Politics

રાહુલ ગાંધીએ લખ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર, અને ઉઠાવ્યો આ મહત્વનો મુદ્દો

રાહુલ ગાંધીએ કર્યા આકરા પ્રહાર

કોંગ્રેસને મહિલા વિરોધી પાર્ટી ગણાવવા માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા અને આકરા પ્રહાર કર્યા. રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને ૧૮ જુલાઈએ શરૂ થતા સંસદના મોનસૂન સત્રમાં મહિલા આરક્ષણ બિલ લાવવાની માંગણી કરી છે. રાહુલ ગાંધીએ આ પત્ર માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર પોસ્ટ કર્યો હતો.

રાહુલ ગાંધીએ આ પત્ર માઈક્રોબ્લોગીંગ સાઈટ ટ્વીટર પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “આપણાં વડાપ્રધાન પોતાની જાતને મહિલા સશક્તિકરણ માટે ધર્મયુદ્ધ કરનાર ગણાવે છે. હવે પાર્ટી પોલિટીક્સમાંથી આગળ આવીને મહિલાઓ માટે કંઈક કરવાનો સમય આવી ગયો છે. તમે મોનસૂન સત્રમાં મહિલા આરક્ષણ બિલ લઈને આવો, કોંગ્રેસ કોઈ પણ શરત વગર તેનું સમર્થન કરશે.”

રાહુલ ગાંધીએ આ લેટર જાહેર કરતા તેમાં લખ્યું છે કે, તમને ખબર છે તે રીતે મહિલા આરક્ષણ બિલ ૯મી માર્ચ ૨૦૧૦માં ૮ વર્ષ પહેલા રાજ્યસભામાં પાસ થયું હતું. લોકસભામાં એક યા બીજા મુદ્દે અટકેલું છે. પણ જયારે રાજ્યસભામાં આ બીલ ભાજપના સમર્થનથી પાસ થયું હતું ત્યારે રાજ્યસભા વિપક્ષનેતા શ્રી અરુણ જેટલીજીએ તેને એતીહાસીક ગણાવ્યું હતું. પરંતુ ત્યારપછી જ્યારે કોંગ્રેસે જ્યારે તે વિશે વાત કરી ત્યારે ભાજપે તેનો વિરોધ કર્યો હતો. પરંતુ કોંગ્રેસ આજ સુંધી તે બીલને પાસ કરાવવા મહેનત કરી રહી છે પરંતુ એ ભાજપના બેવડા ધોરણના લીધે શક્ય બન્યું નથી. જોકે વર્ષ ૨૦૧૪માં ભાજપે આ બીલને પોતાના ચૂંટણી ઢંઢેરામાં પણ સામેલ કર્યું હતું. કોંગ્રેસે આ બિલના સમર્થનમાં અત્યાર સુધી ૩૨ લાખ લોકોના હસ્તાક્ષર મેળવ્યા છે. કોંગ્રેસ ઈચ્છે છે કે, આ બિલ જલદી પસાર થાય જેથી ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં મહિલાઓની ભાગીદારી સાર્થક થઈ શકે.

કોંગ્રેસ પાર્ટીએ કર્યો વિડીયો પોસ્ટ

વધુમાં કોંગ્રેસ પાર્ટીના ઓફિસિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી સુશ્મીતા દેવ જણાવે છે કે, નરેન્દ્ર મોદી સરકારના  ચાર વર્ષ પુરા થયા તો પણ મહિલા આરક્ષણ  બીલને લોકસભામાં લાવ્યા નથી અને પાસ કરાવવા માટે પ્રયત્નો કર્યા નથી, માનનીય પ્રધાનમંત્રીજી તમે “બેટી બચાઓ બેટી પઢાઓ” ની વાત કરો છો પણ બેટીઓને સંસદમાં ક્યારે લાવશો??  જેવા વેધક સવાલો કર્યા છે અને મહિલા આરક્ષણ બીલને ૨૦૧૯ના જનરલ ઈલેક્શન પહેલા પાસ કરવામાં આવે જેથી આગામી લોકસભામાં વધારે મહિલાઓ પણ સંસદમાં પહોચી શકે.

મહિલા આરક્ષણ બિલની સફર

લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા આરક્ષણ આપવાનું બિલ વર્ષ ૨૦૧૦માં યુપીએ સરકાર દરમિયાન રાજ્યસભામાં પાસ કરવામાં આવ્યું હતું. પરંતુ એક યા બીજા મુદ્દે લોકસભામાં બહુમત ના મળતા આ બીલ અટકી પડ્યું હતું. પીઆરએસ લેજિસ્લેટિવના આંકડાઓ પ્રમાણે ૧૬મી લોકસભાના ૫૪૩ સાંસદોમાંથી માત્ર ૬૨ મહિલા સભ્યો છે. જે એક ઐતિહાસિક આંકડો છે ભારતીય ઇતિહાસમાં પહેલી વખત લોકસભામાં મહિલા સાંસદોની આટલી મોટી સંખ્યા છે. ૧૫મી લોકસભામાં માત્ર ૫૮ મહિલા સાંસદ સભ્યો હતા. અત્યારે રાજ્યસભામાં માત્ર ૨૭ મહિલા સાંસદ સભ્ય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજનું રાશિફળ!