોથી સાથી મિત્ર માલદીવ થયું ભારતથી નારાજ!?

સુબ્રમણ્યમ સ્વામીના એક ટ્વિટ થી મચી ગયો ખળભળાટ અને ભારતનું સાથી મિત્ર માલદીવ થયું નારાજ…
ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામી ફરી એકવાર વિવાદમાં પડ્યા છે સુબ્રમણ્યમ સ્વામી અને કોન્ટ્રવરસી જાણે એક સિક્કાની બે બાજુ જેવું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ફરી વિવાદનો મધપૂડો છેડ્યો છે. અને ભરતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. વિદેશનીતિ મામલે ભારતીય જનતા પાર્ટી વિપક્ષના નિશાને છે અને ત્યાં ફરી સુબ્રમણ્યમ સ્વામીએ વિવાદની આગ લગાડી છે અને આ આગ છેક માલદીવ સુંધી પહોંચી છે. જે મુદ્દે વિપક્ષને પણ ભારતીય જનતા પાર્ટીને ઘેરવાનો મુદ્દો મળી ગયો છે.
https://t.co/nazyiRCOKs: India should invade Maldives if rigging of election takes place
— Subramanian Swamy (@Swamy39) August 24, 2018
સુબ્રમણ્યમ સ્વામીએ એવું ટ્વિટ કર્યું કે ભારતનું જૂનું સથી મિત્ર માલદીવ ભારતથી નારાજ થઈ ગયું છે અને સંબંધમાં ખટાશ આવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યું કે, જો માલદીવમાં ચૂંટણી દરમિયાન ગડબડ થાય તો ભારતે માલદીવ પર હુમલો કરી દેવો જોઈએ. સ્વામીના આ ટ્વિટથી ખળભળાટ મચી જવા પામ્યો છે અને આ રેલો છેક માલદીવ સુંધી પહોંચી ગયો છે માલદીવના વિદેશ સચિવ અહમદ સરીને ભારતીય હાઇકમિશનર અખિલેશ મિશ્રને આ બાબતે સમન કર્યા. માલદીવના વિદેશ સચિવે આ ટ્વિટ પર નારાજગી પણ દર્શાવી છે અને ઓફિશિયલી માલદીવ સરકારે ભારત સરકાર સમક્ષ આ ટ્વિટ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને આ ટ્વિટને ચોંકાવનારી પણ બતાવી છે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ ટ્વિટ બાબતે કાંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો છે અને સ્વામીના આ ટ્વિટને તેમનું અંગત મંતવ્ય જણાવીને મોદી સરકારે પોતાને આ મુદ્દેથી અલગ કરી દીધી છે.
Why is the present Govt of Maldives upset by my “If then” statement that if Maldive’s Sept 24th general election is rigged then India should invade that nation? Already Indians in that nation are fearing reprisals. We have to protect our citizens.
— Subramanian Swamy (@Swamy39) August 26, 2018
આટલેથી અટકવાના બદલે સ્વામી વધારે વરસ્યાં અને કરી નાખ્યું બીજું એક ટ્વિટ હવે જોવું રહ્યું કે મોદી સરકાર આમામલે કોઈ ગંભીર પગલાં ભરે છે કે કેમ?પરંતુ સ્વામી જ્યારે બોલેછે ત્યારે વિવાદ થાય છે એ પાક્કું છે.