BusinessIndia

બર્ગર કિંગ અને બેકટરફૂડ બાદ માર્કેટમાં ત્રીજો સૌથી લોકપ્રિય IPO આવી રહ્યો છે. જાણો!

શેર માર્કેટમાં આજકાલ જબરદસ્ત ઉછાળ જોવા મળી રહ્યો છે પરંતુ છેલ્લા બેત્રણ દિવસથી માર્કેટ બેરીશ છે. પરંતુ આગામી સમયમાં માર્કેટમાં ઉછાળ આવવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ગયા વર્ષે બર્ગર કિંગ બેક્ટરફૂડ એન્ટોની વેસ્ટ ના IPO એ માર્કેટમાં ધૂમ મચાવી હતી હવે આવી જ ધૂમ માચાવવા ભારતની પાંચમી સૌથી મોટી ડેકીરેટિવ કંપની ઈન્ડિગો પેઇન્ટ્સ પણ પોતાનો IPO લઈને આવી રહ્યું છે. અને આવવાની સાથે તેના આગમનની ચર્ચાઓએ જોર પકડ્યું છે. grey market માં ઈન્ડિગો પેઇન્ટ્સ આઈપીઓ ટ્રેડિંગ 55 ટકા પ્રીમિયમ સાથે ટ્રેડ કરી રહ્યું છે. તેના ધમાકેદાર લિસ્ટિંગની આશા છે. આજે ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ આશરે 840-850 રૂપિયા છે.

ભારતની સૌથી ઝડપથી વિકસતી પેઇન્ટ કંપની ઈન્ડિગો પેઇન્ટ્સના IPO ની ડિટેલ Grey Market માં જાહેર થયાં બાદપોતાના ઈશ્યુ પ્રાઈઝ ના હાયરબેન્ડ 1490 રૂપિયાથી 50 ટાકા વધારે પ્રીમિયમ પકર ટ્રેડ કરતો નજર આવી રહ્યો છે. 15 જાન્યુઆરીએ grey market માં તેનું પ્રીમિયમ આશરે 840-850 રૂપિયા વધારે બતાવતું હતું. આનો અર્થ એ છે કે 15 જાન્યુઆરીએ તેની ટ્રેડિંગ કિંમત 2,340-2,330 ની વચ્ચે હતી. જ્યારે IPO Watch પર ઉપલબ્ધ ડેટા મુજબ તેના ઇશ્યૂની કિંમત 1490 રૂપિયા છે. grey market પર આ IPO ના પ્રીમિયમમાં 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

જણાવી દઈએ કે Grey market એ અનધિકૃત ટ્રેડિંગ પ્લેટફોર્મ છે જ્યાં કોઈ પણ IPO ના એલોટમેન્ટ ના પહેલાથી બજારમાં લિસ્ટિંગ થાય ત્યાંસુંધીના સમયગાળા દરમિયાન તમામ જાણકારી આઓવામાં આવે છે જ્યાં તેના ભાવનું અનુમાન પણ આપવામાં આવે છે. Grey Market માં શેરનું ટ્રેડિંગ તેના બજારમાં લિસ્ટિંગની અંદાજિત કિંમતને આધારે કરવામાં આવે છે. જણાવી દઈએ કે બર્ગર કિંગ, બેકટર ફૂડ અને એન્ટોની વેસ્ટ હેન્ડલિંગ ના IPO બાબતે અનુમાન સાચું પડ્યુહતું અને Grey Market ના અનુમાન મુજબ જ ઇસ્યુ પ્રાઈઝ કરતાં વધારે કિંમતે લિસ્ટિંગ થયું હતું.

જણાવી દઈએ કે દેશની પાંચમી સૌથી મોટી ડેકોરેટિવ પેઇન્ટ કંપની ઇન્ડિગો પેઇન્ટ્સનો IPO 20 જાન્યુઆરીએ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 22 જાન્યુઆરીએ બંધ થશે. ઈન્ડિગો પેઇન્ટ્સ આઇપીઓ દ્વારા 300 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ધરાવે છે. કંપનીના પ્રમોટરો અને રોકાણકારો 58.40 લાખ શેર વેચશે. 20.05 લાખ શેર ઓફર ફોર સેલ સેક્વોઇઆ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ IV. 21.65 લાખ શેર ઇકવિટી શેર SCI ઇન્વેસ્ટમેન્ટ V અને 16.7 લાખ ઇકવિટી શેર પ્રમોટર હેમંત જાલાન વેચશે. કંપનીના 70,000 ઇક્વિટી શેર કર્મચારીઓના સબ્સ્ક્રિપ્શન માટે અનામત રહેશે. તેનું પ્રાઇસ બેન્ડ1480-1490 રૂપિયા નક્કી કરાયું છે. તેનો એક લોટ 10 શેરની હશે.

કંપની આઈપીઓના પૈસાનો ઉપયોગ તમિલનાડુના પુડુકોટાઇમાં તેના મેન્યુફેક્ચરિંગ યુનિટના વિસ્તરણ માટે કરશે. આ ઉપરાંત 150 કરોડના ખર્ચે એક અલગ પ્લાન્ટ બનાવવામાં આવશે. કંપની પાસે ત્રણ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે. આ પ્લાન્ટ રાજસ્થાનના જોધપુર, કેરળના કોચી અને પુડુકોટાઇમાં સ્થિત છે. માહિતી મની કન્ટ્રોલ માંથી લેવામાં આવી છે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!