World

જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ નીચે આયો રેલો! ન્યુયોર્કમાં રેકોર્ડતોડ કેસ! જાણો!

વિશ્વમાં કોરેનાએ વિનાશ નોત્ર્યો છે, ત્યારે અમેરિકામાં ધીમે ધીમે હાલત વધારે ગંભીર બની રહ્યા છે. ઈટલી, સ્પેન અને ચીનને પાછળ પાડીને અમેરિકામાં સૌથી વધારે કોરોના વાયરસથી પીડિતોનો સંખ્યા થઈ ગઈ છે. તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફાંકા ફોજદારી માંથી ઊંચા આવતા નથી. જગત જમાદાર હોય એમ તે અમેરિકાની ચિંતા કરવાની બદલે બાકીના દેશોની ચિંતા કરી રહ્યા છે. અને કોરોના ચેપગ્રસ્ત દેશોને નાણાકીય સહાય કરવાની લ્હાણી કરી રહ્યા છે જ્યારે તેમના દેશમાં હાલમાં સૌથી વધારે કેસો છે અને અમેરિકાએ ૩ લાખ કોરોના ગ્રસ્ત પીડિતોનો આંકડો પણ વટાવી દીધો છે. પરંતુ હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ના પગ નીચે રેલો આવ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

યુ.એસ.માં કોરોના વાયરસના કેસો છેલ્લા અઠવાડિયામાં સખત ઝડપે વધી રહ્યા છે અને એક લાખ કરતા વધીને દોઢ લાખ સુંધી પહોંચવાની કગાર પર આવી ગયા છે. વિશ્વની મહાસત્તા ગણવામાં આવતી અમેરિકામાં હાલ મોતનું તાંડવ ચાલી રહ્યું છે. અમેરિકામાં 28મી માર્ચ બાદ ૪થી એપ્રિલનો શનિવાર ગોઝારો સાબિત થયો છે. શનિવારે અમેરિકામાં 34196 જેટલા નવા કેસ નોંધાયા અને 1331 જેટલા લોકોના મોત એક દિવસમાં નોંધવામાં આવ્યા જે અમેરિકામાં અત્યાર સુધીમાં સૌથી વધારે છે. વિશ્વમાં કોવિડ -19 ના દર્દીઓની સંખ્યામાં અમેરિકામાં પોઝિટિવ કેસ 311,635 સાથે ટોપ પર છે. જે વિશ્વમાં સૌથી વધારે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, ગુજરાત, કોરોના, કોરોના વાયરસ, coronavirus, WHO, India, કોરોના મહામારી, china, ચીન
ફોટો સોશિયલ મીડિયા

કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે જ યુ.એસ.માં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 311,635 થઈ ગઈ છે, જે કોઈપણ દેશ માટે સૌથી વધુ છે. અમેરિકાએ કોરોનાવાયરસ સંક્રમિત લોકોની સંખ્યામાં સ્પેન ( 126,168 ), ઇટલી ( 124,632 ), જર્મની ( 96,092 ), ફ્રાન્સ ( 89,953 ) અને ચીન ( 81,669 ) ને પાછળ રાખી દીધું છે. એમરીકા બાદ સૌથી વધારે કેસ સ્પેન, ઈટલી, જર્મની, ફ્રાન્સ અને પછી ચીનમાં છે. ચીનમાં ધીમે ધીમે વાયરસ સંક્રમણ ઘટતું જઈ રહ્યું છે અને ચીનની ગાડી પાટા પર આવી રહી છે પરંતુ વિશ્વના દેશો હજુ સંઘર્ષ કરી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પ,ચીન, china, April Fool Day, અમિત ચાવડા, ગુજરાત કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, હાર્દિક પટેલ, વિજય રૂપાણી, amit chavda, gujarat congress, gujarat congress president, hardik patel, vijay rupani, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

કોરોના વાયરસ પર આંકડાકીય માહિતી પ્રદાન કરનાર વેબસાઈટ વલ્ડોમીટર પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં અમેરિકામાં મોતનું તાંડવ થયું છે. આ આંકડા અનુસાર,
31મી માર્ચના રોજ 24742 નવા પોઝિટિવ કેસ અને 912 લોકોની મોત, 1લી એપ્રિલના રોજ 26473 નવા પોઝિટિવ કેસ અને 1049 લોકોની મોત, 2જી એપ્રિલના રોજ 29874 નવા પોઝિટિવ કેસ અને 969 લોકોની મોત, 3જી એપ્રિલના રોજ 32284 નવા પોઝિટિવ કેસ અને 1045 લોકોની મોત, 4થી એપ્રિલના રોજ 34196 નવા પોઝિટિવ કેસ અને 1331 લોકોની મોત જે અમેરિકામાં આજ સુંધીનો સૌથી હાઈએસ્ટ આંકડો છે. જોકે આ આંકડો અત્યાર સુંધીનો છે જે હજુ પણ વધી શકે છે. અમેરિકામાં આ વાયરસે ફફડાટ મચાવી દીધો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ન્યુયોર્ક કોરોના વાયરસ સંક્રમનું એપી સેન્ટર

અત્યાર સુંધી અમેરિકામાં આ કોરોના વાયરસથી 8,454 લોકોનું અવસાન થયું છે. તો આ વાયરસથી રિકવર થનાર લોકોની સંખ્યા 14,825 જેટલી છે. મૃત્યુ પામેલા લોકોની સંખ્યા અને ચેપગ્રસ્ત કેસોમાં આવનારા દિવસોમાં સખત વધારો થવાની સંભાવનાઓ છે. અમેરિકામાં સૌથી વધારે કેસો ન્યુ યોર્કમાં છે. જેમાં પોઝિટિવ કેસ 114,775 છે જેમાં હાલમાં એક્ટિવ કેસ 100,732 જેટલા છે. તો અમેરિકામાં ન્યુયોર્કમાં જ સૌથી વધારે મોત આ વાયરસના કારણે થયા છે જેનો આંકડો 3,565 જેટલો છે. ન્યુયોર્ક અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમણનું એપિસેન્ટર બની ગયું છે. અમેરિકામાં રોજે રોજ વધતા જતા કેસો પરથી દેખાઈ રહ્યું છે કે અમેરિકામાં પણ ઈટલી અને સ્પેન જેવું મોતનું તાંડવ થઈ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ, કોરોના મહામારી, america, અમેરિકા, કોરોના, કોરોના વાયરસ, coronavirus
ફોટો સોશિયલ મીડિયા

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા

ત્યારે આ મોતના તાંડવને જોઈ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ને રેલા આવી ગયા છે અને તાત્કાલિક અસરકારક અને કડક પગલાં લેવાની ફરજ પડી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં મેડિકલ ઈક્વિપમેન્ટના નિકાસની વિરુદ્ધ ઉત્પાદન અધિનિયમ અમલમાં મૂકી દીધો છે. અને તમામ નાગરિકોને જણાવ્યું છે કેદરેક વ્યક્તિ ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક લગાવીને જ નીકળે આ સાથે અમુક રિસ્ટ્રીકશન પણ જાહેર કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના ઝડપભેર વધતા કેસોને ધ્યાને લઈને અમેરિકા સબદુ થઈ ગયુ છે અને તેને ફેલાતો અટકાવવા માટે ટ્રમ્પ સરકારે લોકોને માસ્ક લગાવીને જ અને જરૂર હોય તો જ ઘરની બહાર નિકળવાની સલાહ આપી છે. અહી ક્લિક કરીને અમારા ફેસબુક પેજને ફોલો કરો વધારે ન્યુઝ માટે

Related Articles

Back to top button
આજનું રાશિફળ!