Gujarat

140 વર્ષ પહેલા અંગ્રેજોના સમયમાં 3.5લાખ રૂપિયામાં મોરબી ઝૂલતો પુલ બનાવાયો હતો! જાણો!

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટવાને કારણે મોટો અકસ્માત સર્જાયો છે. ઝૂલતો પુલ તૂટવાથી લગભગ 300 લોકો મચ્છુ નદીમાં પડ્યા અને લગભગ 100 જેટલા લોકોના મોત થયા છે. આ બ્રિજ લગભગ 6 મહિનાથી બંધ હતો અને રીનોવેશનનું કામ ચાલતું હતું પરંતુ 5 દિવસ પહેલા જ જનતા માટે ખુલ્લો મુકાયો હતો. મોરબીની શાન ગણવામાં આવતો ઝૂલતો પુલ દિવાળીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોબરે જ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઝૂલતા પુલ પર જવા માટે ટીકીટ પણ હતી. મહિલા અને પુરૂષો માટે 17 રૂપિયા અને બાળકો માટે 12 રૂપિયા જેટલી ફી વસૂલવા આવતી હતી.

આ પુલ 140 વર્ષ પહેલા અંગ્રેજોના સમયમાં ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. તે સમયે સાડા ત્રણ લાખ રૂપિયામાં ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો હતો. ખૂબ જ જૂનું અને જર્જરિત બાંધકામ હતું એટલે તેના સમારકામ માટે આ ઝૂલતો પુલ 6 મહિના માટે જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેના રિપેરિંગનું કામ લગભગ લગભગ 2 કરોડ રૂપિયામાં પૂર્ણ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પર ક્ષમતા કરતા વધુ લોકો જવાના કારણે બ્રિજ તૂટી ગયો છે. ઝૂલતા પુલની ક્ષમતા 100 લોકોની હતી, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચવાને કારણે તે તૂટી ગયો હતો. સાથે સાથે એ પણ ખુલાસા થયાં છે કે પુલનું ફિટનેસ સર્ટિ પણ રજુ કરવામાં આવ્યું નોહતું અને ઉતાવળમાં જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો.

આ પુલ એક સદી કરતા પણ વધુ જૂનો છે
મુખ્ય પ્રવાસી આકર્ષણ ઝૂલતો કેબલ બ્રિજ એક સદી કરતાં પણ વધુ જૂનો છે અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેનું નવીનીકરણ અને સમારકામ ચાલી રહ્યું હતું. દિવાળીના થોડા દિવસો પહેલા જ તેનું રિનોવેશન કાર્ય પૂર્ણ થયું હતું અને તાજેતરમાં જ તેને ફરીથી લોકો માટે ખોલવામાં આવ્યું હતું. 230 મીટર લાંબો ઐતિહાસિક પુલ 19મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. આ પુલ માત્ર મોરબી માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ઐતિહાસિક ધરોહર છે. તેનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ થયું હતું. તે સમયે બ્રિજ બનાવવા માટેની તમામ સામગ્રી ઇંગ્લેન્ડથી જ આયાત કરવામાં આવી હતી. તે લાકડા અને કેબલમાંથી બનાવવામાં આવ્યું હતું. તેની પહોળાઈ 4.6 મીટર છે.

આ પુલ પરથી મોરબીના રાજા દરબારમાં જતા હતા.
મોરબીના રાજા પ્રજાવત્સલ્ય સર વાઘજી કેબલ સસ્પેન્શન બ્રિજ (ઝૂલતા પુલ) દ્વારા તેમના રાજદરબારથી મહેલમાં જતા હતા. આ પુલ તેમના રજવાડામાં જ બનાવવામાં આવ્યો હતો. તેમના રાજાશાહીના અંત બાદ તેમણે બ્રિજની જવાબદારી મોરબી નગરપાલિકાને સોંપી હતી. બ્રિજના સમારકામની જવાબદારી 15 વર્ષથી ઓરોવા ગ્રુપની છે. ગ્રુપે માર્ચ 2022 થી માર્ચ 2037 સુધીના સમયગાળા માટે મોરબી નગરપાલિકા સાથે કરાર કર્યો છે. ઓરોવા ગ્રુપ બ્રિજની સુરક્ષા, સફાઈ, ટોલ વસૂલાત, જાળવણી અને સ્ટાફ મેનેજમેન્ટનું ધ્યાન રાખશે તેવા કરારો થયાં છે.

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!