
કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષા મંત્રીના વિરુદ્ધ વિશેષાધિકારની નોટિસ આપી. કોંગ્રેસે પીએમ મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારામનની વિરુદ્ધમાં મંગળવારે લોકસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ આપી છે. કોંગ્રેસનો આરોપ છે કે, રાફેલ ફાઈટર જેટ સોદા મુદ્દે પીએમ મોદી અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામને દેશ અને સંસદને ગુમરાહ કર્યા છે અને સત્ય છુપાવ્યું છે.


ઉલ્લેખનીય છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર વિરુદ્ધમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાફેલ સોદા પર સવાલ ઉઠાયા હતા.
રાહુલ ગાંધીએ સંસદમાં રાફેલ સોદા પર ઘેરી હતી મોદી સરકારને
રાહુલ ગાંધીએ શુક્રવારે મોદી સરકાર વિરુદ્ધમાં લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પાર ચર્ચા દરમિયાન રાફેલ જેટ સોદા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, “યુપીએ સરકારે કરેલા સોદામાં રાફેલ હવાઈ જહાજની કિંમત ૫૨૦ કરોડ રૂપિયા પ્રતિ જહાજ હતી. પણ ખબર નથી શું થયું કે, પ્રધાનમંત્રી ફ્રાંસ ગયા અને જાદુથી કિંમત ૧૬૦૦ રૂપિયા પ્રતિ જહાજ થઇ ગઈ. ડીફેન્સ મીનીસ્ટરએ કહ્યું કે હું દેશને જહાજની કિંમત જણાવીશ પણ પછી તેમણે ચોખ્ખું જણાવ્યું કે હું આ આંકડો નઈ જણાવી શકું કારણ કે ફ્રાંસ અને હિન્દુસ્તાનની સરકાર વચ્ચે એક સીક્રેસી પેક્ટ છે. પણ મેં ખુદ જયારે આ વાત વિષે ફ્રાંસ ના રાષ્ટ્રપતિને પૂછ્યું તો તેમણે આવી કોઈ શરત નથી તેમ જણાવ્યું હતું!!”