World

કોરોના મહામારી: દારૂ પીવાથી કોરોના ના થાય સમજી દારૂ પીધો! 600 મોત! જાણો!

કોરોના મહામારી એ આખાય વિશ્વને બાનમાં લીધું છે. દુનિયા લગભગ લગભગ દરેક દેશ કોરોના મહામારી થી ગ્રસિત છે. આખાય વિશ્વમાં કોરોના મહામારી થી પીડિત 1,518,518 કેસો છે અને સમગ્ર વિશ્વમાંથી 88,495 લોકોના મોત થઈ ચૂક્યા છે. આંકડા પરથી કોરોના વાયરસના સંક્રમણનું અનુમાન લગાઈ શકશો. કેવી ભયાનક હાલત છે હાલ વિશ્વની! અને આ સમગ્ર પરિસ્થિતિ માટે એક જ દેશ જવાબદાર છે ચીન. ચીનના વુહાન શહેર માંથી આ વાયરસનો જન્મ થયો અને આ વાયરસે ધીમે ધીમે સમગ્ર વિશ્વને બાનમાં લઈ લીધું છે. જેમાં ઇટલી, સ્પેન, ફ્રાન્સ માં મોતનું તાંડવ થયું છે તો અમેરિકામાં પણ સૌથી વધારે હાલત ખરાબ છે.

રાજસ્થાન, ચીન, ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

કોરોના વાઈરસના ડરને કારણે, ઈરાનમાં ઝેરી દારૂ પીવાથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 600 થઈ ગઈ છે અને 3000 જેટલા લોકો હોસ્પિટલમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈરાનના લોકોએ દારૂ એટલે પીધો કે એવી અફવાહ ફેલાઈ ગઈ હતી કે દારૂ પીવાના કારણે કોરોના નો ચેપ લાગતો નથી. ઇરાનના મધ્ય પૂર્વીય ક્ષેત્રમાં કોરોના મહામારી નો પ્રકોપ સૌથી વધારે છે. ત્યારે અચાનક આવી અફવા ફેલાઇ ગયા બાદ લોકો કોરોના સંક્રમણનો ઇલાજ કરવાના પ્રયાસમાં લોકો આલ્કોહોલ પી ગયા હતા. જેના કારણે 600 થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને 3000 જેટલા લોકોને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈરાનના નાગરિકોમાં એવી ગેરસમજ ફેલાઈ ગઈ હતી કે દારૂ જ કોરોના વાયરસનો ઇલાજ કરી શકે છે.

કોરોના મહામારી, corona, corona pandemic, iran, irani
ફોટો સોશિયલ મીડિયા

ઈરાનમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ જોતા ઈરાની નાગરિકોમાં જબરદસ્ત ભયનો માહોલ છે ત્યારે કોઈપણ અફવાહના લીધે 600 લોકોના મોત થવા બાબતે સરકાર પણ ચિંતિત થઈ ગઈ છે. ઈરાનના ન્યાયિક પ્રવક્તા ઘોલમ હોસેન એસમેલી એ જણાવ્યું હતું કે, “દારૂનું સેવન કોરોના વાયરસનો ઈલાજ નથી પરંતુ તે વધારે ઘાતક છે. આ આ અફવાના કારણે મરવા વાળા લોકોની સંખ્યા અમારી ધારણા કરતાં ખૂબ વધારે છે.” ઈરાનમાં હાલમાં આ મહામારી ધીમે ધીમે વકરી રહી છે ત્યારે અન્ય દેશોની જેમ ઈરાનમાં પણ અફવાહોનું બજાર ગરમ છે. પરંતુ સરકાર તરફથી લોકોની ખોટી માન્યતા દૂર કરવામાં ખુબજ વિલંબ થવાના કારણે 600 લોકો મોતને ભેટી ગયા.

કોરોના મહામારી, corona, corona pandemic, iran, irani
ફોટો સોશિયલ મીડિયા

ઈરાની પ્રવક્તાએ જણાવ્યું કે આવું કૃત્ય કરનારા અને અફવાહ ફેલાવનારા લોકો સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોરોના સંક્રમણની દવા બાબતે જણાવ્યું હતું કે, હજુ સુંધી આ વાયરસનો કોઈ જ ઉપચાર સોધાયો નથી પરંતુ કેટલીક એવી દવાઓ છે જેના કારણે કોરોના સંક્રમણના શરૂઆતી લક્ષણો પર કાબુ કરી શકાય છે અને આ રોગને રોકી શકાય છે. ઈરાનમાં સંક્રમણમાં ઝડપભેર વધારો થવાના કારણે નાગરિકોમાં ભયનો માહોલ છે. હજુ સુંધી ઈરાનમાં 64,586 જેટલા લોકોમાં સંક્રમણ ફેલાઈ ગયું છે અને 3,993 જેટલા લોકોના મોત નીપજ્યા છે.

રાજસ્થાન, ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ઈરાનમાં કોરોના સંક્રમણને લઈને સંસદમાં ચર્ચાઓ થઈ હતી અને અંતમાં દેશને સંપૂર્ણપણે લોકડાઉન કરવા માટે ના પાડી દીધી છે. અને કહેવામાં આવ્યું કે દેશને લોકડાઉન કરવાની યોજના એ નોકરી અને ઉત્પાદન પ્રક્રિયાની વિરુદ્ધમાં છે જે અર્થવ્યવસ્થાને મોટું નુકસાન પહોંચાડશે. કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે જરૂરી વ્યવસાયો અને કેટલીક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ માત્ર આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય પ્રણાલીનું પાલન કરતાં ઓછા જોખમી વ્યવસાયોને ફરીથી શરૂકરવાની જાહેર કરવામાં આવી છે. પરંતુ આવા ઉદ્યોગોએ સંપૂર્ણ આરોગ્ય વ્યવસ્થા જાળવવી પડશે તેમ ઈરાની સરકારે જણાવ્યું હતું.

કોરોના મહામારી, WhatsApp
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી ના સમયમાં દુનિયાના દરેક દેશોના અફવાહોનું બજાર ગરમ છે ત્યારે ભારત માં પણ આવી ઘણી અફવાહો ફરતી રહેતી હોય છે પરંતુ ભારત સરકાર દ્વારા આવી અફવાહો પ્રત્યે તત્કાલ સંજ્ઞાન લઈને જાહેરાત કરવામાં આવે છે જેના કારણે લોકો આવી અફવાહો પાર ધ્યાન આપી અમલ કરતાં નથી. આ માટે ભારત સરકાર દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે તેમજ Whatsapp નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે જેના પર મેસેજ કરીને તમે કોરોના વાયરસ વિશે કોઈ પણ જાણકારી મેળવી શકો છો.  અહી ક્લિક કરીને વધારે gujarati news માટે અમારા facebook પેજ Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!