Religious

બની રહ્યો છે શાનદાર કુબેર રાજયોગ! ત્રણ રાશિના લોકોને બનાવશે ધનવાન! ક્યારેય નહીં રાશે ધનની કમી!

વૈદિક જ્યોતિષ અનુસાર ગુરુએ વૃષભ રાશિમાં ગોચર કરીને કુબેર રાજયોગ રચ્યો છે.  જેના કારણે આ 3 રાશિના લોકોનું નસીબ ચમકી શકે છે. માન અને પ્રતિષ્ઠા પણ મળશે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે.

હિન્દૂ વિધિવિધાન, પૌરાણિક માન્યતાઓ અને કેટલાક જ્યોતિષીય સંશોધનો તેમજ  વૈદિક જ્યોતિષ અનુસાર નભ મંડળ ના દરેક ગ્રહો સમયાંતરે ગોચર કરતાં રહેતાં હોય છે જે પૃથ્વી પર રહેતા દરેક મનુષ્યના જીવનને પ્રભાવિત કરે છે.

કેટલાક ગ્રહો તેજ ગતિએ તો કેટલાક ગ્રહો મંદ ગતિએ ગોચર કરતાં હોય છે તેમજ એક ચોક્કસ સમયાંતરે રાશિચક્રની બારે બાર રાશીઓ અને સત્યાવીસ નક્ષત્ર માં વારાફરથી ગોચર કરે છે. જેની અસર મનુષ્યન જીવન સીધી કે આડકતરી રીતે પડે જ છે. 

પૌરાણિક જ્યોતિષશાસ્ત્ર અને કેટલીક માન્યતાઓ અનુસાર નભ મંડળના નવે નવ ગ્રહો અમુક ચોક્કસ સમયગાળા પછી તેમની રાશિ બદલીને અન્ય રાશિમાં તેમજ અન્ય ગ્રહો સાથે સંયોગ, રાજયોગ કે યુતિ રચે છે.

કન્યાઃ કુબેર રાજયોગ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.  કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી નવમા ભાવમાં સ્થિત થવા જઈ રહ્યો છે.  જે ભાગ્ય અને વિદેશી સ્થળ ગણાય છે.  તેથી, આ સમયે ભાગ્ય તમારો સાથ આપશે.

સાથે જ આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પણ પૂરા થશે.  તમને તમારી નોકરીમાં નવી તકો પણ મળશે અને જે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમને ફાયદો થશે.

આ સમયે તમે દેશ-વિદેશની યાત્રા પણ કરી શકો છો.  તમારા પરિવારમાં કોઈ ધાર્મિક અથવા શુભ કાર્યક્રમ હોઈ શકે છે. વ્યાપાર ધંધાની દ્રષ્ટિએ શુભ સમય છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

વૃશ્ચિક: કુબેર રાજયોગ ની રચના વૃશ્ચિક રાશિના લોકો માટે શુભ સાબિત થઈ શકે છે.  કારણ કે ગુરુ ગ્રહ તમારી રાશિથી સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે.  તેથી, પરિણીત લોકોનું લગ્ન જીવન આ સમયે શાનદાર રહેશે.

આ સમયે, તમારા જીવનસાથીની પ્રગતિ થઈ શકે છે.  ઉપરાંત, જેઓ અપરિણીત છે તેમને સંબંધનો પ્રસ્તાવ મળી શકે છે. તમે વ્યવસાયમાં સારી કમાણી કરશો અને સારી બચત પણ કરી શકશો.  સાથે જ તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે.

કુંભ: કુબેર રાજયોગ ની રચના તમારા માટે સાનુકૂળ સાબિત થઈ શકે છે.  કારણ કે ગુરુ ગ્રહ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે.  તેથી આ સમયે તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે.

તમે કોઈપણ મિલકત અને વાહન પણ ખરીદી શકો છો.  તમે વ્યવસાયમાં નવા વિચારો પર પણ કામ કરી શકો છો અને તેમાં ભાગ્ય તમારો સાથ આપશે.  બીજી તરફ જો તમે રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી અને પ્રોપર્ટી સંબંધિત બિઝનેસ કરો છો તો તમને સારો નફો મળી શકે છે.  આ સમયે તમારી દૈનિક આવકમાં પણ વધારો થશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!